સંગાથ
સંગાથ


તારંગા યાજ્ઞિક વલય વૈદ્યને બર્થ ડે વિશ માટે મેસેજ કરે છે..
તારંગા :- મેની મેની હેપ્પી રિટન્સ ઑફ ધ ડે,હેપી બર્થ ડે,લિવ લોંગ,ગૉડ બ્લૅસ યુ..સામેથી તરત જ મૅસેજ આવ્યો.
વલય : - થેંક્યુ.
તારંગા :- હમ..થેંક્યુ નહીં પાર્ટી જોઈએ છે.
વલય :- હા ચોક્કસ,પણ શું હું તમને ઓળખું છું,આઈ મીન આપણે ક્યારેય મળેલાં છીએ?
તારંગા :- નહીં.
વલય :- તો શું તમે મારા રિલેટિવ છો?
તારંગા :- નહીં.
વલય :- તો પછી આ બર્થ ડે વિશ?
તારંગા :- કેમ એવો કંઈ નિયમ છે કે,ઓળખીતા હોય તો જ બર્થ ડે વિશ કરી શકાય?
વલય :- અરે ના પણ..આ તો થયું કે કોઈ જાણીતું હશે પણ આજે નવી મિત્ર મળી તો હશે ઠાકોરજીની મરજી.
તારંગા :- હા હું પણ માનું છું કે ઋણાનુબંધ હોય તો જ આપણે મળીએ.
વલય :- હા.
તારંગા :- તો ચલો કહો પાર્ટીનું શું છે,મારી પાર્ટી પેન્ડિંગ પણ તમે પાર્ટી કરી એ તો ફોટોઝ મોકલો.
વલય :- એક્ચ્યુઅલી મે પાર્ટી કરી જ નથી.
તારંગા :- કેમ?
વલય :- થોડો બિઝી હતો અને બીજું મારી ફ્લાઈટ મિસ થઈ ગઈ છે.
તારંગા :- ઓહ,શિદ જવું છે?
વલય :- બહું લાંબું છે ફરી ક્યારેક કહીશ.
તારંગા :- અરે,અત્યારે જ બોલો આમ પણ તમને નેક્સ્ટ ફ્લાઈટ નહીં મળે ત્યાં સુધી તો તમે ફ્રી જ છો.
વલય :- હા એ તો છે,પણ તમે મને તું કહો.
તારંગા :- હું તમને એ જ કહેવાની હતી કે આપણે એકબીજાને તું જ કહીએ,આ તમેનો તો ભાર લાગે છે.
વલય :- હા ચોક્કસ.
તારંગા :- કૉલ કરું?
વલય :- હા શ્યોર.
(વલય તારંગાને નંબર આપે છે અને તારંગા વલયને કૉલ કરે છે,બેઉં અઢી કલાક સુધી વાતો કરે છે એ પછી ફરી મૅસેજમાં વાતો કરે છે.)
તારંગા :- (મજાક કરતાં) તો જનાબ તમે તમારી થોડી બેદરકારીને લીધે ફ્લાઈટ મિસ કરી છે એમને.
વલય :- હા પણ એ બેદરકારી જ નહોતી આળસ પણ હતી.
તારંગા :- હાહા તું પણ જબરી નોટ છે હો.
વલય :- એમાં પણ હવે તો તારો ફ્રેન્ડ બન્યો તો હવે નોટમાંથી યુનિક નોટ થઈ જઈશ.
તારંગા :- મસ્કા નહીં માર,હું તો બહું સામાન્ય છોકરી છું અને તું એક સ્માર્ટ, હેન્ડસમ, સકસેસફુલ કરિયરવાળો એક્ટર.
વલય :- ઓહ એવું કશું નથી.
તારંગા :- અરે,સાચ્ચું કહું છું મે તને મૅસેજ કર્યો તો મને એમ જ હતું કે તારો રિપ્લાય નહીં આવે,આફ્ટર ઑલ તું સ્ટાર છે.
વલય :- સ્ટાર નથી હજું હું શિખું છું,એક્ટિંગ કરતાં પણ હવે લાગે છે કે જો તું મારી ફ્રૅન્ડ રહીશ તો જીવન જીવતાં તો શિખી જ જઈશ.
તારંગા :- બહું ડાયો.
વલય :- ચલ હવે તું ઉંઘી જા,બે વાગ્યા છે.
તારંગા :- અને તું?
વલય :- બસ મારી ફ્લાઈટ બે કલાક પછી છે તો અહીં જ વેઇટિંગ એરિઆમાં રેસ્ટ કરી લઈશ.
તારંગા :- અચ્છા સુન..
વલય :- સુનાઓ..
તારંગા :- તું જમ્યો?
વલય :- હા અને તું?
તારંગા :- હા.
વલય :- તો ચલો ઉંઘી જઓ હવે મેડમ.
તારંગા :- ઓકે ગુડ નાઈટ,ટૅક કૅર.
વલય :- ગુડ નાઈટ,ટૅક કૅર.
(બીજે દિવસે.)
તારંગા :- પહોંચી ગયો ઘરે?
વલય :- હા.
તારંગા :- સરસ તો હવે ફૉન મૂકીને આરામ કર.
વલય :- હા ઓકે બાય.
તારંગા :- ટૉક ટુ યુ લૅટર,ટૅક કૅર.
(આમને આમ સમય વિતતો જાય છે,ત્રણ વર્ષ જેટલો અને બંને બેસ્ટ ફ્રેન્ડ્ઝ બની જાય છે,પણ ક્યારેય મળ્યા નથી હોતા.)
વલય :- ઑયે,ચાંપલી ક્યાં છે તું?
તારંગા :- ઘરે આવી.
વલય :- જમ્યું?
તારંગા :- નહીં,જ્યુસ પિધું હતું.
વલય :- સરસ એટલે મેડમને જમવાની આળસ આવે છે.
તારંગા :- ભૂખ નથી.
વલય :- જે ભાવે,જેટલું ભાવે જમી લે.
તારંગા :- ચોંબુ જેવો,ત્રાસ છે તારો.
વલય :- હા તો પણ જમી લે.
તારંગા :- હા પણ થોડી વાર રહીને જઈશ.
વલય :- ઠીક છે.
તારંગા :- હાશ,માન્યો.
વલય :- હા..અચ્છા સુન..
તારંગા :- સુનાઓ.
વલય :- આ વિકઍન્ડ લોંગ વિકઍન્ડ છે ચલને મળીએ.
તારંગા :- જરૂરી છે મળવું?
વલય :- હા અને આ વખત તારા કોઈ જ બહાના ચલાવી નહીં લેવાય હું આઉં છું તને મળવા માટે.
તારંગા :- ઠીક છે.
વલય :- ચલ હવે જમી લે.
તારંગા :- તું જમ્યો?
વલય :- નહીં.
તારંગા :- તો પછી મને જમવાનું શું કામ કહે છે,પહેલાં તું જમી લે પછી મને કહેજે.
વલય :- કેટલી મુહફટ છે નહીં તું?
તારંગા :- હા પહેલેથી જ,હવે જમી લે.
વલય :- બેઉં જમી લઈએ ઠીક છે?
તારંગા :- હા એમ.
વલય :- ગુડ ગર્લ.
તારંગા :- ગુડ્ડલ.
વલય :- આ શું?
તારંગા :- ગુડ ગર્લનું શોર્ટ ફોર્મ.
વલય :- ઓહ યસ,તું તો ગુડ્ડલ છે ને તો જમી લે.
તારંગા :- બેઉં જમી લઈએ.
વલય :- હા.
(બેઉં વિકઍન્ડ પર મળે છે અને એ દરમિયાન વલય તારંગાને લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકે છે અને તારંગા ના કહે છે અને જતી રહે છે એ પછી વલય તારંગાને ફૉન કૉલ્સ કરે છે,મેસેજીસ કરે છે પણ તારંગા બધું જ ઈગ્નોર કરે છે પણ વલય હાર નથી માનતો અંતે થાકીને તારંગા જવાબ આપે છે..)
તારંગા :- તું કશું જ નથી જાણતો મારા ભૂતકાળ વિશે.
વલય :- મને તારા પ્રેઝન્ટ અને ફ્યુચરથી મતલબ છે.
તારંગા :- તું સમજતો કેમ નથી?
વલય :- કારણ કે મને તારી સાથે જીવવું છે.
તારંગા :- હા પણ મારો પાસ્ટ તને કે મને શાંતિ નહીં લેવા દે અને કદાચ એવું પણ બને કે એ પાસ્ટ જાણ્યા પછી તું મને બોલાવવાનું બંધ કરી દે.
વલય :- હું આવું નહીં કરું,ટ્રસ્ટ મી.
તારંગા :- ઠીક છે,હું કહીશ તને બધું જ..
વલય :- હું તારા જ શહેરમાં છું અને સાંજે આપણે મળીએ છીએ એ જ આપણી ફેવરિટ કૉફી શોપમાં ઓકે?
તારંગા :- ઓકે..
(સાંજે એ બેઉં મળે છે પણ તારંગા ખામોશ હોય છે.)
વલય :- હવે કંઈક તો બોલ.
તારંગા :- તું બહું જીદ્દી છે.
વલય :- અને તું મુહફટ.
તારંગા :- પહેલેથી જ.
વલય :- બોલને કઈ વાત તને ખાઈ રહી છે?
તારંગા :- સાંભળ અને સાંભળીને તારો જે નિર્ણય હશે એ મને માન્ય હશે.
વલય :- હમમ.
તારંગા :- આજથી સાત વર્ષ પહેલાં મારા લગ્ન થયેલાં પણ લગ્ન પછી ખબર પડી કે એ વ્યક્તિ દારુ,સિગારેટનો બંધાણી છે અને હરરોજ એક નવી ગર્લફ્રેન્ડ બનાવે છે,મે એને સમજાવ્યો પણ એ ન સમજ્યો મને હતું કે એ સુધરી જશે પણ એવું ન થયું એણે મને મારવાં - પીટવાનું શરૂ કર્યુ પણ હું ઘરની આબરૂ જાળવવા એ માર સહન કરતી રહી એણે મને દારૂના નશામાં પટ્ટેથી પણ મારેલી છે પણ છતાં મે ચાર વર્ષ જતું કર્યુ પણ પછી એક દિવસ એણે મને મારી નાખવાની કોશિશ કરી હું મુશ્કેલીથી ભાગી છૂટી,ઘરે ગઈ તો ત્યાંથી પણ મને હડસેલવામાં આવી એ પછી મેં છૂટાછેડા લીધા પણ આજે પણ એ મારી પાછળ મને હેરાન કરતો ફરે છે.
(તારંગા રડી પડે છે અને વલય તેને રડી લેવાં દે છે,પછી તરંગા શાંત થાય છે.)
વલય :- તે મને પહેલાં કેમ ન કહ્યું?
તારંગા :- તારા જેવો મિત્ર નહોતો ગુમાવવો એટલે.
વલય :- તો પછી હવે કેમ કહ્યું?
તારંગા :- તારો મારા પરનો પ્રેમ અને વિશ્વાસ જોઈને.
વલય :- તો એ જ પ્રેમ પર વિશ્વાસ તું પણ કરીલે અને મારી સાથે લગ્ન કરી લે.
તારંગા :- હવે મને લગ્ન, પ્રેમ પર ભરોસો નથી રહ્યો.
વલય :- બધી આંગળીઓ સરખી ન હોય એમ બધાં માણસો પણ સરખાં ન હોય, ફક્ત એક વખત વિશ્વાસ કરી જો આજીવન એ વિશ્વાસ પર ખરો ઉતરીશ આઈ પ્રોમિસ.
તારંગા :- તું શ્યોર છે?
વલય :- હા કારણ કે તે તો એક પણ વખત મારો સ્ટાર હોવાની વાત કે પછી મારા પાસ્ટનો ઉલ્લેખ કે જાણવાનું નથી કર્યું..તારાથી વિશેષ મને કોઈ નથી સમજતું,તે મને જીવતાં શિખવ્યું,ડાઉન ટુ અર્થ રહેતાં શિખવ્યું છે અને હવે કોઈ તને કંઈ નહીં કરી શકે એ મારી જવાબદારી..યુ આર માય હૅવન ઑન અર્થ..તો મિસ તારંગા યાજ્ઞિક તમે મિસિસ તારંગા વલય વૈદ્ય બનશો?
(આજે મિસ તારંગા યાજ્ઞિક મિસિસ તારંગા વલય વૈદ્ય તરીકે એક જાણીતી અને સૌમ્ય વ્યક્તિત્વની મહિલા છે જે એમના પતિ વલય વૈદ્ય સાથે અતિસરળ અને સુખી અને સફળ લગ્નજીવન જીવી રહી છે..)