કોડ
કોડ


એક દીકરી આણું વાળીને આવી, બધાં સગા સંબંધીઓ એને મળવા ગયા, એનું રૂપ તો જાણે ચંદ્ર શું? એનો લહેકો જાણે કોયલનો કલરવ..બધાંને મળ્યા પછી પાડોશીઓ પણ તેને મળવા આવ્યા, દીકરીએ મીઠો આવકાર આપ્યો અને તેમનો સત્કાર પણ કર્યો એ પછી..
પાડોશીએ પૂછ્યું, "આણાંમાં શું લાવી?"
દીકરી બોલી, "તમે જેને અનાથાશ્રમમાં મૂક્યા, એ મારાથી ન થાય એવા કોડ લઈને આવી છું."