STORYMIRROR

Viha Oza

Inspirational

3  

Viha Oza

Inspirational

જીવન

જીવન

1 min
167

આજે નેહાને પોતાની શાળામાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વક્તવ્ય આપવાનું હતું..નેહાનું નામ બોલાયું અને તે સ્ટેજ પર આવી.

નમસ્તે..

"સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપ્યું જીવનદાન.

આપણી સુરક્ષા કાજ આપ્યું પોતાનું જીવન."

આપણા માટે જેમણે પોતાનું સર્વસ્વ આપ્યું એમને નમન. આપણા માટે દેશના લોકોએ પોતાનું જીવન આપ્યું. દેશની ભૂમિ માટે પોતાનું રક્ત આપ્યું. આપણે ક્યારેય પણ એમનું ઋણ ન ચૂકવી શકીએ. દેશ માટે આપણી દેશભક્તિ હંમેશાં બહાદુરીપૂર્ણ હોવી જોઈએ. રક્ષકો,સૈનિકો આપણી સુરક્ષા, આપણી શાંતિ આપણા સુખ માટે લડ્યા..વીરગતિ પામ્યા, શહીદી વ્હોરી..હું હ્રદયપૂર્વક શત શત નમન કરું છું. જય ભારત.

નેહા આગળ બોલી ન શકી એ ફક્ત પોતાના પર્સમાં રહેલાં શહીદી પામેલાં પોતાના દાદાના ફોટાને જોઈ રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational