STORYMIRROR

Hansa Shah

Classics Inspirational

4  

Hansa Shah

Classics Inspirational

વિશ્વાસ

વિશ્વાસ

4 mins
361

મારા પપ્પા અને મારી મમ્મી હર ઘડી મારા તરવૈયા થઈને મારે પડખે ઊભા રહ્યા છે. આજે જ્યારે એ નથી ત્યારે એમની બહુ યાદ આવે છે. પપ્પા દિવસ રાત કામ કરતા અને હું હંમેશા પપ્પા સાથે ઝઘડો કરી દેતી, 'પપ્પા તમને તો ખાલી પૈસા જ જોઈએ છે. અમારી સાથે બેસો ને પપ્પા !'

ત્યારે લાડથી સાંજે સમજાવતા "બેટા મોટી થઈશ ને ત્યારે તને ખબર પડશે કે પૈસાનું પણ કંઈ વેલ્યુ છે. હું આ બધું મારા માટે નથી કરતો, તમારા લોકો માટે જ કરું છું.

તો પણ પપ્પા અમને તમે જોઉં છું એમ હંમેશા પપ્પાને કહેતી પપ્પા સામે લાડથી ક્યારેક જગડતી પણ મને એક કિસ્સો યાદ આવે છે.

આજે તો પપ્પાની જરૂર હતી. જીવનમાં નાની મોટી તકલીફો તો આવતી રહી, પણ દરેક વખતે મા પડખે ઉભી જ હોય. જીવનને સફળ બનાવવામાં માની પ્રાર્થનાઓ અને એના પ્રયત્નો હંમેશા સાથે જ રહ્યા. એ હોય એટલે કોઈની જરૂર નહિ, એવો એક વિશ્વાસ બંધાયલો રહે. પણ આજે પપ્પાની જરૂર હતી.

પાયલને બરાબર યાદ છે એ નાનપણ ના દિવસો, જ્યારે એ બીમાર પડતી. મા આખી રાત જાગતી, સમય પર દવા આપતી, પોસ્ટિક ખોરાક ખવડાવતી અને જ્યાં સુધી એ સાજી ન થાય ત્યાં સુધી ખડે પગે એની સેવા કરતી. મા હોય એટલે કોઈની જરૂર ના પડે. જ્યારે એ સ્કૂલ જતી થઈ ત્યારે લેશન કરાવવું, સ્કૂલ માં ટીચરને મળવું, એ બધું જ મમ્મી સંભાળતી. ત્યારે લાગતું કે મા છે ને, બીજા કોની જરૂર ? પપ્પા મોટા ભાગે કામથી બહાર જ રહેતા. હું રાતે સૂઈ જાઉં પછી આવતા અને સવારે હું ઉઠું એ પહેલાં તો કામ પર જતા. ક્યારેક ક્યારેક મળતા રહેતા. ત્યારે મનમાં થતું કે પપ્પાને તો અમારી કંઈ પડી જ નથી. પણ હવે સમજાય છે જીવનમાં પરદા પાછળની એમની ભૂમિકા.

લગ્ન કરીને જ્યારે પતિના ઘરે ગઈ ત્યારે જે પાછળ છોડ્યું એ હતું પિતાનું ઘર! વિદાય વખતે પિતાના છેલ્લા શબ્દ કાનમાં પડ્યા હતા, "બેટા જીવનમાં કઈ પણ તકલીફ પડે તો તારો આ બાપ બેઠો છે." અને એક આત્મવિશ્વાસ સાથે આગળ વધી હતી.

લગ્ન થોડા સમય પછી પતિને બિઝનેસમાં મોટી ખોટ ગઈ અને ત્યાંથી જીવનમાં સંઘર્ષો ની શરૂઆત થઈ. પણ બે બાળકની જવાબદારી હતી એટલે જીવન જીવવું અસહ્ય બની રહ્યું હતું. એવા દુઃખના સમયે સહુથી પહેલાં કોઈ યાદ આવ્યું તો એ હતા પિતા. એમના શબ્દો યાદ આવ્યાં, "ક્યારે પણ કોઈ તકલીફ પડે તો તારો આ બાપ બેઠો છે." કહે છે ને કે જીવનમાં જ્યારે કોઈ તકલીફ કે પીડા થતી હોય ત્યારે આપોઆપ જ મોઢા માથી ,"ઓ મા રે..."નીકળી જાય છે.પણ જ્યારે સામેથી કોઈ મોટો પડકાર આવતો દેખાય ત્યારે તો, "ઓ બાપ રે..." જ નીકળે.

બસ પપ્પાને એક ફોન કરવાનીજ વાર હતી અને પપ્પા હાજર થઈ ગયા. સાસરામાં હતી ત્યારે મમ્મી સાથે તો રોજ વાત થતી. ક્યાંક રસોડામાં મૂંઝાઈ જાઉં અથવા તો ક્યાંક નવા બાંધેલા સંબધમાં ગુચવાઈ જાઉં એટલે મમ્મી સાથે વાત થઈ જાય અને ફટ ઉકેલ આવી જાય, પણ આજે એક મોટો નિર્ણય લેવાનો હતી,આજે તો પપ્પાની જ જરૂર હતી.

પપ્પા આવ્યા અને સમાજમાંથી આવતા પડકારોનો હિંમતથી સામનો કરીને મારા વિખેરાયેલા જીવનને સમેટવા માં મારી મદદ કરી. જ્યારે નાની હતી ત્યારે પપ્પા હંમેશા ઘરની બહાર રહેતા અને ત્યારે થતું કે પપ્પા પાસે તો આપણા માટે સમય જ નથી પણ હવે સમજાયું કે ઘરની બહાર રહેતા પિતાએ અમારું જીવન કેટલું સુરક્ષિત કર્યું હતું. રાત દિવસની મહેનત પછી એમણે એટલી જોગવાઈ તો કરી લીધી હતી કે હું ધીરે ધીરે એમની આર્થિક મદદથી અમે પોતાનો વ્યવસાય શરૂ કર્યો.હુ આર્થિક રીતે સક્ષમ થયા.

બસ પછી તો એમના આધારથી મારી જિંદગીના વિખેરાયલાના ટુકડા એક પછી એક ફરી જોડાવા લાગ્યા અને મારી જિંદગીનું ચિત્ર ફરી પાછું પહેલા જેવું જ સંપૂણ લાગવા લાગ્યું. જિંદગી ફરી જીવવા જેવી લાગવા માંડી.

જિંદગીમાં એક બહુજ મહત્વની વાત કે ઘરની ચાર દીવાલોમાં એક હુંફાળો સ્પર્શ એટલે મા અને બહારની દુનિયામાં જાવ ત્યારે પહેરેલો સુરક્ષા કવચ એટલે પિતા ! આજે સમાજમાં મારા પતિનું અને મારું બહુ મોટું નામ છે. પણ એક સમયે એવો આવ્યો હતો ટ્રાન્સપોર્ટનો મોટો ધંધો ચાર ચાર ટેમ્પો. સટિંગ શુટિંગનો કારખાનું અને કાપડની મોટી દુકાન અચાનક બધું જ મારા હાથમાંથી છૂટી ગયું હતું.

પણ મારા પપ્પા અને મારી મમ્મીના મદદથી આજે અમે લોકો જીવનમાં સફળ થઈ ગયા. જ્યારે જ્યારે જરૂર ઓ પડી ત્યારે ત્યારે મારા પપ્પા મારે પડખે હતા. પપ્પા નો વિશ્વાસ અમને કરેલી એ મદદ હું ક્યારે નહીં ભૂલું. આવા તો અનેક મા બાપના આપણા ઉપર ઉપકાર હશે. કેટલી નાની મોટી આપણે ભૂલો કરી હશે આપણા મા-બાપ એ જ આપણને માફ કર્યા હશે.. આજે પેરેન્ટ્સ ડેના દિવસે એમના ગુણ અચાનક બધા યાદ આવે છે. છેલ્લી ઘડીએ રાખેલો પપ્પાએ મારા પર વિશ્વાસ મને યાદ આવે છે. મારી માનો હાથ પપ્પા મારા હાથમાં સોંપીને ગયા હતા.એ દિવસો પણ મને યાદ આવે છે દુનિયામાં કોઈ તમારા પર ક્યારે વિશ્વાસ ના કરે પણ એક એવો વિશ્વાસ તમારા માવતર જ તમારા પર કરી શકે.


Rate this content
Log in

Similar gujarati story from Classics