Alpa Vasa

Inspirational

0.0  

Alpa Vasa

Inspirational

મારા દેશને નામ પત્ર

મારા દેશને નામ પત્ર

3 mins
695


    " સૌથી પ્યારું, ભારત મારું" જે ખૂબ પ્રિય હોય, પ્યારું હોય એને તો પત્ર જ લખાય ને ! તો બસ, આજે એક પત્ર મારા દેશને લખું.       


મારા દેશને નામે પત્ર

મારી વ્હાલી માતૃભૂમી, 

તને દેશ કહું તો તું પુલ્લિંગ થઈ જાય. અને તું તો મારી માટે એકમાંથી પણ વિશેષ છે, તેથી મેં તને સ્ત્રીલિંગ કરીનેજ સંબોધન કર્યું. તારી સાથે મોઢામોઢ વાત કરવી તો શક્ય નથી, તેથી તારી યાદ આવતા મને થયું તને પત્રજ લખી લઉં. બોલાયેલા શબ્દો તો ભુલાઈ જાય, પણ પત્ર ફરી ફરી વંચાય તો ખરો. 

મારો અને મારા બધા પૂર્વજોનો જન્મ તારા ખોળે, તારી આ પાવન ભૂમી પરજ થયો છે. તારી માટીની સુગંધ મારી રગેરગમાં લોહી બનીને વહી રહી છે. હું ભારતીય છું એ જ મારી પ્રથમ ઓળખ, પછી મારા કુટંબનું અને પિતાનું નામ. 

દાદા અને પિતા પાસેથી મેં ખૂબ સાંભળ્યું છે તારા ઠસ્સા અને જાહોજલાલીની વાતો. તું છે પૂર્વનો ઉગતા સૂર્યનો દેશ. સમગ્ર વિશ્વમાં તારી ઓળખાણ ‘સોનાની ચીડિયા’ની હતી. સૌથી પ્રાચીન વિકસિત સંસ્કૃતિ તારી, અને દેવોની ભાષા સંસ્કૃતનું તું ઉદ્દભવ સ્થાન. પ્રખર પંડિતો, વિદ્વાનો, અને બુદ્ધિશાળી મનુષ્યોની તું જનેતા છે. સ્વયં શિવની જટામાંથી નીકળેલી નિર્મળ અને પવિત્ર ગંગા તારી પુત્રી છે. અને તારું રક્ષણ કરતો અડગ હિમાલય તારો પુત્ર. હા, હું માનું છું વચ્ચેનો થોડો સમય આપણા માટે કપરો હતો. પણ ખબર છે ને તને કે, ઈશ્વર બધાની પરીક્ષા કરતો હોય છે તેમ તેણે તારી પણ કરી. હવે તું જરા પણ મનમાં ઓછું ન લાવતી તારો એ સુવર્ણયુગ ફરી નજદીકના સમયમાંજ આવવાનો છે. એમાં મારો પણ નાનકડો ફાળો જરૂર હશે. 

ઘણાના મોઢે મેં સાંભળ્યું છે, કે “આ દેશ હવે આપણા માટે સુરક્ષિત નથી. હવે પરદેશ જઈને સ્થાઈ થઈ જઈએ.” ત્યારે મને વિચાર આવે છે કે એક માતા પોતાના બાળક માટે સુરક્ષિત ન હોય એવું ક્યાંય સાંભળ્યું છે ? કે જોયું છે ? જીવની કે સુરક્ષાની ગેરંટી દુનિયાયાના કોઈપણ ખૂણે કોઈ પણ આપી શકતું નથી. કહે છે ને વાગવાનું હોય તો ઉમરો ઓળંગતા પણ ઠેસ વાગે, ને હિમાલય હેમખેમ ઓળંગાઈ જાય. મા, મારું અસ્તિત્વ તો તારાજ ખોળે સંપૂર્ણ સુરક્ષિત છે. 

ખૂબજ ગર્વ છે મને તારી ગૌરવતાનો. કેટલી સહજતાથી તું વિવિધ ભાષા, ધર્મ, જાતી, ઉત્સવ, પહેરવેશ, રીતરિવાજોને તારામાં સમાવી સૌ પર સમભાવ રાખી રહે છે, જાણે એક કુટુંબનો મોભી. ખરેખર, વિવિધતામાં સંપૂર્ણપણે વણાયેલી એકતા જતો તારી આગવી ઓળખ છે. એ સૌએ તારી પાસેથી જ શીખવી ઘટે. 

અહીં તારી નજર સામે મને મારા દેશવાસી ભાઈ-બહેનનો જે સ્નેહ, પ્રેમ, સન્નમાન, માન, અધિકાર ને હક મળે છે એ વિદેશમાં ક્યાં ? અને એના દાખલા ઈતિહાસમાં છે, કે વિદેશમાં ગોરા - કાળાનો રંગભેદ, અને ઉચ્ચ - નીચનો વર્ગભેદ ખૂબ છે. એ અમારા બાપુ ગાંધીજીએ જ ક્યાં નહોતો અનુભવ્યો ? મારું તો ‘સ્વદેશ’ બોલતાજ મોઢું ગળપણથી ભરાઈ જાય છે. 

હજી હમણાંની જ વાત છે, મને ધરના દરેક સભ્યોનું ચૂપચાપ કામ કરતાં અને તેમની વર્તણૂક સાંખી લેતા જોઈ મારો પુત્ર મને કહે, “તને ખરાબ નથી લાગતું ? તું કઈ માટીની બનેલી છે ?” બસ , ત્યારે મેં એને પાસે બેસાડી, સમજાવતા ગર્વથી કહ્યું હતું,

“હું ગીર્વાણ ભારતની ગુણી માટીની બનેલી છું.

મા, માતૃભાષા ને માતૃભૂમી, આ ત્રણ આપણી ખરી સગી. માથી થયો જન્મ, માતૃભૂમીથી થયો વિકાસ, માતૃભાષાથી થયા માણસ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational