ચૂંટણી
ચૂંટણી


ભાનુમતીના સિદ્ધાંતવાદી પુત્ર યશવર્ધન અને પુત્રપ્રેમી પતિ જયપ્રકાશને કારણે અત્યારે પક્ષ ઘણો ઘસારો ભોગવી રહ્યો હતો.
ભાનુમતી પોતાના પી.એ. વ્યોમેશચંદ્ર સાથે ચૂંટણી વિષયક નિર્ણયો લેતા હતા. ત્યાં બગીચામાંથી માળીએ કેટલાક ગુલાબ લાવી તેમની સામે ધર્યા. ભાનુમતીએ બંનેને સંબોધતા કહ્યું. "આમાંથી ફૂલ ચૂંટી લો અને કાંટા સાફ કરી તેનો રસ્તો કરો."
બીજા દિવસે સવારે ચાર વાગ્યામાં સમાચારપત્રોનું પ્રિન્ટીંગ અટકી ગયું. ન્યુઝ ચેનલના રિપોર્ટરો લાઈવ ટેલિકાસ્ટ માટે દોડી ગયા. જયપ્રકાશના બંગલે અગ્નિશામક બંબાઓ પહોંચવા લાગ્યા. ભડભડ બળતા મહેલ વચ્ચે એક દેહ પણ બળી રહ્યો હતો. દેશના વફાદાર માળીરૂપી સૈનિકે જયપ્રકાશ અને યશવર્ધન રૂપી ફૂલોને ચૂંટી યોગ્ય કાંટો સાફ કર્યો હતો.