Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

અનંતની વાટે

અનંતની વાટે

1 min
177


ઓપરેશન થીએટરની બહાર મીટ માંડીને બેઠા તમામ લોકોને બીક હતી કે ઓપરેશન સફળ રહેશે કે નહિ ? એમાં પણ સૌથી ચિંતાતુર બની ગયેલ મા હતી. બેબાકળી ભુખી તરસી છતાં એકના એક દીકરા માટે હાથમાં દીવો પકડી બેઠી હતી. દીકરા ને હદય ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું હતું. કલાકો પછી દરવાજે બેઠેલા લોકોએ અને દવાખાનામાં જ મંદિરની બહાર બેઠી મા એ જોયું કે ઓપરેશન થિયેટરના રૂમનું બારણું ખુલ્યું. ભાગતી, દોડતી પડતી મા ઉઠી અને પૂછ્યું ,

'કેમ છે મારો લાલ ? ' 

 ડૉકટર નીચે જોઈ બોલ્યા, 

'સોરી, પણ એ આ હદયને સ્વીકાર્ય કરી શકતા નથી. શું તમે અત્યારે ને અત્યારે કોઈનું જીવ લઈ બીજા હદયની જરૂરિયાત પૂર્ણ કરી શકો ! એ પણ અશક્ય છે." 

તરત મા બોલી,

'હું છું ને મારા દીકરાને મારું હદય આપજો.' 

આટલું બોલતાં એ કાયમ માટે દીકરાની આંખો ખોલવા પોતાની આંખો બંધ કરી અનંત નિંદ્રામાં પોઢી ગઈ. આ લોઈની સગાઈ પણ બવ ગાઢ હોય છે ! 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy