એલાર્મ
એલાર્મ
આમ તો એલાર્મ
એનું આત્મ સન્માન જળવાય
એટલે જ મૂક્યો હોય !
બાકી કાયમ એની પહેલાં જ ઊઠી જાઉં !
પ્રભાતિયાં ના પ્હોંરે !
ના એવું નથી કે મને, આળસ નથી !
મનેય ઊઠીને, પથારીમાં પડ્યું રહેવાનું
મન થાય જ..
પણ....
એ કરવામાં અનેક કાર્યો, અસ્તવ્યસ્ત થાય !
એટલે ક્યારેક ક્યારેક એવું કરું ખરી..
પણ... મોટે ભાગે... સમયને સાચવી લઉં
એટલે સમય મનેય સાંચવી લ્યે !
ઊઠતાં વેંત પછી, અનેક કાર્યો.. એકસાથે !
પથારી સંકેલો, બ્રશ, ઊડતી નજરે છાપું... બાબાને ઊઠાડું એમને ઊઠાડું, ઝાપટ ઝુપટ કરું, લોટ બાંધવાનું છોકરાના ટિફિનની તૈયારી કરવાની, હસબન્ડના ચા નાસ્તાની તૈયારી કરવાની, છોકરા માટે જ્યુસ, બદામ, લીંબુ પાણી બધું યાદ કરીને આપવાનું.
આજે ફટાફટ એક હારે
ત્રણ ફ્લેમના ચૂલે ત્રણ તપેલા તપેલી
ચા, દૂધ, પાણી, કુકર ઘણું સાથે ઉકળે તો
જ સમયસર કામ ઉકલે !
સાથે સાથે ત્યાં ઊભા ઊભા જ
આવેલ વોટ્સએપને પણ, ઓપન કરતી જાઉં
રીએક્ટ કરતી જાઉં...ક્યારેક કંઈક
રચના પણ રચી કાઢું !
અત્યાર સુધીમાં હું અનેક વાર ઉભરાઈ હોઈશ ક્યાંક બે લાઈન મળી જાય તો નવી રચના માટે મગજ દોડ્યા કરે અને ધ્યાન એમાં જાય જરા પર વિલંબ કરવા વગર ફટાફટ રચનાઓ રચતી જાઓ પણ...
ચા દૂધનો રેકોર્ડ છે ! એટલે મારી તપેલી જ
નહીં.. મારો ચુલ્લો અને પ્લેટફોર્મ પણ મારાથી
રાજી રાજી આફરીન છે !
ક્યારે પણ કોઈ વસ્તુ હજુ સુધી બૈરી કે ઉભરાણી નથી હાય રામ !
આજે હોંશિયારી કરવા ગઈ ને પાછી એની જ
રચનામાં રોકાઈ...
એટલે....
ત્રણેય ચુલ્લા એકસાથે ઉભરાયાં છે !
આજે તિથિ કઈ છે ખબર નહીં પણ
ઘેરે અતિથિ અનેક છે !
હે શીતળા માતાજી ક્યાંક
ચુલ્લાના ને વૉટ્સએપના વાંકે મારે
ટાઢી સાતમ આજથી જ ક્યાંક
આરંભાઈ ન જાય !
એટલી
અરજી !
