Nayana Charaniya

Romance Tragedy

3  

Nayana Charaniya

Romance Tragedy

ફરી ક્યારે આવશો ?

ફરી ક્યારે આવશો ?

1 min
186


'ફરી ક્યારે આવશો ? ' 

' હવે ફરી આવવાનો અર્થ પણ શું છે નીશું ? ' 

' હજુ પણ આપણી વચ્ચે આવજોનો સંબંધ તો છે જ ! '

' આ આવજોથી તારું ફરી પાછું ક્યારે આવશો ત્યાં સુધીનો આપણો સંબંધ યાદ આવી જાય છે મને નીશુ. ' 

' હા, હતો એક સમય જ્યારે હંમેશા થતું કે હું તને કાયમ માટે જ મારી પાસે રોકી રાખું ! સમય થંભી જાય ને એ ક્ષણ કાયમ ત્યાં જ અટકી જાય. ' 

'...પણ હવે આ સમય કાયમ વહ્યા કરે છે ને એમાં ઘણું બધું વાવાઝોડાની અસરને કારણે એમાં વેરવિખેર થઈ ગયું છે.'

' હું તો કાયમ એજ રહી છું, ત્યાં જ ઊભી છું, જ્યાં તું મૂકી ગયો હતો પણ હવે તું થી તમેની આ રેખા ખરી ઉપસી આવી છે ! ' 

સમય અને સંજોગોને આધીન આજ નિશા અને નીરજ અલગ થયા એને પૂરા બાર વરસ વિતી ગયા હતા. નીરજ લગ્ન કરીને ગોઠવાઈ ગયો હતો જ્યારે નિશા આજ પણ ત્યાં જ હતી. નીરજની પાછા વળવાની રાહ ન હતી, ન હતી એના આવવાની પણ આશ. છતાં પણ એક સંબંધ હતો માત્ર આવજો કહેવાનો !


Rate this content
Log in

Similar gujarati story from Romance