કેસર
કેસર
પિન્ટુની મમ્મી પિન્ટુને કહે.
પિન્ટુ આ અડધી વાટકી દૂધ કેમ બાકી રાખ્યું ?
શું દૂધ મફતમાં આવે છે ?
આટલું દૂધ શું વોશ બેસિનમાં ફેંકી દેવાનું ?
ના પીવું હોય તો લે છે શા માટે ?.......
પિન્ટુએ મમ્મીને પૂછ્યું.....
મમ્મી દૂધ મોંઘુ આવે છે કે કેસર (પૂજામાં વપરાતું). ?
મમ્મીએ પિન્ટુને કહ્યું...
કેસર મોંઘુ આવે !
કેમ તારે શું કામ છે ?
પિન્ટુએ મમ્મીને કહ્યું....
ના કંઈ નહીં...પણ હું દેરાસરમાં રોજ અડધી વાટકી કેસર ફેંકી દઉં છું. ત્યારે તું મને કંઈ બોલતી નથી ને એટલે !
ત્યારે વિચાર આવ્યો કે હા ! એ તો દેરાસર નું છે ને ! આપણે શું ? આપણા રૂપિયા થોડા બરબાદ થાય છે ? એટલે જ તું મને કંઈ કહેતી નહીં હોય.
શું આપણા ઘરમાં પણ આ હાલત નથી ને ?
ચાલો આજે જ આપણા ઘરના બધા સભ્યો સાથે 2 મિનિટ બેસી ને આ વાત ઘર ના સૌ સભ્યો નાના બાળકોથી લઈ વડીલો સાથે આ વાત સમજાવીએ દેરાસર ખાલી સંઘનું નથી આપણું પણ છે.
