Alpa Vasa

Crime Tragedy

3  

Alpa Vasa

Crime Tragedy

ધૂળનું ફૂલ

ધૂળનું ફૂલ

1 min
14.7K


“અરે, મંજૂ… તું પાછી આવી ગઈ?”

“મંજૂ, ક્યાં ગઈ હતી?”

“પણ આ અભેદ કિલ્લો તોડીને તું ગઈ કેવી રીતે? ને પાછી કેવી રીતે આવી?”

છ - સાડા છ મહિના પછી, પાછી ફરેલી મંજૂને જોઈને બાલિકાશ્રમની બધી નાની મોટી બાળાઓ તેને ઘેરી વળી. સૌ પોતાના મનમાં ઘોળાતા પ્રશ્નો પૂછવા લાગી.

આવા થોડા ઘણા પ્રશ્નોના જવાબ તો મંજૂએ મનોમન તૈયાર કરી લીધા હતા. પણ આ એકસાથે આટલાબધાં પ્રશ્નો પૂછાતાં એ જરા ગેંગે ફેંફે થઈ ગઈ.ને જવાબની જગ્યા એની આંખના આંસુઓ એ લઈ લીધી.

“અરે, શું છે અહીંયા? કેમ બધા મંજૂને ટોળે વળી રડાવો છો? જાવ તમે તમારે કામે વળગો.

આ લે, મંજૂ, મહંતજી એ ખાસ તારા પર પસંદગી ઢોળી છે, ને આ ફૂલ જેવા બાળકની જવાબદારી તને સોંપી છે. તો આજથી આ મહંતજીના બાળકની તારે મા બનીને ઉછેરવાનું છે. મહંતની જમણા હાથ સમી મેટ્રન ખંધુ હસતા બોલી.


Rate this content
Log in

Similar gujarati story from Crime