Nayana Charaniya

Abstract Tragedy

3.4  

Nayana Charaniya

Abstract Tragedy

સફેદ રંગની કેદ !

સફેદ રંગની કેદ !

1 min
643


સુંદર અને સુશીલ છોકરીઓ સૌ કોઈને ગમતી હોય છે. આવી જ એક છોકરી એટલે નિશા. નાનપણથી જ એને તૈયાર થવાનો ભારે શોખ ! એમાંય લાલ, ગુલાબી રંગ તો એને ખૂબ ગમતો. ઘરમાં પણ મોટા ભાગના કપડાં આ જ રંગના હતા. ઘરના રિવાજોને લીધે ખૂબ જ નાની ઉંમરે એના લગ્ન થઈ ગયા હતાં. હવે એ બાર વર્ષની થઈ એટલે એના આણા વાળવાનો સમય પણ આવ્યો હતો. શહેરથી મંગાવેલ ઘરચોળું જોઈ એ રાજીના રેડ થઈ ગઈ હતી. ઘરથી દૂર જવાની કોઈ ખબર ન હતી ! 

"માડી, આ જોને કેટલી હારી સે આ હાડી ! ઈમાંય લાલ રંગમાં હું કેવી રૂપકડી લાગીશ..."

"છોડી, તું હવે ઘર મૂકીને જવાની સે એનીય ખબર તુંને ? હવે તારે આ તારા ગાંડપણ મેલી ઘર હાચવવું પડશે." 

નિશાને ક્યાં આ બધાની ખબર જ હતી. ઢીંગલીને રોજ લાલ રંગમાં નવા નવા કપડાં પહેરાવી અને એને લઈને રમતી. બીજા દિવસે એને સાસરે વળાવી. ત્યારે પણ હસતા હસતા ગઈ. લાલ રંગમાં રંગાઈ ગયા પછી એને બધું જ રંગીન લાગતું હતું. 

.... પણ આ શું બીજા જ દિવસથી એને સફેદ રંગની સાડી આજીવન પહેરવાની આવી ! લાલ રંગથી દૂર સફેદ રંગમાં આજન્મ કેદ ! એના પતિને સાપ કરડવાથી મૃત્યુ થયું અને રિવાજ મુજબ હવે એને બીજા લગ્ન કરવા જ નહીં ! એનું જીવન હવે સફેદ રંગમાં રંગાઈ ગયું... હવે એ ઢીંગલીને પણ સફેદ રંગની સાડીમાં જોવા ટેવાઈ ગઈ !


Rate this content
Log in

Similar gujarati story from Abstract