Alpa Vasa

Abstract

3  

Alpa Vasa

Abstract

ઉપરવાળો

ઉપરવાળો

1 min
14.5K


“મારી જગા જ હાળી બુંદીયાળ છે. છાલિયું ક્યારેય ભરાતું જ નહીં ને. આજ તો હું આ જમનીની જગાએ જ બેહવાનો, એની જગા બહુ હારી, અડધા દિ’ મા તો છાલિયું ભરઈ જાય.” ઠૂંઠાએ બળાપો કાઢ્યો. ત્યાં જ ફૂલ પાંદડાના ચિત્રો વાળી નવી સાડી, સુગંધી તેલ નાખી સારી રીતે બેસાડેલા વાળ અને કાનમાં લટકણિયા લટકાવીને આવેલી જમનીને જોઈ ઠૂંઠો આંખ નચાવતા બોલ્યો, “વાહ જમની, તારો તે કાંઈ વટ છે ને!”

“પણ આજ આવી રૂપાળી થૈ’ન બેહીસ તે તન ભીખ કૂણ આલસે?“ ચિંતા કરતા મંદિરના પહેલા પગથિયાંવાળો પંગુ બોલ્યો.

“એ ઉપરવારો બેઠો સ, પછે મારે સુ ચંત્યા!”

“એ… ઉપરવાળો તો શું? પણ હમણાં પેલો શેઠ આવશે ને, ધોળા બાસ્તા જેવા કપડાંવાળો...” ઠૂંઠાનું વાક્ય હજી પત્યું નહી ત્યાં જ સફેદ પેન્ટ શર્ટ પહેરેલો મોહન, વર્દીની ટોપી અને બિલ્લો ગાડીમાં રાખીને આવ્યો. ઇશારો કરતા જ જમની એની પાછળ ચાલવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract