STORYMIRROR

Alpa Vasa

Abstract

3  

Alpa Vasa

Abstract

મેરેથોન

મેરેથોન

1 min
15.2K


શિયાળાની આલ્હાદક સવારના ૫:૪૦ એ ફ્લેગ ઓફ થયો ને સુરજે, બીજા લગભગ બે હજાર લોકો સાથે દોડવાનું શરૂ કર્યું. આ એની સળંગ દસમી મેરેથોન દોડ હતી.

“કીપ ઈંટ અપ…”

“વેલડન…”ના નારા વચ્ચે સૂરજની દોડ પૂર્ણ થઈ. આ વખતે તે બે સેકંડથી પહેલો નંબર ચૂકી ગયો હતો. પણ જરાય નારાજ કે નાખુશ ન હતો.

આટલી મોટી જનમેદની અને મિડિયાની હાજરી વચ્ચે તેનું નામ બોલાયું. સ્ટેજ પર તેને ઇનામી રકમનો ચેક અને ગળામાં મેડલ પહેરાવાયું. ખૂબ જ આનંદ અને ઉત્સાહથી વિજયી સ્મિત સાથે તેણે સહુ તરફ હાથ ઉંચો કરી હલાવ્યો. સ્ટેજ પરથી ઉતરતાં જ, જીતની વધામણી આપવા ઘરે ફોન કર્યો. ને પવનવેગે બેતાળીસ કિ.મી દોડીને આવેલા સૂરજના પગ ત્યાં જ ખોડાઈ ગયા. એક ડગલું પણ ચાલવા અશક્તિમાન થઈ ગયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract