STORYMIRROR

Dr. Ranjan Joshi

Classics Crime Others

3  

Dr. Ranjan Joshi

Classics Crime Others

વેશભૂષા

વેશભૂષા

1 min
777

વૈભવી અને રંગીન રાજવી જીવન જીવતો રાજા એટલે વેન. તેના શાસનમાં સજજનોને ધિક્કારવામાં આવતા અને દુર્જનોને સત્કારવામાં આવતા.

એક વખત ઋષિઓએ કહ્યું

"મહારાજ... જો અમે દોષી જ હોઈએ તો આજથી કર્મકાંડ પણ છોડી દઈએ પણ હવે અમને શાંતિનો રોટલો ખાવા દો."

પણ વેનનો ત્રાસ યથાવત રહ્યો. 


શિકાર માટે નીકળેલો વેન એક સાંજે પાછો ફરતો હતો ત્યારે ડાકુઓથી ઘેરાઈ ગયો. તેના અંગરક્ષકો પણ એ ટોળી સાથે ભળી ગયા. અંધકાર તેના અંગોને લીંપતો લાગ્યો, આકાશ કાજળ વરસાવતું લાગ્યું. ચીસ ગળામાં જ અટકી ગઈ અને એક સાથે તમામની તલવારો તેના ગળા પર વીંઝાઈ. તેનું મસ્તક ઉડીને એક બાજુ પડ્યું. શરીર પર અનેક ઘા પડ્યા. મસ્તકની મીંચાઈ રહેલી આંખે જોયું તે ડાકુના વેશમાં એ જ ઋષિઓ હતા. વેનની આંખ ફાટી જ રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Classics