કુટુંબ પારા જેવું
કુટુંબ પારા જેવું


નવાઈ લાગી ને ! મને પણ આવી જ નવાઈ લાગી હતી, જ્યારે મારા ૩૦ વર્ષના ચઢ ઉતર સમયના લગ્નજીવનની ઉજવણીમાં એક વડિલે આશીર્વાદ આપ્યા હતા.
“તમારું ભર્યુંભાદર્યું કુટુંબ પારા જેવું બની રહે.”
આમ તો ઘણા આશીર્વચનો મળ્યા હતા, પણ આ આશીર્વાદ ભુલાય એવો ન હતો અને સમજાય એવો પણ ન હતો. સતત બે દિવસ મને મનમાં ઘોળાતા હતા આ શબ્દો, તેથી તેમને ફોન કરી પૂછી જ લીધું. મારા મનનું સાનંદ સમાધાન ત્યારે થઈ ગયું. તો હવે આપ વાચકના મનનું સમાધાન કરી જ લઉં.
“પારાનો ગુણધર્મ છે, બાહ્ય તત્વના પ્રહારથી ભલે છૂટો પડી જાય, પણ ખેંચાણ થતા પલકારામાં તરત ભેગો પણ થઈ જાય.” સમજાય તેને વંદન, ન સમજાય તે કુટુંબના વડીલને પૂછી લે.