Nayana Charaniya

Abstract Tragedy Inspirational

3  

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

તું શાને મારો માલિક ?

તું શાને મારો માલિક ?

3 mins
424


નિશા એટલે ગોળ સુંદર ચહેરો અને આંખોમાં કાજળ આંજીને છટાકેદર ચાલ સાથે નીકળે ભલભલાને એમ થાય કે આ યુવતી મારા ઘરનું પાણી ભરે ! હા, ખૂબ જ હોશિયાર અને ચોખ્ખું બોલી દેનાર નિશા એક ટેક્સ્ટ કેન્સલન્ટની ઓફિસમાં નોકરી કરતી હતી. કોઈ છોકરા સાથે લગ્ન માટે તો ક્યારેય વિચાર્યું પણ ન હતું. ભણવામાં પણ એક્કો ! હંમેશા ઘરની જવાબદારી સાથે સારા એવા માર્કસ મેળવ્યા હોય. પણ કોને ખબર હતી કે જીવનનો વળાંક કંઈક અલગ આવશે. 

 "નિશા તું તારી મનમાની કર એ નહિ ચાલે હો, સમાજમાં નામ પણ શું રહેશે ? એક તો તે એમ પણ બીજી જ્ઞાતિમાં લગ્ન કરી મારે નીચું જોવડાવ્યું છે..."

"....અરે શેનું નીચું ? કોઈ ગુનો નથી કર્યો મે કે નથી ભાગીને લગ્ન કર્યા, ઘરના સૌની રજા મંજૂર થયા બાદ જ ગાયત્રીવિધી પૂર્વક સાથ ફેરા લીધા છે મે."

" હા, તો શું કરવું તારી જિદ એક જ હતી, 'કરુ તો ત્યાં નહિ તો કુંવારી જ રહું'. બિચારા મમ્મીપપ્પાને તો તું કે એમ જ કરવું પડે."

" ભાઈ, મે કઈ ખોટું પણ નથી કર્યું."

" તો આજ શા માટે ફરિયાદ કરે છે ?" 

" ફરિયાદ ? એતો મે ક્યારેય પણ કરી નથી, ના આજ કરુ છું."

" તો કેમ બોલી કે આનંદ મારો *માલિક* નથી કે એમ કરુ હંમેશા. પતિ છે તારો કરવું પણ પડે. હું કહું એમ શું તારી ભાભી નથી કરતી ?"

" વાહ ! કરવું જ પડે કેમ કે નાનપણથી પરિવાર કે એમ કરવાનું, મોટા થયા બાદ પણ સમાજ વિચારે એમ જ કરવાનું, સાસરે ગયા બાદ પણ સાસરી પક્ષના લોકો અને ખાસ પતિ પરમેશ્વર કે એમ કરવાનું ! કેમ કે એ સૌ જ અમારા માલિક ! બાકી આ શરીરમાં ક્યાં કોઈ જીવ છે કે ક્યાં કોઈ ઈચ્છાઓ ભાવનાઓ પણ હોય છે." 

એટલું બોલતાં નિશા રડી પડી. એ એક એવા સમાજમાંથી આવતી હતી જ્યાં એના લગ્ન નાનપણથી નક્કી કરી દેવામાં આવ્યા હતા. મોટી થતા જોયું કે છોકરો બધી રીતે ખરાબ નીવડ્યો એટલે એ બાળપણમાં કરેલ લગ્ન ફોક જાહેર કર્યા ! પણ કલંક લાગ્યું નિશા પર કે એના તો લગ્ન તૂટી ગયા છે ! જલદી માંગા પણ ન આવતા બધી રીતે સારી હોવા છતાં પણ એની કોઈ જ ભૂલો ન હોવા છતાં પણ...જો એની સમાજમાં લગ્ન લેવાય તો લગ્ન બાદ લાંબો ઘૂંઘટ તાણી રહેવું, કારણ વિના બોલવું જ નહીં, ચુલ્લો જ સંભાળવો, બહાર તો બિલકુલ નહિ જવાનું ! જો કોઈ પ્રસંગ હોય તો બધા માટે રાંધવાનું ! આ બધું એને એના ખુદના ઘરમાં પણ જોયું હતું. ભાભી જે રીતે રહેતા હતા તે જોઈ એને નક્કી પણ કરી લીધું કે લગ્ન તો મારી સમજમાં તો શું પણ બીજા કોઈ સમાજમાં પણ નહિ. ઇશ્વરે જે ધાર્યું હોય એ એમ જ થાય છે. ખૂબ પ્રેમ બતાવનાર માત્ર એની પર માલિકી ધરાવનાર જ બનશે એવું પણ ક્યાં ખબર હતી.

 નિશાનો પતિ ખૂબ પૈસાદાર પણ એ કહે એમ જ કરવાનું. નોકરી મૂકી દેવાની કોઈ સાથે વાત પણ નહિ કરવાની, મોબાઈલ તો રાતે અડવો પણ નહિ ! એને લખવું ખૂબ ગમતું પણ એ પણ એના પતિએ કારણે મૂકવું પડ્યું. એ જેમ કે એમ શરૂઆતમાં નિશા હોંશેહોંશે કરતી કારણ કે બધા કહે, પતિને ખુશ રાખવાની આપણી ફરજ છે. ત્યારે નિશાને થતું ને આપણી ખુશી ! 

" જો નિશા, તમે બે ચોપડી શું ભણી લ્યો એટલે બહુ બગડી જાઓ છો. લગ્ન બાદ એક પુરુષ માલિક જ હોય છે એની દરેક ખુશીઓનું ધ્યાન રાખવું જ પડે સમજી."

" ના, જો એમ હોય તો હું મુક્ત રે'વા જ માનું છું. મારો માલિક ન કોઈ હતું ન કોઈ હશે..." 

"નિશા, એટલે તું કેવા શું માંગે છે ?"

" હું બધા જ બંધનમાંથી મુક્તિ મેળવીને જ આવી છું. હું માત્ર એક નોકરાણી તરીકે નથી રહેવા માંગતી. જ્યાં મારો પતિ કોઈ અન્ય સાથે પણ આજ રમત રમી રહ્યો છે ! જે મારી સાથે રમી. હું એને તલાક આપી રહી છું "

"નિશા શું બકવાસ કરે છે ? લોકો વાતો કરશે જો બીજા સમાજમાં ગયા હતા ! મારે શું જવાબ આપવો ? ને તને ઘરે રાખું એટલે મારી છોકરીઓ પર પણ અસર કરે."

" અરે ભાઈ તું ડર નહિ ! મારા માલિકે મને એટલી તો હિંમત આપી જ છે કે હું મારું કરી શકું. હવે કહી દેવું છે સમાજને, પતિને તું શાને મારો માલિક ?"


Rate this content
Log in

Similar gujarati story from Abstract