વચન
વચન
વચન — માઈક્રો સ્ટોરી
લગ્નના મંડપમાં નયનની આંખો સતત એક જ દિશામાં હતી — માળા સાથે ઉભેલી માલતી પર.હસ્તમેળાપ માટેની બધીજ વિધિ પતી ગઈ હતી , બસ વરમાળાની એક પળ બાકી હતી .
અચાનક માલતી બોલી,
નયન, એક વચન દેશો?
યુવાનીમાં તો ઠીક, પણ બુઢાપા મા હાથ આમજ જકડી રાખશો ને?
નયન સ્મિત કરી બોલ્યો, આ હસ્તમેળાપ ? આ તો ફક્ત શરૂઆત થઈ છે…
હું તો જીવનભર તારા દરેક સંકટ સામે દિવાલ બની ઊભો રહીશ.
વરમાળાની ક્ષણ આવી હતી, હજુ પણ તે નયનને ભીની આંખે જોઈને અટકી રહી હતી.
નયન … એક વચન આપશો?;
નયન વરમાળા હાથમા સરખી કરતા બોલ્યો,
કહો.;
માલતી હવે બોલી,
જે દિવસે તું હશે સિત્તેરનો… તે દિવસે હું હોઈશ છાસઠની… ત્યારે પણ પ્રેમ આવોજ રહેશે ને? આજ જેવો?
નયન હસ્યો,
પાગલ છે તું!
ત્યારે તો, હું તારા વગર ચાલી પણ નહિ શકું....,
આજથી જ તું મારી લાકડી અને તુજ મારી આંખડી.
બાકી રહ્યો પ્રેમ, તો એ દિવસોમા તે સૌથી વધુ હશે.કેમ કે મેં તને, મારી આખી જિંદગી અર્પિત કરી દીધી હશે.
બન્ને એ એકબીજાને પહેરાવતા બંનેની આંખોમાં સદા ચિરાયુવાની ચમકી ઉઠી.હસ્તમેળાપમા હવે બંનેના હાથની પકડ મજબૂત હતી
“Every human may die, but love lives forever.”
માળા સાથે જ બે દિલનું નવજીવનનું વચન વગર સુતરે બંધાઈ ગયું.

