STORYMIRROR

Dr. Ranjan Joshi

Tragedy Thriller

3  

Dr. Ranjan Joshi

Tragedy Thriller

શૌર્ય

શૌર્ય

1 min
613

નવરાત્રિમાં દુર્ગા પૂજા કરીને હમણાં જ ઘેર પહોંચેલા વિનોદને તેની પત્ની વંદનાએ વ્હાલથી આવકારીને કહ્યું, "તમે પૂજા કરી આવ્યા ને ડોકટર બૂનેય મને હારા હમાચાર આયપા. ઓણ સાલ બાપા બનશો તમેય.." તેની ખુશી અને લજ્જાએ વિનોદના ઉકળતા ગુસ્સાને જોયો નહીં. પેટ પર લાત મારીને વિનોદ બરાડ્યો "તારી ડોકટર બૂને એમય કીધું કે તું છોરી જણવાની છો.. મર તું ને તારી છોરી બેય..." વંદનાની પેટ અને હૃદયની બેવડી પીડા અને વિનોદના ભક્તિ અને શૌર્યના અકલ્પ્ય સંગમને મા દુર્ગા પણ જોઇ રહી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy