Het bhatt

Children Stories Inspirational Others

4  

Het bhatt

Children Stories Inspirational Others

સારે જહાં સે અચ્છા... હિન્દુસ્તાન હમારા

સારે જહાં સે અચ્છા... હિન્દુસ્તાન હમારા

6 mins
235


હીરાચંદ શિક્ષક દીકરો રામ સોફ્ટવેર એન્જિનિયર બનીને વિદેશમાં સ્થાયી થઈ ગયો અને અમીર આદમી બની ગયો. એની પત્નીનું નામ મીની. 25 વર્ષના પશ્ચિમી વસવાટ પછી એને યાદ આવ્યું કે એનાં બંને બાળકોએ તો હજુ સુધી ભારત જોયું જ નથી. એણે અમદાવાદ ફોન કરી દીધો, ‘પપ્પા, હેપી અને હેલી વર્લ્ડ ટૂર ઉપર નીકળ્યાં છે. એક વીક પછી અમદાવાદ પહોંચશે. ફરીથી ક્યારે આવશે એની તો મનેય ખબર નથી. પણ હું ઈચ્છું છું કે તમે એમને સારું-સારું ખવડાવજો, પીવડાવજો અને ઘુમાવજો.‘પપ્પા, તમે સમજતા કેમ નથી ? આ છોકરાંઓ માઈકલ જેક્સન અને શકીરાને નાચતાં જોઈને મોટાં થયાં છે. એમને તમારી ખાદી, માટી ને ધૂળમાં જરા પણ રસ નથી’ કદાચ બીજી વાર ભારત આવવાનું એમને મન થશે. ખાસ તો એ કહેવાનું છે કે બંને બાળકોને બહુ તીખું ન ખવડાવશો. અને બહાર જમવા લઈ જાવ તો મોંઘી અને સ્ટારી હોટલમાં જ લઈ જજો. એમને મલ્ટિપ્લેક્સમાં એકાદ પિક્ચર બતાવજો. અને ખાસ વાત એ કહેવાની કે જો તમે બે-ત્રણ દિવસનો સમય ફાળવી શકો તો એમને જયપુર, ઉદયપુર અને આગ્રાનો તાજમહેલ જરૂર દેખાડજો. એમને એટ લીસ્ટ, એટલી તો ખબર પડવી જોઈએ કે આપણું ભારત કઈ સાવ નાખી દેવા જેવું નથી. મમ્મીને ‘હાય’ કહેજો. ચાલો બાય.....’

પરદેશમાં જન્મેલાં અને ઊછરેલાં બાળકોમાં કેટલીક બાબતો ખૂબ સારી જોવા મળે છે. તેઓ શારીરિક અને માનસિક રીતે ખડતલ હોય છે. હેપી પંદર વર્ષનો હતો અને હેલી દસ જ વર્ષની. પણ બંને બાળકો એરપોર્ટ પરથી ‘ગાડી’ કરીને સીધા દાદાજીના ઘરે આવી ગયાં. ન કોઈએ ‘રિસીવ’ કરવા જવાની જરૂર, ન કશી ખોટી આળપંપાળ.

બંને જણાં પહેલી વાર દાદા-દાદીને મળતાં હતાં, પણ કોઈ જ પ્રકારના અંતરાય કે સંકોચ વગર ઉષ્માભેર મળ્યાં. પૂરેપૂરાં નમીને પગે લાગ્યાં, ‘નમસ્તે, દાદી મા ! નમસ્તે દાદાજી ! તું કેમ છે ?’ એવું બોલી ગયાં. બાપડાઓને ગુજરાતી ભાંગ્યું-તૂટ્યું આવડતું હતું. શબ્દો હતા એમની પાસે, પણ વ્યાકરણ ન હતું. એટલે કોને ‘તું’ અને કોને ‘તમે’ કહેવાય એની ખબર ન હતી. પણ બંને બાળકો મીઠડાં હતાં.

મણીબહેન પોતાની મૂડીનાં વ્યાજને રોજ નવી-નવી વાનગીઓ રાંધીને જમાડવા લાગ્યાં. કુબેરચંદ સવારે વહેલાં ‘બ્રેકફાસ્ટ’ પછી નીકળી પડે. બંને બાળકોને રિક્ષામાં બેસાડીને નવાં-નવાં જોવાલાયક સ્થળોએ લઈ જાય. શિક્ષકનો જીવ, એટલે બહારની એક પણ ચીજ ખવડાવવાનું નામ જ નહીં. હેપી કહે, ‘તરસ લાગી છે, મને ‘કોક’ પીવું છે.’ તો દાદાજી લીલું નાળિયેર પીવડાવે. ઉપરથી ભણાવે, ‘આ અમારું મિનરલ વૉટર છે. બેસ્ટ પ્યોરિફાઈડ વૉટર ઑફ ધી વર્લ્ડ ! તમારા મિનરલ વૉટર તો રિ-સાઈકલ થઈ શકે છે, પણ આમાં રિ-સાઈકલિંગની કોઈ જ ગૂંજાઈશ નથી.’ લવલી પૂછે: ‘વી હેવ બકિંગહામ પેલેસ ધેર ! તમારા કન્ટ્રીમાં એવો કોઈ પેલેસ નથી ?’દાદાજી કહે, ‘છે ને ! આપણે એ જોવા માટે જઈએ છીએ.’ રિક્ષા જઈને ઊભી રહી ગાંધી આશ્રમના ઝાંપા આગળ. દાદા પોતરાઓને લઈ ગયા મહાત્મા ગાંધીની ઝૂંપડી આગળ, ‘આ રહ્યો અમારા સૌથી મોટા રાજાનો મહેલ. એને અમે મહારાજા નહીં, પણ મહાત્મા કહેતા હતા. અને આને હૃદયકુંજ કહીએ છીએ. હૃદય એટલે હાર્ટ. જગતમાં એક પણ પેલેસનો સંબંધ ‘હાર્ટ’ સાથે નથી, પણ આનો છે.’‘ગ્રાન્ડ ડેડ, વ્હોટ ઈઝ સો સ્પેશિયલ એબાઉટ ધીસ ?’ હેપી પૂછી બેઠો.

‘આમાં એવું ખાસ તો બીજું કંઈ નથી, બેટા ! આમ જુઓ તો એક સાવ દુર્બળ માનવીનું આ સૌથી કાચું મકાન હતું. પણ બીજી રીતે જોવા જઈએ તો જગતના સૌથી સામર્થ્યવાન મહામાનવનું આ સૌથી મજબૂત નિવાસસ્થાન હતું. આ બેઠા ઘાટનું મકાન હજુ અતૂટ અને અડીખમ ઊભું છે; અમેરિકાના ટ્વિન ટાવર્સ તૂટી ગયા છે.’

હેપી અને હેલીને તો ખુબ જ મજા પડી ગઈ. રોજ સવારે દાદીનાં હાથના સક્કરપારા ને સુખડી ગરમા ગરમ ઘી લગાવેલી બિસ્કિટ જેવી ભાખરી ખાઈને નીકળી પડવાનું ! હરી-ફરીને બપોરનો સમય થાય ત્યારે ઘરે પાછા ફરવાનું, પછી ગરમ-ગરમ ફુલકા રોટલીને ને દાળ, ભાત, શાક, છાસ જમીને દાદાજી પાસેથી વાર્તાઓ સાંભળવાની અને સાંજે ફરી પાછા નીકળી પડવાનું. વચ્ચે વચ્ચે બે-ત્રણ દિવસે એક વાર વિદેશથી રામનો ફોન આવતો રહેતો હતો. એ દીકરા-દીકરી સાથે લાંબી વાત કરી લેતો હતો. પણ એક દિવસ એણે પિતાની સાથે વાત કરી. એ વાત ન હતી, પણ ફરિયાદ હતી.

‘પપ્પા, મેં જાણી-જોઈને આજે મોડેથી ફોન કર્યો છે. બાળકો ઊંઘી ગયાં હશે. મારી પાસે તમારી સામે કેટલીક ફરિયાદો છે. તમે આ શું કરી રહ્યા છો બેય બચ્ચાંઓ સાથે ? હેપ્પી કહેતો હતો કે તમે એને ગાંધીનો આશ્રમ દેખાડવા લઈ ગયા હતા. હેલીને ચોકલેટ્સ, પીઝા અને બર્ગર કેટલા ભાવે છે એ મેં તમને કહેલું જ હતું. શા માટે મમ્મી એને રોજ સવાર-સાંજ ઘરનું જ જમાડે છે ? અને તમે આજ સુધી એ બંનેને હિન્દી કે ગુજરાતી ફિલ્મો નથી દેખાડી ? શા માટે ? ગઈ કાલે તો તમે હદ કરી નાખી. ટેક્સી ભાડે કરીને તમે બાળકોને ગામડાંની ધૂળ ખવડાવવા લઈ ગયા હતા ? ! રોજ રાત્રે તમે એમને જૂના, ભુલાઈ ગયેલા, રાખ બનીને ઊડી ગયેલા કોઈ ગુમનામ નેતાની વાર્તા સંભળાવો છો. પપ્પા, તમે સમજતા કેમ નથી ? આ છોકરાંઓ માઈકલ જેક્સન અને શકીરાને નાચતાં જોઈને મોટાં થયાં છે. એમને તમારી ખાદી, માટી ને ધૂળમાં જરા પણ રસ નથી. જિંદગીમાં ફરી વાર હેપ્પી અને હેલી ઈન્ડિયામાં પગ નહીં મૂકે.’ રામ જ્વાળામુખીની જેમ ફાટ્યો હતો અને લાવાની જેમ વહી રહ્યો હતો.

હરીચંદનું ગળું રૂંધાઈ ગયું. એ માત્ર આટલું જ બોલી શક્યા, ‘મારી પાસે તારા દરેક સવાલનો જવાબ છે. તારી દરેક ફરિયાદનો ખુલાસો છે. પણ મારાથી ફોન પર બોલી શકાશે નહીં. હજુ હેપી અને હેલી થોડાક દિવસો માટે અહીં છે. તેઓ જ્યારે પાછા તારી પાસે આવશે ત્યારે એક પત્રમાં મારે જે કહેવું છે તે હું લખી મોકલીશ. ચાલ, ફોન મૂકી દે ! બહુ દુ:ખી ન થઈશ. શાંતિથી ઊંઘી જજે. મને ખબર છે કે આ ફરિયાદો તારી છે, તારાં બાળકોની નથી. એ બંને તો લીલાલહેર કરે છે.’

એ રાત્રે મોડે સુધી હરિચંદ વિદેશવાસી પુત્રને પત્ર લખતા રહ્યા: ‘પ્રિય રામ, મને તારી વાતનું ખોટું ભલે નથી લાગ્યું, પણ તારી વાત ખોટી જ છે. તારાં સંતાનો માત્ર તારાં જ નથી, એ મારાં પણ છે. એમના શરીરોમાં મારો જીનેટિક વારસો સમાયેલો છે. એમના લોહીમાં રક્તકણો અને શ્વેતકણોની સાથે થોડાક કેસરી કણો પણ વહી રહ્યા છે જેની બ્લૂ પ્રિન્ટ શુદ્ધ ભારતવાસીની છે. એ લોકો ભારત માટે આવ્યા છે ? મને અને તારી માને જોવા માટે ? ના, એ આવ્યાં છે આપણાં સૌની માને જોવા માટે. મળવા માટે અને જાણવા માટે. આપણી ભારત માતાને જોવા માટે આવ્યાં છે. અને એ જ તો હું બતાવી રહ્યો છું.

મારે એમને અમદાવાદ ના સી.જી. રોડ અને એસ.જી. હાઈવે પરની ભવ્ય હોટલો નથી બતાવવી, એવી હોટલો તો વિદેશમાં ઠેર-ઠેર જોવા મળશે. મારે મલ્ટિપ્લેક્સમાં એમને વિકૃત અભિનેતાઓની અર્ધનગ્ન ફિલ્મો નથી બતાવવી, એવો ઉકરડો તો હવે ઘર-ઘરમાં ટી.વી. સેટના ટચૂકડા પડદેથી પણ ખરી રહ્યો છે. મારે તો એમને આ મહાન દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવવી છે. મારે આઝાદીના સંગ્રામની વાતો કહેવી છે, મારે એમને એ જણાવવું છે કે આ દેશમાં ગાંધી નામના એક મહાપુરુષ થઈ ગયા, સરદાર પટેલ નામના એક લોહપુરુષ થઈ ગયા અને વીર સાવરકર નામના એક સિંહપુરુષ થઈ ગયા. આ દેશના નેતાઓ મલાઈ ખાય છે એવા સમાચાર તો ગમે ત્યારે ગમે ત્યાંથી જાણવા મળી જશે, પણ મોહનદાસ અંગ્રેજોની લાકડીનો માર ખાતા હતા એ બીજે ક્યાંયથી જાણવા નહીં મળે, દીકરા !

આ કામ માત્ર એક શિક્ષક જ કરી શકે છે અને હું શિક્ષક છું. તારો બાપ કે એમનો દાદો પછી છું, પહેલા હું એક શિક્ષક છું. અને ગામડાંની ધૂળ ખાવા હું એમને એટલા માટે લઈ જાઉં છું કે એમને ખબર પડે કે આ દેશની ગ્રામીણ જનતાને હજી કેટલી બધી તકલીફો સાથે જીવવું પડે છે ! હજુ દેશમાં કામ કરવા માટે કેટલો બધો અવકાશ છે ? શક્ય છે કે આ બધું જોયા પછી ભવિષ્યમાં હેપી અને હેલીને ભારત માતાની સેવા કરવા માટે પાછા આવવાનું મન થાય. જો આવું થશે તો આ ગરીબ દેશને વધુ એક સામ પિત્રોડા મળશે, વધુ એક સરદાર મળશે અને વધુ એક ગાંધી મળશે. મારે આપણાં બાળકોને આગ્રાનો તાજમહેલ નથી બતાવવો, પણ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા રાજમહેલો બતાવવા છે.લિ. તારો પિતા. મારા આશીર્વાદ છે તને અને તારી પત્ની ને ! જયશ્રી કૃષ્ણ


Rate this content
Log in