ઋતુ
ઋતુ
કેટલાય સમયથી ઝંખના હતી એવી છોકરી ઋતુ સાથે રોહિતના ઘડિયા લગ્ન થયા. અઠવાડિયામાં પ્રેમ અને સામા અઠવાડિયે લગ્ન. લાખોપતિ પિતાનો એકનો એક વંઠેલ પુત્ર એટલે રોહિત. ઋતુ જાણે તેના જીવનમાં વસંત બનીને આવી. એક મહિનામાં તો તેને રીતસરનો બિઝનેસ પાર્ટનરનો હોદ્દો પણ અપાય ગયો. પિતા બિચારા પેરાલિસિસને લીધે પથારીવશ હતા અને દીકરો પ્રેમવશ. એક રવિવારે ઋતુ પોતાના મિત્રો સાથે પિકનિક પર ગઈ. એક કલાકમાં તો બાપ-દીકરા બંનેના ફોન પર ધડાધડ મેસેજ ટપકવા લાગ્યા. "યોર અકાઉન્ટ બેલેન્સ ઇઝ કરન્ટલી લો." બંને ચિંતાતુર ચહેરે એકબીજાને પૂછી રહ્યા, "આ ઋતુ વસંત હતી કે પાનખર?"