Viha Oza

Tragedy Children

3  

Viha Oza

Tragedy Children

કારમી થપાટ

કારમી થપાટ

1 min
188


નિયતિ અને સમયને ત્યાં ઘણી બાધાંઓ, માનતાઓ, પ્રાર્થનાઓ પછી લગ્નના પંદરમાં વર્ષે ભગવાનની કૃપા અને પ્રાર્થનાઓના જવાબ અને ફળશ્રુતિ સ્વરૂપ દિકરો જનમ્યો.પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો..

જીવથી વધુ વ્હાલા સંતાનને પ્રેમથી ઉછેરવો એ સુંદર પૂર્ણતાસભર જિંદગી જીવવાની હકીકત છે. એને સારું જીવન, સારું જ્ઞાન આપી ઉત્તમ મનુષ્ય બનાવવો એ કોઈપણ માતાપિતા માટે ખૂબ જ લાગણીસભર પરિપૂર્ણતા છે. આવી જ પરિપૂર્ણતાથી પોતાના જીવથી વધુ વ્હાલસોયા એવાં દિકરા "જતન" ને નિયતી અને સમય ખૂબ જ લાડકોડથી ઉછેર કરે છે

પરંતુ સમયની થપાટ લાગે છે,દિકરાને જીવલેણ રોગ થાયનું નિદાન થાય છે અને બધાં પૈસા પાણીની જેમ વપરાય છે પરંતુ અંતે તો નિષ્ફળતા જ હાથ લાગે છે અને વીજળી સી સમયની એક કારમી થપાટ અને સંપૂર્ણ પરિવાર વારસદાર સહિત વારસારહિત થઈ ગયો. સમય અને નિયતિનું પ્રેમાળ સ્વપ્ન દુસ્વપ્નભરી હકીકત સાબિત થાય છે. જતન સમય અને નિયતિનું ઋણાનુંબંધ પૂર્ણ કરી હંમેશાં માટે ચાલ્યો જાય છે..


Rate this content
Log in

Similar gujarati story from Tragedy