જીવન
જીવન


એક વૃદ્ધ અને એમનો પૌત્ર ઘરના આંગણામાં બેઠા હોય છે ત્યારે એ બાળક પોતાની ઊંચાઈ માપવાની કોશિશ કરતો હોય છે.
વૃદ્ધ :- આ શું કરે છે?
પૌત્ર :- કંઈ નહીં દાદાજી જોઉં છું કે કયારે હું મોટો થઈશ.
વૃદ્ધ :- મોટો થઈને શું કરીશ?
પૌત્ર :- દાદાજી જ્યારે હું નાનો હતો ત્યારથી લઇને અત્યાર સુધીમાં મે તમને મમ્મીને અને પપ્પાને બધાંની મદદ કરતાં જોયા છે તો હું પણ બધાંની મદદ કરીશ.
વૃદ્ધ :- એ તો તું અત્યારે પણ કરી શકે છે.
પૌત્ર :- કઈ રીતે?
વૃદ્ધ :- નાના હોઈએ ત્યારે આપણને ન જોઈતાં રમકડાં બીજાને તું આપી જ શકે છે, થોડો મોટો થઈ અને તારા ગયા વર્ષના પુસ્તકો બીજાને આપી શકે છે, યુવાન બને અને નોકરી કે ધંધો કરે એમાંથી થોડા ઘણાં પૈસા બચાવીને જરૂરિયાતમંદોને મદદ કરી શકે છે અને જ્યારે વૃદ્ધ થાય ત્યારે કોઈ એવી સંસ્થા કે મિત્ર મંડળ કેળવવાનું કે જેમાં હૂંફ આપી અને મેળવી શકીએ.
પૌત્ર :- હા દાદાજી હવેથી હું એમ જ કરીશ.
વૃદ્ધ :- શાબાશ દિકરા!
દાદા પૌત્ર સાથે રમવાં લાગે છે.