સુંદર સ્ત્રી
સુંદર સ્ત્રી
એક સ્ત્રી જેનુનામ છે રોહિણી સાંજના 7 વાગ્યાના સમયે એકટીવા પર તાવથી લતપથ પોતાના 11 વર્ષના દિકરા દીકુ દવાખાનેથી ચેકઅપ કરાવીને પાછી ફરી રહી હતી. સાંજની સંધ્યાના 7 વાગી રહ્યા હતા અને આજુ બાજુના વિસ્તારમાંથી ઓફિસે, જુદી જુદી કંપનીઓ અને કારખાનેથીનોકરી કરીને ઘણા બધા લોકો પણ ઘરે પાછા ફરી રહ્યા હતા.
એકટીવા પર રહેલી આ રોહિણીના ઠાઠમાઠ પરથી એ થોડી અમીર ઘરની હોય એવુ લાગી રહ્યુ હતું. રોહિણીનો દિકરો દીકુ એકટીવાની પાછળના ભાગે તેની વ્હાલી મમ્મીના કમરે હાથ પકડીને બેઠો હતો, કંપનીઓ, કારખાનાઓ અને ઓફિસોના બંધ થવાના સમયના કારણે ત્યાં રસ્તા પર ટ્રાફિક પણ ખુબ થયુ હતું. અને રોહિણીના એકટીવાની સવારી દિકરા સાથે ધીમા આછા અંધારામાં આગળ વધી રહી હતી.
રોહિણીનો છોકરો દીકુ દવાખાનેથી નીકળ્યા ત્યારનો મૌન બેઠેલો દરેકનું નિરિક્ષણ કરી રહ્યો હતો કે, એની આજુ બાજુમાંથી જેટલા પણ લોકો પસાર થતા હતા તે એની એકટીવા પાસે આવીને હોર્ન મારી રહ્યા હતા, ને એના મમ્મી સામે તાકી તાકીને જોઈને આગળ જતા રહેતા હતા. ઘણા તો જાણી જોઈને ફૂલ સ્પીડે સાઈડ કાપીને એકટીવાની આગળ સાવ જ ધીમી પાડી દેતા હતા.અને મોટા ભાગના પાછળ ફરી ફરીને પણ એના મમ્મી સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા. આ વાત એના મગજમાં જેમ કાનમાં ઘુસેલા મચ્છર જેવો સળવળાટ કરતો હતો. દીકુના મનમાં એનું ઘર આવ્યુ ત્યાં સુધી એ આ પ્રવૃતિ જોઈ રહ્યો હતો, ને મનમાં મે મનમાં ઊંડા સવાલ કરી રહ્યો હતો કે બધા કેમ મારા મમ્મી સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા ?
ઘરે પહોંચતાની સાથે જ એનાજુકાઈથી કોમલ સ્વરે દીકુ એના મમ્મીને સવાલ પૂછી છે. કે, “મમ્મી દવાખાનેથી શરૂ કરીને ઘર સુધી બધા અંકલો કેમ તારી સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા ? મમ્મી તે કઈ ગુનો કર્યો છે ? મમ્મી આવું કેમ બધા તારી સામે જોતા હતા ? તારાથી કઈ પાપ થયું છે ?"
મમ્મી સવાલ સાંભળીને એકદમ ડઘાય જાય છે. આ બાળકને મારે શું જવાબ આપવો ? થોડી વાર વિચારે ચડી જાય છે. અને અંતે એટલુજ કહે છે.
“બેટા બધા મારી સામે જોઈ રહ્યા હતા કેમ કે હું એક સ્ત્રી છું. ઉપર જતા ભગવાને મને દેખાવે થોડી સારી બનાવી છે. વધારે તો તું તારા પપ્પાને પૂછજે એ તારા સવાલનો જવાબ આસાનીથીઅને વધારે સારી રીતે આપી શકશે. કેમ કે એ પણ કોઈની કોઈ સામે તો જોતા જ હશે.અને વધુમાં તું થોડો મોટો થઈશ એટલે જાતે જ સમજી જઈશ.”
દીકુ કશું બોલતો નથી ખાલી મૌન ધારણ કરી ફરી ઊંડા વિચારોમાં ગરકાવ થઈ જાય છે. અને પોતાના પપ્પા પાસેથી એ જવાબ મેળવવાની આશા રાખ્યા વગર મોટો થઈને જાતે જ સમજીને જવાબ શોધવાની જહેમત ઉઠાવે છે.
