જિંદગી
જિંદગી
આ જિંદગી પણ ઘણી સુંદર છે,
તમે એકવાર શણગારી તો જુઓ...
ના રાખો માથા પર બોજ દુઃખોનો,
એકવાર આ બોજ ઉતારી તો જુઓ..
ઈશ્વરે દોરેલું સુંદર ચિત્ર છે જિંદગી,
ઈશ્વરની સુંદર કલાકારી તો જુઓ..
પુર્યા છે ઈશ્વરે નવરંગો આ ચિત્રમાં,
એકવાર આ ચિત્રને નિહાળી તો જુઓ..
બની તણખલું સંસારરૂપી સાગરમાં,
કોઈ ડુબેલા ને તમે તારી તો જુઓ..
બહુ મુશ્કેલ છે સમર્પણ કરવું અહીં,
કોઈની જીત માટે તમે હારી તો જુઓ.
