મોબાઈલ
મોબાઈલ
મોબાઈલથી મારું મઝધાર અટકેલું કામ પહાડ પડ્યું. બધાને લાગે કે મોબાઈલ આપણને રોકે છે. અને એના લીધે આપણા ઘણા કામ અટકી જાય છે. પણ આવું નથી, જો એનો સદુપયોગ કરીએ તો મોબાઈલ ઘણો ઉપયોગી છે. હું હવે મારું કાલનો દાખલો આપું છું. બહુ વધારે તો નહીં કહું. મારા ભત્રીજાની બેબીનો એનેમ કોલેજમાં એડમિશન માટે અમે ગુજરાતી હોવાનો પ્રુફ જોતો હતો, માયનોરીટી કોટામાં એનો નંબર આવી ગયો હતો. અમારી આગળ દેરાસરનો દાખલો તો હતો. પણ અમે ગુજરાતી અમે ગુજરાતમાંથી છીએ એ દાખલો નહોતો. અને અચાનક એ દાખલો આપવો જરૂરી લાગ્યું, હવે શું કરવું ?
મારી 15 વર્ષની ભત્રીજાને બેબીને યાદ આવ્યું ફઈબાને ફોન કરો. ફઈબા કાંઈક હમણાંને હમણાં કરશે કારણ કે હું સમાજમાં શિક્ષણ અને રાતનનું કામ કરું છું અને નાની મોટી કોઈની મુસીબત હોય તો તરત જ સોલ્વ કરી આપું છું. તો મારી બેબીને પણ એવું જ લાગ્યું ફઈબા બધું કરી શકે. એને મમ્મીને કહ્યું તું ફઈબા ને ફોન કર ફઈબા કંઇક તો કરશે મને એડમિશન તો જોઈએ છે, અને આમાં જ એનેમ કોલેજમાં મમ્મી 95% આવ્યા છે. તો હું બીજી કોલેજમાં તો નહીં જાઉં, અને મને ફર્સ્ટ લિસ્ટમાં લાગ્યું છે. ખાલી આપણે ગુજરાતી હોવાનું પ્રૂફ નથી એના માટે મારે નથી અને મારી ભત્રીજા વવે મને ફોન કર્યો. કેટલા વાગ્યા બપોરના 03:45 વાગ્યા હતા. મેં એને કીધું મને તું ખાલી 15 મિનિટ આપ, હું 15 મિનિટમાં કંઈક કરું છું,
મેં એક જગ્યાએ ફોન કર્યો, અને ભાઈને કીધું કે મને મારી ભત્રીજીનો આપણે ગુજરાતી છીએ એનો દાખલો જોઈએ છે. અને મારી આગળ ટાઇમ ખાલી હવે 20 મિનિટ છે, પહેલા તો એ ભાઈ એ કીધું તમારે આવવું પડશે, તમારે ફોર્મ ભરવું પડશે, અને પછી હું તમને દાખલો આપીશ. મેં કીધું મારી આગળ એટલું ટાઇમ નથી ઓન્લી 15 મિનિટ કે 20 મિનીટ મારા હાથમાં વધ્યા છે. અને હું રહું છું કાંદીવલી અને કોલેજ છે પારલામાં તો પોસિબલ નથી. એ લોકો પારલા કોલેજની બહાર બેઠેલા છે. તમે જ કંઈક મને આનાથી કરી આપો મોબાઈલ. મોબાઈલથી તમે ફોર્મ ભરી અને મને મોકલાવ દાખલો કાઢીને. થોડીવાર ભાઈ આના કાંઈ કરી, પણ આ મોબાઈલના લીધે મારું કામ પોસિબલ બની ગયું. મને 15 મિનિટમાં મારી ભત્રીજી પ્યોર ગુજરાતી છેનો પ્રૂફ મળી ગયો. મારું કામ ઘર બેઠા થઈ ગયું. એ ભાઈ એ દાખલાની ઝેરોક્ષ કરીને મને મને મોકલાવી દીધી. મેં મારી ભત્રીજાઓને ફોરવર્ડ કરી.
જો આ મોબાઈલ ના હોત' તો 'આ કામ ના થાત આજે હું મોબાઈલના લીધે બહુ જ ખુશ છું. ધીરુભાઈ અંબાણી બોલી ગયા હતા "કરલો દુનિયા મુઠ્ઠી મેં "આ વાત ત્યારે આ જૂઠી લાગતી હતી. પણ આજે આ વાત બહુ જ સાચી છે. એ ખબર પડે છે. આ મોબાઈલ આપણા હાથમાં છે, તો પૂરી દુનિયા આપણા હાથમાં છે. કયો પણ કામ આપણે એક ચુટકીમાં કરી શકીએ છીએ. વર્ષો પહેલા હું લખતી હતી નાની નાની કવિતાઓ અને શાયરીઓ વચમાં બધું છૂટી ગયું હતું. પણ આજે મોબાઈલ હાથમાં હોવાથી લખવાનું ચાલુ કર્યું ને આજે ઘણું સારું લખતા શીખી ગઈ. મોબાઈલ આપણને ગોડ ગિફ્ટ જ છે. એનો બસ સદઉપયોગ કરો તો બહુ જ સારું છે.
હજુને એક વાત યાદ આવી મોબાઇલ આવા પછી 35 વર્ષ પહેલાં છૂટી ગયેલા ફ્રેન્ડ એરિયામાં નાના નાના હતા ત્યારે રમતા હતા એ ફ્રેન્ડ ફેસબુક પરથી પાછા મલ્યા. જો મોબાઈલ ના હોત તો ક્યાંથી મલત. સ્કૂલ ફ્રેન્ડની તો વાત જ શું કરવી આજે બધા સ્કૂલ ફ્રેન્ડ સાથે છીએ, આ મોબાઈલ ના પ્રતાપે જ. મને તો મારી દુનિયા ફરીથી રંગીન બનાવવા માટે આ મોબાઇલ ઘણું કામ આવ્યો છે. એમ કહું તો આ મોબાઇલ જ મારી લાઈફ છે. ઘણા નવા ફ્રેન્ડ પર મોબાઇલથી મળ્યા. હા હજુ યાદ આવ્યું આ બે વર્ષ કરોના એમાં મોબાઈલ એ તો સાથ આપ્યો, છોકરાઓની સ્ટડી, નાના મોટા બીજા કામ, એકબીજાથી ટચમાં મોબાઈલ એ જ રાખ્યું અચાનકથી આવેલો કોરોના જો આ મોબાઈલ ના હોત તો બધા એકલા પડી ગયા હોત, છોકરાઓનું સ્ટડી છૂટી ગયું હોત, અને આપણે લાઈફના 10 વર્ષ પાછળ વયા ગયા હોત. પણ મોબાઈલથી બધું જ કામ ઇઝીલી પાર પડતું હતું. મોબાઈલ આવવા પછી બધા એકબીજાની નજીક આવ્યા. અને બધા કામમાં મોબાઇલ આપણને ઉપયોગી છે. મારા ખ્યાલથી તો, મોબાઈલ એ એક જીવન જરૂરી વસ્તુ છે, એના વગર આપણે અધૂરા છીએ.
