STORYMIRROR

Hansa Shah

Romance

3  

Hansa Shah

Romance

મોહિની

મોહિની

2 mins
112

મોહિની એસએસસીમાં હતી. ભણવામાં ખૂબ જ હોશિયાર અને દેખાવમાં બી ખૂબ જ સુંદર મોહિની આમ તો ફક્ત 15 વર્ષની જ હતી. પણ શરીર એકદમ ભરેલું અને લાંબી ઊંચી હતી, જાણે 20 વર્ષની હોય એવું લાગતું. લોકો એને જોઈને જોતા જ રહી જતા એને ચાલ મોહક હતી લોકો એને એકવાર જોઈતો જોતા જ રહી જતા.

જેવું નામ હતું એવી જ એનામાં સુંદરતા હતી. પડોશમાં રહેતા પડોશમાં રહેતા ગોપાલને મોહિની ખૂબ જ ગમતી. તે દિવસ રાત મોહીનીને જોયા કરતો મોહિનીની ઉંમર ઘણી કાચી હતી પણ એને ગોપાલની નજર પડખાઈ જાતી હતી.એને ઘરમાં પણ બધાને આ વાત કહી પણ ઘરના કોઈએ સમજ્યા નહીં.

મોહિની સ્કૂલે જાય તો ગોપાલ એની પાછળ પાછળ જતો, ક્લાસમાં જાય તો એની પાછળ પાછળ જતો, દિવસ રાત ગોપાલ મોહિનીની પાછળ જ રહેતો. મોહિની એકદમ આ વસ્તુથી કંટાળી ગઈ હતી. એને એની ભાભીને પણ વાત કરી પણ હસીમાં કાઢી નાખ્યું. બેનપણીઓને કીધું બેનપણીઓ કે એ તો તને પ્યાર કરતો છે. જો કેટલો પ્યાર કરે છે આખો દિવસ ને રાત તારી પાછળ ફરે છે.તું એની ભાવના સમજી નથી શકતી.

પણ મોહિનીને તો ભણવું હતું અને એ તો ભણવામાં જ મસ્ત. એમ કરતાં કરતાં એસએસસીની એક્ઝામનો ટાઈમ થઇ જાય છે. એક્ઝામ્પલ પૂરી થઈ જાય છે. મોહિની સારા ટકાથી એસએસસીમાં પાસ થઈ જાય છે. અને સારી કોલેજમાં એડમિશન લઈ લઈએ છે. પણ ગોપાલની તો એ આદત હતી જ અને એ કોલેજમાં જાય તો એની પાછળ પાછળ કોલેજમાં જતો. દિવસ રાત એની પાછળ જ રહેતો. મોહિની પણ હવે એ વસ્તુથી ટેવાઈ ગઈ હતી. ત્યારે બસનો ભાડો એક રૂપિયો હતો અને શોર્ટકટ થઈ જાય તો હાલીને પહોંચી જતા કોલેજમાં.

એક બ્રિજે જ ઉતરવાનો રહેતો તો મોહિની એની ફ્રેન્ડ સાથે ચાલીને કોલેજ જાતી. ગોપાલ પણ પાછળ પાછળ આવતો ક્યારેક સાયકલથી આવતો ક્યારેક બાઈકથી આવતો ને ક્યારેક ચાલીને પણ આવતો. એકવાર એવું થયું મોહિની અને નિશા બે ચાલીને જતા હતા. બરાબર બ્રિજ આગળ આવ્યા નીચે રેલવેની પટ્ટી હતી ગોપાલ ત્યાં ઉભો હતો. મોહિનીને એ પૂછ્યું, "તું મને આજે જવાબ આપ તું મને પ્યાર કરે છે કે નહીં, નહીં તો હું આ ટ્રેન પર પડીને આ પટરી પર પડીને મારો જીવ આપી દઈશ. હું તને બેહદ પ્યાર કરું છું."

મોહિનીની ઉંમર ભલે કાચી હતી, પણ બુદ્ધિ બહુ પાકી હતી પાક્કી હતી, એણે એને સમજાવીને કીધું મારે કોઈ પ્યાર ના ચક્કરમાં પડવું નથી, હવે તારાથી ઇન્તજાર થાય તો ચાર વરસ ઇન્તજાર કર. નહીં તો મને માફ કરજે મોહિનીને ત્યારે થોડું આ બોલતા ખરાબ તો લાગ્યું પણ ગોપાલને બચાવવા એ આ શબ્દો બોલી દીધા ફટાફટ.

ગોપાલ પણ એ દિવસેથી મોહિનીનો પીછો કરવાનો છોડી દીધું. એમ કરતા કરતા મોહિનીનો એજ્યુકેશન પૂરો થઈ ગયો. એજ્યુકેશન પૂરો થયો ત્યારે ગોપાલના ઘરના મોહિનીના રિશ્તાની વાત કરવા ગયા. ઘરના પણ આ રિશ્તો સ્વીકારી લીધો

 અને મોહિનીનાને ગોપાલના ધામ ધુમથી પછી લગ્ન કરી આપ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Romance