STORYMIRROR

Het bhatt

Inspirational

4  

Het bhatt

Inspirational

કાળજાનો કટકો

કાળજાનો કટકો

4 mins
390

આજે પહેલી વાર એણે સાસુ સામે અવાજ ઉંચો..

કામિની ખુબ ડાહ્યી અને સંસ્કારી બ્રાહ્મણ પરિવારની એકની એક સંતાન હતી. માતાનું નામ રમીલાબેન અને પિતાનું નામ મુકેશભાઈ. મુકેશભાઈને પોતાનો સીઝન મુજબનો ધંધો હતો. માતા રમીલાબેન પ્રાથમિક શાળામાં સરકારી નોકરી કરતા હતાં. ટૂંકમાં ખાધેપીતે સુખી કુંટુંબ હતું..

રમીલાબેને કામિનીને ખુબ જ ભણાવી ગણાવીને દરેક બાબતમાં હોશિયાર અને પારંગત બનાવી હતી. ફક્ત ભણતરમાં જ નહીં.. પણ. દરેક વાતમાં ઓર રાઉન્ડર હતી.. ઉચ્ચ અભ્યાસ પૂરો કર્યો એટલે કામિનીએ બેંક ની પરીક્ષા પાસ કરી અને તેને જોબ મળી ગઈ. મુકેશભાઈની ખુબ લાડલી એટલે દિકરી નાની છે એમ કરતા કરતાં કામિનીની ઉંમર 28 વર્ષની થઈ ગઈ. એક દિવસ રમીલાબેન પોતાના પતિ મુકેશભાઈને સહજતાથી વાત કરે છે કે "એય તમને એવુ નથી લાગતું કે આપણી કામિની મોટી થઈ ગઈ છે અને એના માટે સારો સુશીલ અને સંસ્કારી મુરતિયો જોવો જોઈએ."

થોડીવાર પછી મુકેશભાઈ એ વિચારીને કહ્યું "મારી લાડલી એટલે મોટી થઈ ગઈ ? મન નથી માનતું. સારુ તમે કહો છો તો મુરતિયો ગોતીશું."

થોડાં દિવસ પછી કામિનીને લાયક ગામમાં જ મુરતિયો પસંદ કરવામાં આવ્યો અને છ માસ માતો અભિજીત સાથે લગ્ન પણ કરી દેવામાં આવ્યા. કામિની અને અભિજીત ખુબ જ ખુશીથી રહેતા હતાં. અભિજીતના કુંટુંબમાં બે સભ્યો હતાં. એક પોતે અને તેની વિધવા માતા. અભિજીતને સરકારી નોકરી હતી. હવે કુંટુંબમાં એક સભ્યનો ઉમેરો થયો જે હતી કામિની. કામિની નોકરીની સાથે સાસુની સેવા કરે, ઘરનું તમામ કામ કરે, પતિની કાળજી રાખે.

કામિનીના સાસુ થોડાં રૂઢિ ચુસ્ત અને શંકાશીલ સ્વભાવના હતાં. નાનીનાની વાત પર રોક ટોક કરે. પુછપરછ કરે. કામિની દરેક વાતનો જવાબ હસતા ચહેરે આપે. ક્યારેય સાસુના આવાં સ્વભાવની વાત અભિજીત કે તેના માતાપિતાને પણ ન કરતી. મનમાં વિચારતી હસે પહેલાના સમયના છે તો આવો સ્વભાવ હોય પણ તે સુધરી જાશે.

આમને આમ એક દોઢ વર્ષ ચાલ્યું.કામિનીને સારા દિવસો રહ્યા. એટલે થોડાં દિવસ આરામ કરવા માટે પિયર જવાનુ વિચાર્યું. તેને પોતાની વાત અભિજીત ને કહી. અભિજીતે કહ્યું, "સારુ હું કાલે તને મુકવા આવીશ. જેથી મમ્મી પપ્પાને મળી શકું. સાંજે નોકરી પુરી કરીને કામિની પિયર લઇ ગયો. કામિની ત્યાં થોડાં દિવસ રોકાશે એમ કહી ચા નાસ્તો કરીને અભિજીત ઘરે આવ્યો. થોડાં દિવસ પિયર રોકાય ને કામિની સાસરે આવે છે. અભિજીત હજુ નોકરી પરથી આવ્યો ન હતો. ત્યાં તો કામિનીના સાસુ એ પોતાના સ્વભાવ મુજબ જેમ ધાણી ફૂટે એમ મોઢામાંથી શબ્દો સરવા લાગ્યા. ન બોલવાનું બોલ્યા છતાં મૂંગે મોઢે કામિની બધું સાંભળ્યા કર્યું.

આમને દિવસો પસાર થવા લાગ્યા.. સાતમા મહિને ખોળો ભરાણો અને કામિનીને પિયર તેડી ગયાં. અભિજીત રોજ કામિનીને મળવા જતો. નવમે મહિને કામિની એ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. અભજિતે એની મમ્મીને કહ્યું કે "આપણા ધરે લક્ષ્મીજી આવ્યા." તો મોઢું બગાડીને કહે, "કુળનો વંશ તો નહીંને ?" અભિજીત એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાંથી બહાર નીકળી ગયો..

સવા મહિના પછી વાજતે ગાજતે અભિજીતે પોતાની દીકરીના વધામણાં કર્યાં અને પોતાના ઘરે કામિની અને દિકરીને લાવવામાં આવ્યા. દીકરીનો નામકરણ વિધિ કરીને મિશ્રી નામ રાખવામાં આવ્યું. મિશ્રી ખુબ જ કજિયા કરતી હતી. કામિની નાની મિશ્રીને એકલા હાથે સાચવી શકતી ન હતી. આથી બે ત્રણ દિવસ પછી કામિનીએ સાસુમાને કહ્યું "હું ઘરનું કામ કરું છું. મિશ્રી ખુબ રડે છે તો તમે એને હીચકા નાખો ને !"

એટલી વાતમાં તો સાસુમાએ ત્રીજું નેત્ર ખોલ્યું અને ક્યાં વાત... બોલવાનું સારુ કર્યું.. કામિનીને કહે "તારી દિકરી છે મારી નહીં મારો વંશ તે નથી આપ્યો. તારા પિયર ગઈ એટલે દિકરી જન્મી. તારા માબાપ મારો વંશ ખાય ગયાં. આતો મારાં કુંટુંબ માટે કલંક છે.. આ સાપનો ભારો છે હું આને નઈ સાચવું."

ક્યારેય સામે ન બોલનારી કામિની આજ પહેલી વાર માતા સમાન સાસુમાની સામે બોલી. "બસ.... આજ સુધી મને જે બોલતા હતાં એ મેં આપને વડીલ અને મારી મા સમજીને જતું કર્યું. પણ આજ મારાં માબાપને ગાળો આપી અને મારી ફૂલ જેવી દીકરીને કુંટુંબનું કલંક અને સાપનો ભારો કીધો તે સહન નહીં કરું. આપ પણ એક દિકરી છો ને ?ઘણું સહન કર્યું. હવે તમારા આ કડવા વેણ સહન નઈ કરું. હું હવે આ ઘરમાં એક દિવસ પણ રહું. એમ કહી તે દિકરી સાથે પોતાના પિયર ચાલી ગઈ..

સાંજે અભિજીત આવ્યો તો ઘર સાવ સુનકાર. પોતાની મમ્મી ને પૂછયુ તો જવાબ ન આપ્યો. એટલે સીધો કામિની પાસે ગયો. કામિની એ અભિજીતને જોયો એ સાથે એને ભેટીને રડવા લાગી અને અત્યાર સુધીની જે સાચી હકીકત હતી તે બધાની સમક્ષ રજૂઆત કરી. અભિજીતે કામિનીને સમજાવીને પાછો ઘરે લાવ્યો અને પોતાની માતાને સમજાવી કે આ દિકરી મારો હૈયાનો હાર છે. મારાં ઘરની લક્ષ્મી અને શોભા છે. તુલસીનો ક્યારો છે. મારી દૌલત અને સ્વાભિમાન છે..મા મારી દિકરી મારો કાળજાનો કટકો છે.. મારા માટે તે દિકરી નથી મારો વંશ મારો દિકરો છે. અને છેલ્લે ધીમા અવાજે કહ્યું કે જો આપ પણ કો'કના દિકરી છો. આપણી સાથે આવું કર્યું હોત તો ?"

આટલા શબ્દો મા બધું સમજી ગયાં અને કામિની અને મિશ્રી ને ભેટી પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational