STORYMIRROR

Nayana Charaniya

Tragedy

3  

Nayana Charaniya

Tragedy

મારી ચકલી ઉડી ગઈ

મારી ચકલી ઉડી ગઈ

1 min
166

શહેરમાં આવેલ આજે દાદાને સાવ એકલું લાગતું હતું. બધું જ બદલાયેલ લાગ્યું. ચા પણ ફિક્કી લાગતી હતી, વહેલી સવારે મંદિરની આરતીની જગ્યાએ અહીં તો વાહનોના હોર્ન જ સંભળાતા હતા. ખુલી હવાની લહેરખી તો ક્યાં મળે જ અહીં ! હવા પણ એ.સી.ની હતી જેના લીધે દાદાને ખૂબ ગૂંગળામણ થઈ રહ્યું હતું.  

ઊઠીને ગેલેરીમાં જઈ બેઠા ક્યાંય એકાદ પણ પક્ષી ન દેખાયું. દાદા અને પૌત્રીની નજીકનો સંબંધ અને એમાં પણ સવારે ચકલીઓ માટે નાખતા ચણ બન્નેને વધુ નજીક લાવ્યા હતા. આજ પૌત્રીને સાસરે વળાવે હજુ બીજો દિવસ થયો હતો અને ખબર પડી કે તે અકસ્માતે દાઝી ગઈ અને મરણ પથારીએ છે. આમ તો દાદાને શહેર એટલે જેલ લાગતી પણ આજ વહાલી પૌત્રીને છેલ્લે જોવા છેક શહેર સુધી આવ્યા હતા. એમણે ભાગ્યે જ જોવા મળે એમ અહી એક ચકલી જોઈ. હજી તો ચણ ચણવા આવે અને દાદા ખુશ થાય એ પહેલા તો આ શહેરી લોકોએ પોતાના સ્વાર્થ ખાતર જાણે ન કરવાનું કર્યું. દાદા ઉડી ગયેલ ચકલીને જોઈ અંતિમ શ્વાસ લીધા એ પહેલા બોલ્યા,

'મારી ચકલી તો ઉડી ગઈ'


Rate this content
Log in

Similar gujarati story from Tragedy