Nayana Charaniya

Abstract Tragedy Inspirational

3  

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

ગાજરનો ટુકડો

ગાજરનો ટુકડો

2 mins
13


ચૂલા પર લાવરી ગાજર બફાઈ ગયા હતાં. ઘરનું બધું કામ પૂરું કરી રસોડામાં ગોદાવરી બપોરની રસોઈ બનાવવા ગઈ. જોયું તો તપેલીમાં એને ખૂબ ભાવતા લાવરી ગાજર બફાઈ ગયા હતા. મૂક્યા કોણે એ ખબર નહીં, કારણ કે રસોડાના કામને કોઈ એના સિવાય અડકે નહીં. રસોડાના તો ઠીક કોઈ પણ કામમાં મદદ ન હોય. એકલે હાથે સૌ કામ ખૂબ કુશળતાથી કરતી જાય. પિયરમાં એના માટે ખાસ વાડીએથી મા ગાજર લઈ આવતી ને એની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી ખવડાવતી. પણ… હવે પિયર ગયે પણ ખાસ્સા એવા વર્ષો નીકળી ગયા. પતિની તબિયત લથડતાં એની સારવાર માટે એ ક્યાં પણ નીકળી ન શકતી. નોકરી મૂકી રસોડું ને ઘર સંભાળતી. સાથે ગામડેથી આવતા લોકો આરામ ને જમવા આવે એ તો અલગ.

ગોદાવરીથી ગાજર જોઈ રહેવાયું નહીં, તપેલું નીચે ઉતારી એક નાનકડો ટુકડો ખાવા ગઈ ત્યાં અવાજ આવ્યો.

' આ ગાજર મારા ને મમ્મી માટે છે તમે અડતા પણ નહીં, તપેલું નવું હતું સારી રીતે ધોઈ નાખજો. ચૂલા પર મૂક્યું ધુમાડે કાળાશ આવી ગઈ છે.'

હાથમાં ગાજરનો ટુકડો એમ જ રહી ગયો. ત્યાં પિયરથી થેલી ભરીને લાવરી ગાજર આવ્યાં. સાસુ બોલ્યાં, 'લ્યો ખાઓ, પિયરથી આવ્યા છે, અમે ક્યાં ખાવા પણ દઈએ છીએ ? તે મા મોકલાવે છે. હવે હાથમાં શું પકડી બેઠી ? ખાઈ લે !'

ગોદાવરીના હાથમાં ગાજરનો ટુકડો હતો એ એણે પાછો તપેલીમાં મૂકી દીધો. આંખોમાં નીકળતા પાણી માટે બોલી,

' ના , બા આ ગાજરનો ટુકડો પણ હજી મારી જેમ કાચો છે ! '


Rate this content
Log in

Similar gujarati story from Abstract