Margi Patel

Tragedy Crime Thriller

4  

Margi Patel

Tragedy Crime Thriller

ઉમેશભાઈનું મર્ડર

ઉમેશભાઈનું મર્ડર

5 mins
269


ઘરમાં ભાગમદોડ મચી હતી. પોલીસ આવેલી હતી. ઘરના બધાં રડતાં હતાં. શેરલોક હોમ્સ એ રૂમમાં આવીને દેખ્યું તો ત્યાં ઉમેશભાઈનું બોડી પડેલું હતું. ઉમેશભાઈના મોતની ઘટના તો હાર્ટ અટેક બતાવેલી પણ, રિપોર્ટ અનુસાર અટેક કુદરતી નહોતો આવ્યો. કૃત્રિમ રીતે અપાયેલો હતો. આ સાંભળીને ઘરના બધાં શોક થઈ ગયાં.

ઉમેશભાઈના ઘરમાં તેમની પત્નિ વિના, છોકરો અર્જુન, દીકરી ગુંજન અને ઉમેશભાઈનો નાનો ભાઈ ગોવિંદ રહેતો હતો. શેરલોક હોમ્સએ ઘરના દરેક લોકોની પૂછતાછ કરી. પણ બધાંના રવૈયા અલગ જ હતાં. પહેલા ગોવિંદ ને રૂમ માં બોલાવ્યો અને પૂછવામાં આવ્યું કે, " ગોવિંદ ! તને શું લાગે છે ? કોણે તારી ભાઈની હત્યા કરી હશે ? તને કોના ઉપર શક છે ? " ગોવિંદ ત્યાં રડતાં રડતાં કંઈ ખબર નથી કહીને છૂટી પડ્યો. જયારે શેરલોકે વિના ને બોલાવી ત્યારે તેના મુખ પર કોઈ જ દુઃખ કે તેનો પતિ હવે આ દુનિયામાં નથી રહ્યો તેવો કોઈ જ લકીર જ નહીં. અને ઉપરથી એમ જ કહે કે આવા માણસ જોડે આવું જ થવું જોઈએ. શેરલોક ની વધારે કડકથી પૂછ્યું તો વિના એ તરત જ કબૂલી લીધું કે, " હા, હા, હા ઉમેશ ને મેં જ માર્યો છે. " આ સાંભળતા જ અર્જુન તરત જ બોલ્યો, " ના, મમ્મી એ પપ્પાને નથી માર્યા. મેં પપ્પા ને માર્યા છે. " શેરલોક એક ખૂની ના બે કાતિલ દેખીને વિચારમાં ડૂબી ગયો. અને બંને ને પોલીસ સ્ટેશન લઈ ગયો.

શેરલોક સાંજે ચાચા ચૌધરી જોડે જઈને ચાઈ પીવે છે. ચાઈની ચુસ્કી લેતા લેતા શેરલોક કંઈ ઔર જ ખોવાયેલો હતો. ચાચા એ આ દેખીને તરતજ સવાલ પૂછ્યો, " અરે હોમ્સ તું ક્યાં ખોવાયેલો છે ? મેં તને કદી આવો તો નથી દેખેલો. " હોમ્સ એ તરત જ જવાબ આપતાં કહ્યું કે, " હા ચાચા ! મારો આ પહેલો કેશ છે જેના એક મર્ડરનાં બે કાતિલ છે. અને એ સામેથી પોતાનો ગુનો માને છે. " હોમ્સએ ચાચા ને બધી વાત કહી. અને ચાચા એ ઉમેશની ઓફિસની તલાશી કરવાનું કહ્યું.

ચાચા ના કહ્યા પ્રમાણે હોમ્સ ઓફિસ જઈને ત્યાં તલાશી કરી જ રહ્યો હોય છે ને એટલામાં જ હોમ્સ ના હાથમાં એક ફાઈલ લાગે છે. ફાઈલ ખોલીને વાંચે એના પહેલા જ પોલીસ સ્ટેશનથી ફોન આવે છે. હોમ્સ પોલીસ સ્ટેશન જઈને દેખે છે તો ત્યાં ગોવિંદ પોતાનો ગુનો માને છે કે, ઉમેશભાઈનું મડૅર તેને કર્યું છે. હોમ્સ ખુબ જ ગુંચવાઈ જાય છે. ઉમેશે આવતીકાલે કાલની સવારે 10 વાગે બધાને ઉમેશના ઘરે ભેગા થવાનું કહ્યું.

હોમ્સ અને ચાચા એ પૂરી રાત ઉમેશ ના કેશ વિશે ખુબ જ જાજ પડતાલ કરી. સવારના 8 વાગી ગયાં હતાં. ચાચા એ હોમ્સને કહ્યું, " આપણા જોડે તો કોઈ જ સબૂત નથી. આપણે કેવી રીતે ખબર પડશે કે આ બધાં માંથી ખૂની કોણ છે. " એવા મા જ હોમ્સની નજર ઉમેશના ઓફિસમાંથી લાવેલી ફાઈલ ઉપર પડી. અને ફાઈલ વાંચતા જ હોમ્સ હસીને બોલ્યો, " ચાચા ! 1 કલાકમાં બતાવું તમને સાચો ખૂની. " કહીને હોમ્સ ઉમેશના ઘરે પહોંચી ગયો.

ઘરના દરેક સભ્ય બેઠકરૂમમાં આવી ગયાં હતાં. બધાં જ હોમ્સ અને ચાચા ના સામે દેખી રહ્યાં હતાં. હોમ્સ એ બધાં ને દેખીને કહેવા લાગ્યો, " તો શું બધાં આવી ગયાં. તો ચાલો શરૂથી શરૂ કરીએ. 28 ઓક્ટોબરની રાતે ઉમેશભાઈ શરાબ ના નશામાં ઘરે આવ્યા હતાં. ઘરે આવવાની સાથે જ ઉમેશભાઈ તેમના રૂમ મા જતા રહ્યાં. અને ઘરની કેરટેકર જોડે જમવાનું લઈને રૂમમાં આવવાનું કહ્યું. કેરટેકર રૂમમાં ખાવાનું તો મૂકી ને આવી. પણ તેની પાછળ પાછળ વિના ઉમેશભાઈ ના રૂમ મા ગયાં. તેમની તબિયત પૂછવા માટે નહીં. પરંતુ પોતના તાના મારવા માટે. વિના ને ઉમેશભાઈ ના અફેર ની જો ખબર પડી ગઈ હતી. એમ આઈ રાઈટ વિના ? અને એ નહીં પણ ઉમેશભાઈ ના જમવામાં હાઈ પાવર ડોઝ પણ મિક્સ કર્યો હતો." વિના ઊંચા અવાજ થી ગુસ્સેથી બોલી, " હા, હા, હા હું ગઈ હતી. અને મેં જ ઉમેશ ના જમવામાં તેનું બીપી હાઈ થઈ ને મરી જાય તેથી વધારે ડોઝ ની દવાઈ નાખી હતી." ચાચા તરત બોલે છે, " વિના શાંત શાંત ! તારી દવાથી ઉમેશ નું મોત નથી થયું.

ચાચા એ આગળ ની કહ્યું કે, "વિના ના રૂમ માંથી બહાર આવ્યા પછી, 10 જ મિનિટમાં પાછળ અર્જુન ગયો હતો. અર્જુન પણ ઉમેશની તબિયત પૂછવા માટે નહીં પણ બીજા જ કારણથી રૂમમાં ગયો હતો. જયારે અર્જુન ને ખબર પડી કે ઉમેશની બધી જ સંપત્તિ માં ગુંજન નો પણ એટલો જ હિસ્સો છે જેટલો અર્જુન નો. આ વાતથી અર્જુન છેલ્લા 6 એક દિવસથી ઉમેશભાઈ ને મારવાનો પ્લાન બનાવીને રહ્યો હતો. પણ જયારે અર્જુન ઉમેશ ના રૂમ માં ગયો ત્યારે ઉમેશની હાલત બગડેલી જ હતી. અને ઉમેશ ને અર્જુન વચ્ચે લડાઈ થવાથી અર્જુનના હાથે ઉમેશભાઈ ને ધક્કો લાગી ગયો. અને ઉમેશ ત્યાં જ ઢળી પડ્યો. અર્જુન ત્યાંથી ગભરાઈ ને જતો રહ્યો. પણ અર્જુનનાં ધક્કાથી પણ ઉમેશનું મોત નહોતું થયું. શું કહેવું ગોવિંદ ?"

