ઉછેરની સજા
ઉછેરની સજા
પપ્પા આપણે કાલ બહાર જવાનું છે દિકરાએ કહ્યું. પપ્પાએ પૂછ્યું કે ક્યાં જવું પણ દિકરાએ માત્ર કહ્યું કે એ કાલે જ કહીશ.
બીજે દિવસે સવારે..
પપ્પા બેટા હવે તો કહે તો કહે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ પણ દિકરાએ જવાબ ન આપ્યો અને બેઉં પહોંચ્યા એક સ્થળ પર જ્યાં એ વૃદ્ધાશ્રમ હતું . પપ્પાએ દિકરા સામું જોઈને માત્ર એટલું જ કહ્યું કે આજ જો તારી જગ્યાએ મે દિકરીને જન્મ લેવા દીધો હોત તો મારે આ આશ્રમ ન જોવો પડત અને ત્યાં જ એમનો પાંચ વર્ષનો પૌત્ર બોલ્યો કે પપ્પા તમે મને સ્કૂલ મૂકો છો એમ દાદાજીને આપણે અહીંયા મૂકીએ છીએ, એમ હું પણ મોટો થઈને તમને અહીં મૂકી જઈશ આ તમારી સ્કૂલ છે ને? ત્યાં ફરી વખત એક પિતા નિ:શબ્દ થઈ ગયા.