Nayana Charaniya

Inspirational

3  

Nayana Charaniya

Inspirational

'મા' નો જીવ

'મા' નો જીવ

2 mins
163


" તને જરૂર શું હોય છે ઝઘડો કરવાની ? એ બોલ્યો તો ભલે બોલતો. એની સાથે આપણે થોડી સરખા."

" કેમ ન બોલું ? મને કોઈ શોખ ન'તો એ જ મન ફાવે એમ બોલ્યો તો હું થોડી ચૂપ રહું."

" તું છોકરી જાત કેમ નથી સમજતી ? ઘરે ન આવી હોય ત્યાં સુધી મારો જીવ તાળવે ચોંટી જાય છે. ક્યાં હશે ? કેમ ન આવી ?"

" જો મમ્મી, તને મારી ચિંતા નહીં કરવાની અને જો કરવી જ હોય તો મને ઘરની અંદર જ બેસાડી રાખ."

" મા છું, ચિંતા તો થાય જ. આ જમાનો પણ કેવો છે એમાંય તું એકલી પંચોતેર ગામડે રખડે." 

" મા, તું બહુ ન વિચાર, કીધું ને સૂઈ જા, રાત ઘણી થઈ, સવારે ફોન કરીશ." 

નિશા એક અજાણ્યા શહેરમાં નોકરી માટે ગઈ હતી. એકલી જ રહેતી અને પંચોતેર જેટલા ગામડામાં સમાજસેવા અર્થે જતી. ગામડા તદ્દન પછાત સમજી ન શકે એવા જટ લોકો પણ મળતા, તો વળી ઘણી વારે દારૂ પીધેલી હાલતમાં મળી આવતા લોકો પણ મળતા. નિશા કેટલીક જ વાતો ઘરે જણાવતી. એ જાણતી હતી કે જો અહીંનો માહોલ કહેશે તો એની મા વધુ ચિંતા કરશે. સસલા જેવી બીકણ નિશા પણ આજે જીવનના ખાટા મીઠાં અનુભવો ચાખીને થોડી બહાદુર બની હતી ખરી. એના કારણે એણે ઘરમાં પણ લોકોનું રૂઢિચુસ્ત અને પરંપરાગત વિચાર વ્યવહાર બદલ્યો હતો. છતાંય મા નો જીવ એટલે ચિંતા રહેતી. બીજી સવારે સાડા છ વાગ્યાના મોબાઈલની રીંગ વાગી.

"અરે મમ્મી, કાલની વાત એટલી અસર કરી ગઈ કે તું હજી નથી ભૂલી ? એટલો વે'લો ફોન કર્યો ?"

"નિશા, મને સપનું આવ્યું કેવું ખરાબ એટલે ફોન કર્યો."

"શું ?"

" તું એકલી જતી હોય છે સામેથી કેટલાક લોકોનું ટોળું ધસી આવે છે પણ તું ડરતી નથી, સામે જાય છે અને કેવા એક એક ને મારે છે."

"અરે વાહ ! તો મમ્મી એમાં ખરાબ શું ? જો હવે તો તું સપનામાં પણ વિચારતી થઈ ગઈ કે નિશા હવે બધું કરી શકે છે. એની મા નો જીવ હવે એમ કહે છે..."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational