Het bhatt

Others

2  

Het bhatt

Others

સર્વાંગ સુંદર હોત

સર્વાંગ સુંદર હોત

1 min
79


મેં ગુલાબને કહ્યું - 'તારામાં કાંટા ન હોત તો કેવું સર્વાંગ સુંદર હોત ?'

સાગરને કહ્યું - 'તારામાં ક્ષાર ન હોત તો કેવો સર્વાંગ સુંદર હોત ?'

કોયલને કહ્યું - 'તારો રંગ કાળો ન હોત તો તું કેવી સર્વાંગ સુંદર લાગત ?'

ચંદ્રને કહ્યું - 'તારામાં કલંક ન હોત તો કેવો સર્વાંગ સુંદર બનત ?'

સાબર ને કહ્યું - 'તારા શિંગડા વાંકાચુંકા ન હોત તો કેવું સર્વાંગ સુંદર લાગત ?'

ત્યારે - સૌ એક સાથે જ બોલી ઉઠ્યા, ]અરે ! માનવ તારામાં દોષ દ્રષ્ટિ ન હોત તો તું પણ કેવું સર્વાંગ સુંદર પ્રાણી હોત ?'


Rate this content
Log in