Dr. Ranjan Joshi

Drama Tragedy

3  

Dr. Ranjan Joshi

Drama Tragedy

મેળાપ

મેળાપ

1 min
414


ધમાએ કચ્છના ભૂકંપમાં પોતાની પત્ની અને પુત્રી ગુમાવ્યાં, સાથે ઘર અને ઘરવખરી તો ખરી જ. રાત-દિવસ હસતી ખીલતી દીકરીનો ચહેરો અને એની વાતો તેને સતાવતા હતા. પોતાની દીકરી માટે તો એ આદર્શ પિતા હતો. બે દિવસ તો તે ભૂખ્યો-તરસ્યો આંસુ સારતો બેસી રહ્યો. ત્રીજા દિવસે એણે રાત્રે બેએક મવાલી જેવા માણસોને કાટમાળમાંથી વસ્તુઓ ચોરતા જોયા. માણસોના હાથ-પગ મળે તો ફેંકી દેવાના ને કામની વસ્તુ તફડાવી લેવાની. પછીથી તો આ તે મવાલીઓનો નિત્યક્રમ બની ગયો. તે મવાલીઓએ ધમાને પણ પોતાની સાથે જોડાઈ જવા કહ્યું. પણ તે સતત તેમનો સાથ આપવાની ના કહ્યા કરતો.


ભૂખ-તરસથી શરીર લથડવા લાગ્યું. આંખો ઊંડી ઉતરી ગઈ અને એક દિવસ ધમો પણ એ ટોળીમાં ભળી ગયો. કાયમી લૂંટારો બની ગયો. રોજની ચોરીથી આવક તો સારી થતી. દિવસે ને દિવસે ધમાને આ કામનો જોશ ચડવા લાગ્યો. એક વખત ફરી કાટમાળ ફંફોસતા એક ઝાંઝર મળ્યું અને ધમાની આંખ આંસુથી છલકાઈ ગઈ. હવે જો પોતાની દીકરી જીવતી મળે તો એ તેનો આદર્શ પિતા હતો એ પ્રશ્ન વિચારતો ધમો જડવત્ બની ગયો. જાણે ઝાંઝરે કાયમ માટે ધમાને દીકરીનો મેળાપ કરાવી આપ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama