STORYMIRROR

Viha Oza

Drama Romance

5.0  

Viha Oza

Drama Romance

સંગાથ

સંગાથ

6 mins
614



તારંગા યાજ્ઞિક વલય વૈદ્યને બર્થ ડે વિશ માટે મેસેજ કરે છે..


તારંગા :- મેની મેની હેપ્પી રિટન્સ ઑફ ધ ડે, હેપી બર્થ ડે, લિવ લોંગ, ગૉડ બ્લૅસ યુ..સામેથી તરત જ મૅસેજ આવ્યો.

વલય : - થેંક્યુ.

તારંગા :- હમ..થેંક્યુ નહીં પાર્ટી જોઈએ છે.

વલય :- હા ચોક્કસ,પણ શું હું તમને ઓળખું છું,આઈ મીન આપણે ક્યારેય મળેલાં છીએ?

તરંગા :- નહીં.

વલય :- તો શું તમે મારા રિલેટિવ છો?

તરંગા :- નહીં.

વલય :- તો પછી આ બર્થ ડે વિશ?

તરંગા :- કેમ એવો કંઈ નિયમ છે કે, ઓળખીતા હોય તો જ બર્થ ડે વિશ કરી શકાય?

વલય :- અરે ના પણ..આ તો થયું કે કોઈ જાણીતું હશે પણ આજે નવી મિત્ર મળી તો હશે ઠાકોરજીની મરજી.

તરંગા :- હા હું પણ માનું છું કે ઋણાનુબંધ હોય તો જ આપણે મળીએ.

વલય :- હા.

તરંગા :- તો ચલો કહો પાર્ટીનું શું છે, મારી પાર્ટી પેન્ડિંગ પણ તમે પાર્ટી કરી એ ફોટોઝ તો મોકલો.

વલય :- એક્ચ્યુઅલી મે પાર્ટી કરી જ નથી.

તરંગા :- કેમ?

વલય :- થોડો બિઝી હતો અને બીજું મારી ફ્લાઈટ મિસ થઈ ગઈ છે.

તરંગા :- ઓહ,શિદ જવું છે?

વલય :- બહું લાંબું છે ફરી ક્યારેક કહીશ.

તરંગા :- અરે,અત્યારે જ બોલો આમ પણ તને નેક્સ્ટ ફ્લાઈટ નહીં મળે ત્યાં સુધી ફ્રી જ છે.

વલય :- હા એ તો છે,પણ તમે મને તું કહો.

તરંગા :- હું તને એ જ કહેવાની હતી કે આપણે એકબીજાને તું જ કહીએ,આ તમેનો તો ભાર લાગે છે.

વલય :- હા ચોક્કસ.

તરંગા :- કૉલ કરું?

વલય :- હા શ્યોર.


(વલય તરંગાને નંબર આપે છે અને તરંગા વલયને કૉલ કરે છે, બેઉં અઢી કલાક સુધી વાતો કરે છે એ પછી ફરી મૅસેજમાં વાતો કરે છે.)


તરંગા :- (મજાક કરતાં) તો જનાબ તમે તમારી થોડી બેદરકારીને લીધે ફ્લાઈટ મિસ કરી છે એમને.

વલય :- હા પણ એ બેદરકારી જ નહોતી આળસ પણ હતી.

તરંગા :- હાહા તું પણ જબરી નોટ છે હો.

વલય :- એમાં પણ હવે તો તારો ફ્રેન્ડ બન્યો તો હવે નોટમાંથી યુનિક નોટ થઈ જઈશ.

તરંગા :- મસ્કા નહીં માર, હું તો બહું સામાન્ય છોકરી છું અને તું એક સ્માર્ટ,હેન્ડસમ,સકસેસફુલ કરિયરવાળો એક્ટર.

વલય :- ઓહ એવું કશું નથી.

તરંગા :- અરે,સાચ્ચું કહું છું મે તને મૅસેજ કર્યો તો મને એમ જ હતું કે તારો રિપ્લાય નહીં આવે,આફ્ટર ઑલ તું સ્ટાર છે.

વલય :- સ્ટાર નથી હજું હું શિખું છું,એક્ટિંગ કરતાં પણ હવે લાગે છે કે જો તું મારી ફ્રૅન્ડ રહીશ તો જીવન જીવતાં તો શિખી જ જઈશ.

તરંગા :- બહું ડાયો.

વલય :- ચલ હવે તું ઉંઘી જા,બે વાગ્યા છે.

તરંગા :- અને તું?

વલય :- બસ મારી ફ્લાઈટ બે કલાક પછી છે તો અહીં જ વેઇટિંગ એરિઆમાં રેસ્ટ કરી લઈશ.

તરંગા :- અચ્છા સુન..

વલય :- સુનાઓ..

તરંગા :- તું જમ્યો?

વલય :- હા અને તું?

તરંગા :- હા.

વલય :- તો ચલો ઉંઘી જાઓ હવે મેડમ.

તરંગા :- ઓકે ગુડ નાઈટ,ટૅક કૅર.

વલય :- ગુડ નાઈટ,ટૅક કૅર.


(બીજે દિવસે.)


તરંગા :- પહોંચી ગયો ઘરે?

વલય :- હા.

તરંગા :- સરસ તો હવે ફૉન મૂકીને આરામ કર.

વલય :- હા ઓકે બાય.

તરંગા :- ટૉક ટુ યુ લૅટર,ટૅક કૅર.


(આમને આમ સમય વિતતો જાય છે,ત્રણ વર્ષ જેટલો અને બંને બેસ્ટ ફ્રેન્ડ્ઝ બની જાય છે,પણ ક્યારેય મળ્યા નથી હોતા.)


વલય :- ઑયે,ચાંપલી ક્યાં છે તું?

તરંગા :- ઘરે આવી.

વલય :- જમ્યું?

તરંગા :- નહીં,જ્યુસ પિધું હતું.

વલય :- સરસ ..એટલે મેડમને જમવાની આળસ આવે છે.

તરંગા :- ભૂખ નથી.

વલય :- જે ભાવે,જેટલું ભાવે, જમી લે.

તરંગા :- ચોંબુ જેવો,ત્રાસ છે તારો.

વલય :- હા તો પણ જમી લે.

તરંગા :- હા પણ થોડી વાર રહીને જઈશ.

વલય :- ઠીક છે.

તરંગા :- હાશ,માન્યો.

વલય :- હા..અચ્છા સુન..

તરંગા :- સુનાઓ.

વલય :- આ વિકઍન્ડ લોંગ વિકઍન્ડ છે ચલને મળીએ.

તરંગા :- જરૂરી છે મળવું?

વલય :- હા અને આ વખત તારા કોઈ જ બહાના ચલાવી નહીં લેવાય, હું આઉં છું તને મળવા માટે.

તરંગા :- ઠીક છે.

વલય :- ચલ હવે જમી લે.

તરંગા :- તું જમ્યો?

વલય :- નહીં.

તરંગા :- તો પછી મને જમવાનું શું કામ કહે છે,પહેલાં તું જમી લે પછી મને કહેજે.

વલય :- કેટલી મુહફટ છે નહીં તું?

તરંગા :- હા પહેલેથી જ,હવે જમી લે.

વલય :- બેઉં જમી લઈએ ઠીક છે?

તરંગા :- હા એમ.

વલય :- ગુડ ગર્લ.

તરંગા :- ગુડ્ડલ.

વલય :- આ શું?

તરંગા :- ગુડ ગર્લનું શોર્ટ ફોર્મ.

વલય :- ઓહ યસ,તું તો ગુડ્ડલ છે ને તો જમી લે.

તરંગા :- બેઉં જમી લઈએ.

વલય :- હા.


(બેઉં વિકઍન્ડ પર મળે છે અને એ દરમિયાન વલય તરંગાને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે અને તરંગા ના કહે છે અને જતી રહે છે એ પછી વલય તરંગાને ફૉન કૉલ્સ કરે છે,મેસેજીસ કરે છે પણ તરંગા બધું જ ઈગ્નોર કરે છે પણ વલય હાર નથી માનતો અંતે થાકીને તરંગા જવાબ આપે છે.)


તરંગા :- તું કશું જ નથી જાણતો મારા ભૂતકાળ વિશે.

વલય :- મને તારા પ્રેઝન્ટ અને ફ્યુચરથી મતલબ છે.

તરંગા :- તું સમજતો કેમ નથી?

વલય :- કારણ કે મને તારી સાથે જીવવું છે.

તરંગા :- હા પણ મારો પાસ્ટ તને કે મને શાંતિ નહીં લેવા દે અને કદાચ એવું પણ બને કે એ પાસ્ટ જાણ્યા પછી તું મને બોલાવવાનું બંધ કરી દે.

વલય :- હું આવું નહીં કરું,ટ્રસ્ટ મી.

તરંગા :- ઠીક છે,હું કહીશ તને બધું જ.

વલય :- હું તારા જ શહેરમાં છું અને સાંજે આપણે મળીએ છીએ એ જ આપણી ફેવરિટ કૉફી શોપમાં ઓકે?

તરંગા :- ઓકે.


(સાંજે એ બેઉં મળે છે પણ તરંગા ખામોશ હોય છે.)


વલય :- હવે કંઈક તો બોલ.

તરંગા :- તું બહું જીદ્દી છે.

વલય :- અને તું મુહફટ.

તરંગા :- પહેલેથી જ.

વલય :- બોલને કઈ વાત તને ખાઈ રહી છે?

તરંગા :- સાંભળ અને સાંભળીને તારો જે નિર્ણય હશે એ મને માન્ય હશે.

વલય :- હમમ.

તરંગા :- આજથી સાત વર્ષ પહેલાં મારા લગ્ન થયેલાં પણ લગ્ન પછી ખબર પડી કે એ વ્યક્તિ દારુ,સિગારેટનો બંધાણી છે અને હરરોજ એક નવી ગર્લફ્રેન્ડ બનાવે છે,મે એને સમજાવ્યો પણ એ ન સમજ્યો મને હતું કે એ સુધરી જશે પણ એવું ન થયું એણે મને મારવાં - પીટવાનું શરૂ કર્યુ પણ હું ઘરની આબરૂ જાળવવા એ માર સહન કરતી રહી એણે મને દારૂના નશામાં પટ્ટેથી પણ મારેલી છે પણ છતાં મે ચાર વર્ષ જતું કર્યુ પણ પછી એક દિવસ એણે મને મારી નાખવાની કોશિશ કરી હું મુશ્કેલીથી ભાગી છૂટી,ઘરે ગઈ તો ત્યાંથી પણ મને હડસેલવામાં આવી એ પછી મેં છૂટાછેડા લીધા પણ આજે પણ એ મારી પાછળ મને હેરાન કરતો ફરે છે.


(તરંગા રડી પડે છે અને વલય તેને રડી લેવાં દે છે,પછી તરંગા શાંત થાય છે.)


વલય :- તે મને પહેલાં કેમ ન કહ્યું?

તરંગા :- તારા જેવો મિત્ર નહોતો ગુમાવવો એટલે.

વલય :- તો પછી હવે કેમ કહ્યું?

તરંગા :- તારો મારા પરનો પ્રેમ અને વિશ્વાસ જોઈને.

વલય :- તો એ જ પ્રેમ પર વિશ્વાસ તું પણ કરીલે અને મારી સાથે લગ્ન કરીલે.

તરંગા :- હવે મને લગ્ન,પ્રેમ પર ભરોસો નથી રહ્યો.

વલય :- બધી આંગળીઓ સરખી ન હોય એમ બધાં માણસો પણ સરખાં ન હોય,ફક્ત એક વખત વિશ્વાસ કરી જો આજીવન એ વિશ્વાસ પર ખરો ઉતરીશ આઈ પ્રોમિસ.

તરંગા :- તું શ્યોર છે?

વલય :- હા કારણ કે તે તો એકપણ મારો સ્ટાર હોવાનો કે પછી મારા પાસ્ટનો ઉલ્લેખ કે જાણવાનું નથી કર્યું..તારાથી વિશેષ મને કોઈ નથી સમજતું,તે મને જીવતાં શિખવ્યું,ડાઉન ટુ અર્થ રહેતાં શિખવ્યું છે અને હવે કોઈ તને કંઈ નહીં કરી શકે એ મારી જવાબદારી..યુ આર માય હૅવન ઑન અર્થ..તો મિસ તરંગા યાજ્ઞિક તમે મિસિસ તરંગા વલય વૈદ્ય બનશો?


(આજે મિસ તરંગા યાજ્ઞિક મિસિસ તરંગા વલય વૈદ્ય તરીકે એક જાણીતી અને સૌમ્ય વ્યક્તિત્વની મહિલા છે જે એમના પતિ વલય વૈદ્ય સાથે અતિસરળ અને સુખી અને સફળ લગ્નજીવન જીવી રહી છે.)


Rate this content
Log in

Similar gujarati story from Drama