Het bhatt

Others

3  

Het bhatt

Others

કેવી કમનસીબ છું

કેવી કમનસીબ છું

9 mins
173


હવે મારા દિલમાં પ્રેમની જગ્યા રહી નથી. દર્દથી ભરાયેલું છે. ફરી હું દિલને દર્દ પહોંચાડી ઠેસ નથી લગાવવા માંગતી, એ તું જાણે છે કે મારા જીવનની ક્ષણોની વ્યથા શું છે. અને પિતાજી પણ મારી પસંદગીમાં ક્યારેય સામેલ ન થાય. માટે તું કોઈ બીજી છોકરીને પસંદ કરી જીવનગ્રંથિથી જોડાઈ જા.

જ્યારથી અંશે કોલેજમાં ભક્તિને જોઈ ત્યારથી તેનાં દિલમાં ચાહતનું ઝરણું ફૂટી ગયું. પરંતુ મનમાં ચડેલા પ્રેમના ચકડોળની વાત ક્યારેય અંશે ને જણાવી નહોતી. તે પણ જાણતો હતો કે ભક્તિને પણ પોતાનાં પ્રત્યે સ્નેહની દ્રષ્ટિ છે. અંશ હંમેશા મિત્ર-મંડળને ખુશ રાખતો. ''ખુશ રહો હર ખુશી હૈ તુમ્હારે લીયે છોડ દો આંસુ હમારે લીયે'' જેવી વૃત્તિ ધરાવતો હતો.

એક દિવસ અંશ ગાર્ડનમાં બેઠો-બેઠો વિચારમાં મગ્ન હતો. ''આજે હું મારા મનની વાત ભક્તિ ને જણાવી દઉં.'' ત્યાં અચાનક અંશને કોઈએ આંખ બંધ કરી. અંશે સામે આવવા કહ્યું. જોયું તો અંશનો બેસ્ટ ફ્રેન્ડ માલવ હતો. માલવે અંશ ને કહ્યું, ''હું તને આજ એક વાત કહેવા આવ્યો છું.'' અંશે પૂછ્યું બોલ. ત્યારે માલવે કહ્યું, ''હું ભક્તિ સાથે ફ્રેન્ડશીપ કરવા માંગુ છું, હું એને ખુબ જ પ્રેમ કરું છું. હું ભક્તિને જણાવી શકતો નથી તો પ્લીઝ તું એને મારી જાણ કરી દે છે ? અંશ ચાતક પક્ષીની જેમ માલવને ટગર ટગર જોતો રહીને અડીખમ સ્તંભની જેમ સ્તબ્ધ થઈ ગયો. તે શું જવાબ આપે તે સમજ નાં પડી બેસ્ટ ફ્રેન્ડના દિલને ચોટ ના પહોંચે એટલે તે ભક્તિ અને માલવની વચ્ચેથી નિકળી જવાનુું વિચારી એણે માલવને કહ્યું 'તું કોઈ બીજા દ્વારા પૂછી લે એનાં કરતાં ખૂદ જ જાણી લે તો વધારે સારું !

માલવે અંશના કહ્યા પ્રમાણે ભક્તિને જણાવી દીધું. ભક્તિ એ કહ્યું, ''જો હું તારી સાથે ફ્રેન્ડ તરીકે રહુ જ છું તો પછી ફ્રેન્ડશીપ કહેવાની શી જરૃર છે ?'' ''હું તારી સાથે લાંબો સમય વિતાવવા માંગુ છું.'' તેમ માલવે જણાવ્યું. ભક્તિ એ જવાબ આપ્યો, ''પરંતુ મારી ભૂતકાળની એક ઘટના બની ત્યારથી હું કોઈ સાથે ફ્રેન્ડશીપ કરવા નથી માંગતી''. માલવ બોલ્યો, ''હાથની પાંચેય આંગળીઓ સરખી નથી હોતી ભક્તિ. ને એવી તે શું ઘટના છે કે તું ના પાડે છે.'' ભક્તિ એ કહ્યું ''એ ઘટના મેં બૂકનાં પાને-પાને લખી છે. કાલે હું તને આપીશ.''

બીજે દિવસે જ્યારે ભક્તિ એ બૂક આપી તો માલવે વાંચી અને પરત કરી ને જણાવ્યું, ''ભક્તિ તારી બૂક વાંચી પછી લાંબો વિચાર કર્યો છે જો જીવનમાં કંઈ મેળવવું હોય તો તારા જેવી છોકરી સાથે લગ્ન કરી જીવન પૂરું કરવું એવું મેં નક્કી કર્યું છે. સૉરી, તમે ગમે કે 'ના' તે મને નથી ખબર''. ભક્તિ માલવને કંઈ જવાબ ન આપી શકી. થોડી ક્ષણો પછી બોલી. ''હું કદાચ તને હા પાડું તો પણ મારા લગ્ન તારી જોડે ક્યારેય મારા-પિતા નહિ કરે કારણ કે તું બીજી કાસ્ટનો છે તેમ જ આપણું ગામ પણ એક છે. છતાં હું તારી સાથે એક ફ્રેન્ડ તરીકે કાયમ રહીશ.

ધીમે ધીમે થતાં સમય ઘણો સરી ગયો ને ભક્તિને ને ખબર ના રહી કે માલવ તેનાં દિલમાં આવી વસી ગયો છે. હવે આખો દિવસ માલવ ભક્તિના મનમાં રહેવા લાગ્યો. માલવ તો પ્રેમ કરતો જ હવે આખો દિવસ તેનાં વિચારમાં રહેવા લાગ્યો. બંને આખો દિવસમાં એકવાર ફોન પર વાત ન કરે તો ચેન ન પડે.

કોલેજમાંથી છૂટા પડયા પછી ઘણો સમય વીતી ગયો. એક દિવસ માલવે જણાવ્યું હું શહેરમાં હવે મારી નોકરી માટે જાઉં છું.

ભક્તિ ખૂબ રડવા લાગી. માલવે જણાવ્યું, ''હું તને કંઈ ભૂલી જવાનો છું? હું ત્યાંથી પણ ફોન પર વાતો ચાલું જ રાખીશ. તારે તો ખુશ થવું જોઈએ. હું નવા બિઝનેસ માટે જઈ રહ્યો છું.'' માલવે શાંત કરી અને શહેર છોડી ભક્તિથી ઘણા માઈલો દૂર ચાલ્યો ગયો. માલવ ત્યાંથી પણ ભક્તિ સાથે વાતો કરવાનું ક્યારેય છોડતો નહિં.

ધીમે-ધીમે માલવ શહેરનાં વાતાવરણમાં ભળી ગયો. ભક્તિ સાથે વાતો કરવાનું ધીમે-ધીમે ઓછું થતું ગયું. ભક્તિને બદલાયેલાં માલવની જાણ થઈ ચૂકી હતી.માલવ હવે ભક્તિ ને ક્યારે-ક્યારે પોતાની ઈચ્છા મુજબ જ ફોન કરતો.

લાંબા સમય પછી એક દિવસ આખરે માલવે ભક્તિ ને જણાવ્યું ''પોતે બીજી છોકરી માલા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તું શું કહે છે ?'' ભક્તિએ લગ્ન કરી લેવા જણાવ્યું ને ફોન નીચે રાખી દીધો. ભક્તિ એ મનને પૂછ્યું, ''માલવ સાચે પરણી જશે ? અંદરથી ખૂબ જ તૂટી પડી. દિલ પર વજન લાગ્યો. હૈયું કંપી ઉઠયું. હાથ પગ ધ્રુજવા લાગ્યા. કંઈ જવાબ પણ નહોતો અને કંઈ સવાલ પણ ન-હોતો. મનોમન જ આંસુડાને હૈયામાં વહાવી કોરું કર્યું. આંખોનાં ખૂણાં ભીનાં થયાં. બે હાથ વડે લૂછી રૃમમાંથી બહાર આવી કોઈને ખબર ના પડે એ રીતે કામમાં વ્યસ્ત થઈ ગઈ.

માલવનાં લગ્ન નજીક આવ્યા. માલવે ભક્તિને ફોન કર્યો. ''જો હવે મારા લગ્ન થવાનાં છે. હું તારી સાથે કાયમ ફ્રેન્ડ તરીકે રિલેશન રાખીશ જ. મેં મારી પત્નીને તારા વિશે જણાવી દીધું છે. તે નારાજ નથી પરંતુ હવે રિલેશન રાખું ને નાહક જાણ થાય તો નારાજ થાય માટે હું હવે તારી સાથે ઓછા રિલેશન રાખીશ. પરંતુ જ્યારે પણ તારે મારી જરૃર પડે ત્યારે અડધી રાત્રે પણ મારા દરવાજા ખટ ખટખટાવજે. કોઈપણ પ્રશ્નનો ઉકેલ હું આપીશ.

પરંતુ જીવનમાં ક્યારેય જિંદગીને અટકાવીશ નહિં કે જ્યાં પૂર્ણ થઈ જાય. તુ રડે છે મને ખ્યાલ છે. પરંતુ તું શું મારી સાથે લગ્ન કરવાની હતી ? ભક્તિ તારા પિતા શું મારી સાથે તારા લગ્ન કરી દેવાના હતાં ? ભક્તિ એ 'ના' કહી ફોન બંધ કર્યો. એક ખૂણામાં દિવાલે માથુ ટેકવી રડી-રડીને આંખોના પોપચામાં સોજો લાવી દીધો. બંધ કમરામાં અંધારાં હોવાથી તેની વેદના ભરેલી કોઈ જોઈ ન શક્યું.

સમય જતા એક દિવસ અંશ ભક્તિ ને રસ્તા પર મળ્યો. બંને આમતેમ થોડી વાતો કરી એકબીજાનાં નંબર લઈ છૂટા પડયા.

એક દિવસ અંશ નો ફોન આવ્યો. અંશે ભક્તિ સાથે વાત કરી. પરંતુ દર્દથી ભરેલી ભક્તિ કશું બોલી ના શકી. આકાશ પણ જાણતો હોવાથી તેની સાથે એક ફ્રેન્ડ તરીકે વાત કરી.

ઘીમે-ધીમે થતાં અંશે ભક્તિ ને દર્દના દરિયામાંથી બહાર લાવ્યો. ભક્તિ પ્રેમને વિસરી પરંતુ પ્રેમના દિવસોને ક્યારેય ના વિસરી. ભક્તિ ખડ ખડાત હસતી. મજાક કરતી હવે અંશ ખુશી થી આનંદ સાથે દિવસો પસાર કરવા લાગી.

એક દિવસ આખરે અંશે પોતાના મનની વાત જણાવી દીધી. ભક્તિ નું હૃદય ભારે-ભારે થયું ને કહેવા લાગી, ''હવે મારા દિલમાં પ્રેમની કોઈ જ જગ્યા રહી નથી. દર્દથી ભરાયેલું છે. ફરી હું દિલને દર્દ પહોંચાડી ઠેસ નથી લગાવવા માંગતી, એ તું જાણે છે કે મારા જીવનની ક્ષણોની વ્યથા શું છે. અને પિતાજી પણ મારી પસંદગીમાં ક્યારેય સામેલ ન થાય. માટે તું કોઈ બીજી છોકરીને પસંદ કરી જીવનગ્રંથીથી જોડાય જા. અંશે બિલકુલ 'ના' કહી ને કહ્યું, ''ભક્તિ પાંચ વર્ષ પહેલાં જ મેં તને મારા દિલની ફ્રેમમાં મઢી લીધી છે. હવે એ ક્યારેય દૂર ન થાય.

થોડાં-થોડાં દિવસે અંશ ફોન કરતો. ભક્તિ માલવનાં દિવસોને ભૂલવા લાગી. આખરે એક દિવસ અંશ ભક્તિનાં દિલનાં દ્વારે પહોંચી ગયો. એક દિવસ અંશે ભક્તિ ને કહ્યું મારે તારી નજીક બેસી વર્ષોની વાત કહેવી છે તું મારા પર વિશ્વાસ રાખજે. તું મને મળવાની ના પાડે છે માટે કહું છું હું બીજા જેવો વાસનાનો ભૂખ્યો માણસ નથી. હું તારા મનની સાથે જોડાયેલો છું તારે મારા પ્રેમની કસોટી કરવી હોય તો જે કસોટી કરવી હોય તે, હું તેમાંથી પસાર થવા તૈયાર છું.'' બસ એકવાર તું મળવા માટે આવ.''

ભક્તિ ને હંમેશા અંશે પોતાની વાત જણાવવાં રૂબરૂ મળવાનું કહ્યું હરેક સમયે ભક્તિ એ 'ના' જ કહી. ભક્તિને લાગતું નાહક ખોટું બોલી બહાર નીકળવું ? પોતાને શોભતું હોય તેમ વર્તન કરવું ? પિતાજીનાં દિલને ચોંટ પહોંચાડવી ગમતી નહિં. ભક્તિ એ અંશ ને પૂછ્યું 'તું શું કહેવા માંગે છે. અને આજ સુધી તે મને કેમ જણાવ્યું નહિં ? અંશે કહ્યું ''જ્યારે તને જાણ કરવાનો હતો તે જ દિવસે માલવે જણાવ્યું કે તે તને પસંદ કરે છે માટે મારા દોસ્તનાં દિલને ચોંટ ના પહોંચે એટલે હું રસ્તામાંથી હટી ગયો. ને મારા મનની વાત મેં મનમાં ને મનમાં જ દફનાવી દીધી.

આ મારા પ્રેમની કસોટી થઈ ગઈ'તી. હવે તારે મળવા માટે મને હા કે ના નો જવાબ આપવાનો છે હું તને સમય આપું છું તું વિચારીને મને કહેજે. ''ભક્તિ એ 'ના' કહી અંશે કહ્યું તું એકવાર વિચારી મને પછી જ કહે જે આજે હું તારી હા કે 'ના' ને નહિં સ્વીકારું'' ભક્તિ એ કહ્યું, ''પિતાજી સમક્ષ જૂઠું બોલવું મને પસંદ નથી, લાગતું.'' ત્યારે અંશે જણાવ્યું ''તું મારી સાથે ફોન પર વાત કરે છે ત્યારે જૂઠું બોલે છે તેવું નથી લાગતું ? હસી, પડી ને ફોન નીચે રાખ્યો. અંશ ને મજાક કરવી ખૂબ ગમતી.

એક દિવસ ભક્તિ એ ફોન કરવાનું વિચાર્યું અને મળવા માટે કહેવાની વાત મનમાં ઘડી. સંધ્યા કાળ હતો. પૂરું આકાશ આછા લાલ-પીળા રંગથી છવાયેલું હતું. સૂરજનું તેજ આછુ-આછું હતું. અંજવાળું શમી જવા આવ્યું હતું. તે સમયે ભક્તિ એ અંશ ને ફોન કર્યો. અંશ ખૂબ ભારે અવાજમાં વાત કરી. ભાર્ગવી ખૂબ ગભરાય ગઈ. તેણે પૂછ્યું 'કેમ તબિયત ઠીક નથી ?'

''ના'' હોસ્પિટલમાં એડમિટ થયો છું બોલ શું કામ છે?'' અંશે પૂછ્યું. ભક્તિ બોલી ''સાચું કહે શું થયું છે? અંશે જવાબ આપ્યો, ''મારી સાથે ખોટો સમય ના, બગાડ. અંશ ને કંઈ જવાબ ન મળતાં પ્રેમ ભર્યા શબ્દોથી પૂછ્યું, ''બોલ શું કામ છે? કંઈ હતું? ભક્તિ એ જવાબ આપ્યો. કંઈ નહિ. સાજો થઈ જા પછી ફોન કરજે. 'હા' કહી અંશે ફોન રાખ્યો, પરંતુ ભક્તિ ખૂબ ગળગળી થઈ ગઈ શું થયું હશે? કંઈ જવાબ ન આપ્યો? સ્વસ્થ થઈ ફરી વિચાર કરી બોલી. ''આમ પણ મજાક કરવાની તો ટેવ છે. કંઈ નહિં અંશનો ફોન આવશે એટલે હું ખુશી-ખુશીનાં સમાચાર આપીશ.''

આઠ દિવસ સુધી ભક્તિ એ અંશ નાં ફોનની ચાતક પક્ષી જેમ રાહ જોઈ પરંતુ ફોન આવ્યો નહિ ને કર્યો પણ નહિ. ભક્તિ અને અંશ સિવાય આમ પણ કોઈને ખબર પણ નહોતી. એટલે કોઈને જ જણાવવામાં બહેતર છું, તેમ સમજી અંશ નાં મિત્રને પણ ફોન ન કર્યો, નાહક કોઈને કહુ ને અંશ ને મારા રિલેશન વચ્ચેની વાત ઘર સુધી જાણ થાય તો ખોટું લોકોમાં ફજેતી થાય એનાં કરતાં ન કહ્યામાં નવ ગુણ' સમજી કોઈને ન કહ્યું. છતાં ભક્તિથી રહેવાયું નહિં.

સૂરજ ડૂબવા આવ્યો હતો. અંશ અંધારામાં જવાની તૈયારીમાં હતી. સૂરજનું તેજ આચ્છાદિત હતું. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. તે સમયે ભક્તિ એ અંશ ના મિત્રને ફોન કર્યો. ને પૂછ્યું 'શું ચાલે છે? ''આટલા દિવસ કોલેજ પછી યાદ કર્યો ? ''અંશ નાં મિત્રએ પૂછ્યું, ભક્તિ બોલી, કંઈ નહિ બસ. શું કરે મિત્ર મંડળ. કુશળ તો છે ને સહુ? અંશ નાં મિત્રએ જવાબ આપ્યો'' શું વાત કરું ભક્તિ. જવા દેને.

આપણી વચ્ચે હસીને હસાવનાર, સુખી કરીને સુખી થનાર, દુ:ખને દરિયા દિલમાં સમાવી લેનાર અંશ કમળા નાં ઘેરામાં આઠ દિવસ રહી દુનિયા છોડી ચાલ્યો ગયો.'' સાંભળતાં જ ભક્તિનાં હાથમાંથી ફોન સરકી ગયો. તેની આંખોમાંથી દડ-દડ આંસુડાં વહેવા લાગ્યાં. છૂપાવવા છતાં આ છૂપાવી ન શકે. રડે તો પણ કોની સામે ? કહે કો પણ કોને ?

ભક્તિ ને લાગ્યું ચકડોળ ફરતી દુનિયા ના મેળામાં એકલી રહી ગઈ. સાચે આજ મારો સૂરજ આથમી ગયો ? અંધકાર છવાઈ ગયો ? પ્રેમનો અંશ સૂરજ સાથે આથમ્યું ને મારા અંશ સાથે મારી જિંદગી આથમી ગઈ ? હૈયાને આંસુડાથી ભરી દીધું. તેમાં ન સચવાતાં આંખોમાંથી બહાર વહેવા લાગ્યા. દુ:ખોનાં ઘેરામાં છવાય ગઈ લાગણી જાણે પૂર સાથે તણાઈ ગઈ. પ્રેમ કરનાર દુનિયા છોડી તારાઓના જૂંડ માં ચાલ્યો ગયો. દર્દની પીડાએ ઘેરી લીધી. રૃમનાં એક ખૂણામાં દિવાલને માથું ટેકવી અવાજ ન આવે એ રીતે રડી-રડીને ફરી આંખોનાં પોપચામાં સોજો લાવી દીધો.

આઠ દિવસથી જાણે રોકી રાખેલું 'રુદન બધા બંધનો તોડીને વહેવા લાગ્યું ડૂસકે-ડૂસકે રડતા કેટલા કલાક ગયા હશે તેની તેને ખબર 'ના' રહી વકી ગયેલાં બધાં જ કલાકો ભક્તિ સમેટી ના શકી. પરંતુ જે સમય સરી ગયો તે કેમ વિસરી શકાય? ભક્તિ ને અંશ નાં શબ્દો કાન પર ગૂંજવા લાગ્યા. અંશ ની સાથે વિતેલી ક્ષણો ભક્તિને તાજી થવા લાગી. ને અંશ સાથેનાં વિશાળ સોનેરી સપના દિલનાં દર્દને વધારવા લાગ્યા. વેદનાની કોઈ સીમા 'ના' રહી. ભક્તિ અને અંશ વચ્ચેની વાર્તાની કટાર વહેવા લાગી.

ભક્તિ જાણે અંશનું પરિમાણ પણ ન કરી શકી હોય તેમ દિવાલ સાથે બાથ ભીડી કહેવા લાગી. ''દુનિયાને અજવાળુ દેનાર અંશ ને એક દરિયાઈ મોજું આવી પહોંચ્યું ને ખેંચી ગયું. વિશાળ અંશને બાહોમાં સમાવી લીધો કે ! ભગવાન મને જાણ પણ ન થઈ ? પ્રેમ કરનારની કસોટી શું આ રીતે જ તું લે છે ? તારો જવાબ 'હા'માં હશે તો આ દુનિયા પ્રેમ કરવાનું છોડી દેશે. અને 'ના' હશે તો મને અંશથી તે દૂર શા માટે કરી? મારી એવી કંઈ તકસીર હતી ? કે તે મારા દિલનો અવાજ ન સાંભળ્યો ? કહી ધ્રૂસકે ધ્રૂસકે દિવાલ સાથે રડવા લાગી. અંતે ભક્તિને લાગ્યું પોતે હારી ગઈ, ને હૈયું આજે આંસુડાથી ભરેલું ખાલી કર્યું.

ભક્તિ ખૂબ જ ભારે સ્વરોમાં મનોમન તેને કહેવા લાગી. ''તું એકવાર પણ અંશનો સ્પર્શ ન પામી શકી ? અંત ઘડીએ તેનું મોઢું જોવાની પણ તક ન મળી ? કેવી કમનસીબ છું કે સાચા પ્રેમ મેં કાયમ માટે ગુમાવી દીધો.


Rate this content
Log in