STORYMIRROR

MITA PATHAK

Abstract Others

3  

MITA PATHAK

Abstract Others

વીર જવાન

વીર જવાન

1 min
196

ભગવાનનું મંદિર ખોલી ડાયરીમાંના ગુલાબને એકીટશે માધવી જોઈ રહી હતી. હૃદયની ધડકન જયારે એ ગુલાબને જોતી ત્યારે વધી જતી હતી. મનમાં એના એજ પડઘા સંભળાતા હતાં. 'હું થાઉં શહાદત તો......'..'હું થાઉં શહાદત તો.....ડાયરીના આગળના અક્ષરો વિખરાયેલા ને ધૂંધળા દેખાતાં હતાં..અને ગુલાબ બન્યું છે ભીની સુગંધ' એટલામાં નાનો પાર્થ દોડતો આવે છે. મમ્મી ચાલ મારે સ્કૂલે જવાનું છે. મારે આજે પરીક્ષા છે. શબ્દો કાનમાં ગુંજતા ઝડપથી ડાયરી બંધ કરી, પાર્થને ભેટી પડે છે. માધવી મનમાં બોલે છે બેટા પરીક્ષા તો મારી પણ છે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract