ઈશ્વર ક્યાં ?
ઈશ્વર ક્યાં ?

1 min

392
"ઈશ્વર ક્યાં?"
નાના બાળકને પણ પૂછતા આંગળી ચીંધીને કહેશે,
"ઉપર"
આ ઉપર એટલે કેટલું ઉપર ? અત્યારે ૧૮૩૮૦ ફીટ ઉપર 'ખારડુંગલા પાસ' પર, પ્રખર સૂર્યની તેજસ્વી આભામાંથી પસાર થઈ રહી છું. બર્ફીલા પહાડો વચ્ચે સુસવાટા મારતો પવન, મને કાનમાં કંઈક કહીને મારી પાસેથી વહી રહ્યો છે. કદાચ, ઈશ્વરીય પ્રદેશની હદ અહીં ક્યાંકથી જ શરૂ થઈ રહી હશે.
શા માટે લોકો કહે છે કે, "મૃત્યુ પછી અહીંજ આવવાનું છે." હું તો આજે જ, સ્વદેહે, સ્વાત્મા સહ સાનંદ અહીં છું, અહીં જ છું.
સદેહે, અત્યારે જ છું.