રક્ષાબંધન
રક્ષાબંધન
રક્ષાબંધન એટલે...ભાઈ બહેનના પવિત્ર પ્યાર નો તહેવાર. ભારતમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે. આપણા વડીલો પરંપરાગત આ તહેવાર ઉજવતા. આપણને એમની પાસેથી વારસામાં મળેલો એક સંસ્કાર. શ્રાવણ માસ એટલે વર્ષ દરમ્યાન અનેક તહેવારો અને આવતા શ્રેષ્ઠ દિવસો.
શ્રાવણ માસ એટલે ભક્તિથી છલોછલ અને એકબીજાથી પ્રેમથી ભરેલા દિવસો.
શ્રાવણ માસ એટલે વર્ષાના દિવસો.
શ્રાવણ માસ દરમિયાન દાન પુણ્ય કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં બધા એકબીજા સાથે મળીને રહે છે અને બધા તહેવારો ઉજવે છે. આવા પવિત્ર દિવસોમાં ભાઈ પોતાની બેનના ઘરે જાય છે. બેન એમના ઘરે આવે છે
આવા દિવસોમાં જઈ એના હાલાવાલ પૂછી આવે છે. બહેન પણ ભાઈની રાહ જોતી હોય છે, ભાઈ આવે તો બેન હરખઘેલી થઈ જાય છે.
વીર પસલી આપવા આવેલ ભાઈના,
સ્વાસ્થય અને વિકાસમાં સતત પ્રગતિ
થાય એવા આશિષ સાથે ભાઈને
રક્ષાકવચ સ્વરૂપે રાખડી બાંધે છે.
આ રાખડી બાંધવાના તહેવારને જ આપણે રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ. પહેલાના જમાનામાં આપણા દેશમાં વીર પસલી નામે જ તહેવાર ઉજવાતો પણ હવે આપણે અલગ અલગ દેશોમાં સ્થાન પામ્યા છીએ અને આપણો દેશ બદલાયો રે'ણી બદલાણી
અને આપણે રક્ષાબંધનનો જ તહેવાર મનાવા લાગ્યા. ભાઈ બહેના પ્રેમનો પ્રતિક એટલે રક્ષાબંધન. બેન ભાઈની કલાઈ પર રાખડી બાંધે છે અને ભાઈને આશીર્વાદ આપે છે, આ રાખડી ભાઈની રક્ષા કરે એવી ભગવાન આગળ દુઆ માંગે છે.
ભાઈ પણ બેનની રક્ષાની પ્રતિજ્ઞા લે છે.