બધાં ગોવિંદ ના સામે દેખતા હતાં. અને એટલામાં હોમ્સ બોલ્યો, " ગોવિંદજી તમને તો મિલકતનો એટલો મોહ નહતો તો કેમ ? " ગોવિંદ કંઈ જ બોલ્યા વગર એમ ઊભો રહ્યો તો હોમ્સે આગળ કહ્યું, " ગોવિંદ ને મિલકત નો તો મોહ હતો જ નહીં. પણ ઉમેશ અને ગોવિંદ બંને ભાઈનો જીવ એકમાં જ અટકેલો. સોનિયા. ઉમેશની ગર્લફ્રેન્ડ. જેની જાણ વિના ને થતાં ઉમેશ અને વિના છેલ્લા ત્રણ વર્ષથી એક ઘરમાં તો ખરાં પણ અલગ અલગ રૂમમાં રહેતાં. અને ગોવિંદ પણ સોનિયાના જ પ્રેમ માં ડૂબેલો. હાલાકી સોનિયા ગોવિંદ કે ઉમેશ કોઈને પણ પ્રેમ કરતી નહોતી. એને તો બસ ઓફિસ માં પાવર જોઈતો હતો. ઉમેશ ને સોનિયાની હકીકત ખબર પડી ગઈ તો સોનિયા ને ઓફિસમાંથી નીકાળી દીધી. ગોવિંદ સોનિયાની વાતોમાં આવી ને જયારે અર્જુન ઉમેશના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે 5 મિનિટ માં જ ગોવિંદ ઉમેશ ના રૂમમાં ગયો. અને સોનિયા ને ઓફિસથી નીકળવાનો ગુસ્સો ગોવિદે ઉમેશનું ગળું દબાવીને નીકળ્યો. " આ સાંભળતા જ ગોવિંદ તરત જ હોમ્સ ના આગળ આવીને પોતાના ગુનાની માફી માંગી ને તેની સાથે જવાનુ કહ્યું. પણ એટલામાં જ ચાચા બોલ્યા, "એક મિનિટ ગોવિંદ આટલી ઉતાવળ કેમ છે ? સાચ્ચા કાતિલ સાથે તમને બધાં ને જેલની હવા ખવડાવામાં આવશે." બધાં એકબીજા ના સામે દેખતા હતાં. અને હોમ્સ બોલ્યો, " બરાબર ને ગુંજન ! "

ગુંજન ના ચહેરા પરનો રંગ ઊડી ગયો. અને હક્કિબક્કી થઈને આમ તેમ દેખવા લાગી. અર્જુન બોલ્યો, " ગુંજન તું ? તું તો પપ્પાની લાડલી હતી તો, તે કેમ પપ્પા નું ખૂન કર્યું ? " હોમ્સ બોલ્યો, કેમ કે ઉમેશભાઈ ને ગુંજનના અનૈતિક સંબંધની જાણ થઈ ગઈ હતી. ઉમેશ ભાઈ એ ગુંજન ને ખુબજ સમજાવી પણ, છતાં ગુંજન માની નહીં. અને ઉમેશભાઈ એ પણ કહી દીધું કે તું હવે નહીં મને તો તને મિલકતમાંથી એક રૂપિયો પણ નહીં મળે. અને આ વાત ગુંજનને સહન ના થઈ. ગુંજને તો પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે પોતાના જીવનની ફૂલ પ્લાનિંગ કરી દીધી હતી. પણ ઉમેશ ને ગુંજન ના કોઈ છોકરી સાથેના સંબંધ મંજૂર નહોતા. ઉમેશભાઈના આવા નિર્ણય થી ગુંજને ઉમેશ ને એક પીનટ ઓઈલનું ઈન્જેકશન આપી દીધું, જેનાથી ઉમેશભાઈ ને એલર્જી હતી. અને ઉમેશભાઈનું મૃત્યુનું કારણ પીનટ ઓઈલ હતું."

શેરલોક હોમ્સ અને ચાચાની ચતુરાઈથી ગુંજન સાથે આજે બધાને સજા થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy