Nayana Charaniya

Abstract Romance Tragedy

3.9  

Nayana Charaniya

Abstract Romance Tragedy

કાજળ ભર્યા નયન

કાજળ ભર્યા નયન

5 mins
741


"હવે કેટલી વાર લાગશે કોમલી ? આ નિશા જો ક્યારની તૈયાર થઈ આવી ગી છે." 

" અરે બા ! તૈયાર થવામાં વાર તો લાગે જ ને ! આ નિશા ને શું એ તો બસ વાળમાં રબર ભરાવ્યું, કપાળે ચાંદલો ને આંખોમાં કાજળ આંજીને થઈ ગયા તૈયાર ! "

"તે વળી બીજું શું હોય તૈયાર થવામાં ? અમારા વખતે તિ એવું કંઈ નોતું શું ટિલા ને શું ટપકા વળી ! " 

"એ બા આપણા દિ ગયા હવે ભૂલી જવાનું બધું. આજનો જમાનો બદલાયો આજની છોડિયો મેકઅપના ઠાથેડા, ને વળી કપડાં તો જુઓ જાણે માં બાપ લઈ પણ ની દેતા હોય ઈમ ફાટેલા નાની છોડિયોના ફરાકડા પેરે ને ઊંચી એડીના જૂતાં વળી !" 

"શું મમ્માં તનેય સવારમાં કોઈ મળ્યું નથી કે બા ભેગા ચાલુ થઈ ગયા ?" 

" અરે કોમલ દીકરા હું તો બા ને સમજાવું કે તૈયાર થવામાં તો થોડોક સમય લાગશે, આ નિશાની જેમ તૈયાર થઈ આવે તો કોઈ જોશે પણ ની !"

"મોમ ... નિશા બારે ઊભી છે સાંભળી જશે ખરાબ લાગે તું પણ કઈક સાવ ...." 

"અરે એમાં હું ખરાબ લાગવાનું હોય ? ઈ ને હારીને મૂક... જો આજ તારે રૂપકડી બનીને જવાનું છે હો, ઓલ્યો સાહેબનો દીકરો આપની જ જ્ઞાતિનો વળી ને પૈસે ટકે સુખી, તારું ત્યાં ગોઠવાઈ જાય તો મને શાંતિ વડે !" 

" ઓહ મોમ ! ડોન્ટ વરી, આજ જો એની નજર મારા પરથી હટશે જ નહિ ! " 

  કોલેજના વાર્ષિકોત્સવમાં આજ સૌને કોલેજના પ્રિન્સિપાલ વતી રાત્રિના ભોજનનું નિમંત્રણ હતું. એ સાથે સાથે પ્રિન્સિપાલના એક ના એક દીકરાનો જન્મદિવસ પણ હતો જે અમેરિકાથી હાલ જ આવેલ. જેને ભારતીય છોકરી સાથે લગ્ન કરવા હતા. પુષ્કળ પૈસા ધરાવતું આ પરિવાર સંસ્કારિતા વિદેશમાં ગયા પછી પણ કાયમ રાખી હતી. આજની આ પાર્ટીમાં મોટા ભાગની યુવતીઓ અનિલને ઇમ્પ્રેસ કરવા માટે પ્રયાસ કરવા નક્કી કરી લીધું હોય એમ લાગતું હતું ! એમાંની એક કોમલ પણ હતી. આમ પણ ફેશન એટલે કોમલ એવી નામના કોલેજમાં પડી ગઈ હતી. જ્યારે નિશા એટલે સાદગીમાં સુંદરતા જેનું નામ ! ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવનાર અને પ્રેમાળ પણ એટલી જ પણ બિચારી કમનસીબ જન્મતાની સાથે જ માતાનું અવસાન થયું હતું. સૌ કોઈ એને માને ખાઈ જનાર પાપી કહીને બોલાવે. કડવા અનુભવો ને પણ પી જઈ દાદીની સેવા કરતી મોટી થઈ. કોમલ એના કાકાની દીકરી પણ તદ્દન અલગ સ્વભાવની ! 

" અલી... નજર તો તાઈ નહિ હટે જઈ તું ત્યાં જયેશ... ત્યાં લગી બીજી કોક ને ભાડી જશે તો ?"

" મોમ ? "

" હવે મોમ બોમ મૂક ની હેંડ જલદી "

  દેખાવમાં સુંદર,ઊંચી એડીના સેન્ડલ પહેરેલ, ટૂંકી સ્કર્ટ અને બાંય વગરનું ટોપ પહેર્યું, સાથે ખુલ્લાં વાળ અને જાણે પોતે જ પરફ્યુમની બોટલ હોય એમ એટલું બધું લગાડેલ કે નિશાને તો છીંકો ઉપર છીંકો આવવા લાગી.

" ઓહ શીટ, તું મારા ભેગી કેમ ?"

" દાદીએ કીધું હતું એટલે હું તમારા ભેગી આવી ગઈ ... "

અરે કોમલ એવા દે ને, કોલેજમાં બધાને ખબર છે કે એ તારી નોકરાણી છે એતો તું બવ મોટા દિલની કે એને પણ ભણાવે છે... આજ આજ વાત તને અનુજની સામે વધુ ઇમ્પ્રેમ કરાવશે ! 

"અરે હા, ડારલીંગ મોના ! ઇટ્સ ટ્રુ. યાર ...." 

કોમલની બહેનપણીની વાત સાંભળી નિશાને દુઃખ થયું પણ નાનપણથી એવા અનેક પ્રકારના શબ્દોને જાણે કડવી વાસ્તવિકતાની ગોળીઓ ગળી જઈ પી જતી હતી. 

ગામડાની યુવતીઓ માટે આજની ભપકાદાર સજાવટ આંજી નાખતી હતી. સામે એવો યુવાન હતો જે અમેરિકાથી આવેલ હતો પણ એક દમ સાદગી. રૂપાળો અને ભરાવદાર શરીર, ઊંચાઈ પણ ખાસ્સી એવી અને ચહેરા પરના હાસ્યથી કોઈ છૂટી ન શકે એવું મોહક સ્મિત ! 

 દરેક છોકરીઓ કોઈને કોઈ બહાના હેઠળ એની સાથે વાત કરવી હતી. નિખાલસ ભાવે અનુજ પણ દરેક સાથે વાત કરતો હતો. અચાનક એની નજર કાળા રંગના કપડાં પહેરી ઉભેલ એક યુવતી પર ગઈ.  

કાજળ ભર્યા નયન જાણે વર્ષોના પાણી રોકી રાખ્યા હતા એમ એ અનુભવી ગયો ! કપાળે ચાંદલો ખૂબ સરસ લાગી રહ્યો હતો. માંજરી આંખોવાળી અને સંકરિતાનો ભંડાર ભરેલો કુંભ જાણે છલકાઈ રહ્યો હતો. દરેક છોકરીઓ અહી આવી પણ એ કેમ નહિ આવી હોય ! એની નજર ત્યાંથી હટતી જ ન હતી. ત્યાં કોમલ આવી અને બોલી, 

" હેલ્લો, અનુજ એમ કોમલ."

" હેલ્લો કોમલ. નાઇસ ટુ મીટ યુ."

"આપ કોઈને શોધી રહ્યા છો ?"

"નો.. યસ... નો.. આઇ મીન યસ..." 

"...પણ કોને ? એક કાળા રંગના વસ્ત્રો પહેરી આવેલ યુવતીને !"

" ઓકે, એ નિશા છે, મારી નોકરાણી પણ મે ક્યારેય એને એવું ફીલ થવા નથી દીધું ! મારી સાથે જ અભ્યાસ કરાવ્યો છે."

" વાહ ! એમ ઇમ્પ્રેસ્ડ ! આઈ લાઈક યુ ડિયર, તમે મને એમની સાથે મુલાકાત કરાવી શકો ? " 

" ...પણ એ કોઈની સાથે મળવા તૈયાર નથી હોતી આજ પણ એને અહી જબરદસ્તી લઈ આવી છું."

ત્યાં જ પ્રિન્સિપાલ ક્રિષ્ના પોતાના દીકરા અનુજને બોલાવે છે. વાત વાતમાં કાજળ ભર્યા નયનવાળી યુવતી ફરી દેખાઈ અને એને પિતાને વાત પણ કરી ત્યારે સાચી હકીકત ખબર પડી કે નિશા કોણ છે ? કોલેજની ટોપર નિશા હતી પણ કંઈ રીતે કોમલ એનો ઉપયોગ કરતી ! નોકરથી પણ ખરાબ વર્તન કરતી, આ બધું જાણ્યા પછી અનુજને ગુસ્સો આવવો લાગ્યો. પિતાએ કહ્યું,

" શું તું માત્ર એક નજરમાં જ નિશાને પ્રેમ કરવા લાગ્યો છે ?"

" હા, પપ્પા મને જેવી જોઈતી હતી એવી જ નિશા છે ! કાળી રાત્રિના જેમ પૂર્ણ ચાંદ દેખાય એવી જ સુંદર અને સુશીલ ! મને નથી લાગતું કે હજી વધુ એના વિશે હું જાણું ! પણ હા, એ ઈચ્છે તો જ હું આગળ વધુ. 

" જો અનુજ આ વાત આ આપણી વચ્ચે જ રહે એમ કરજે નહિ તો કોમલ ને હું ઓળખું છું ખૂબ સારી રીતે." 

"ડોન્ટ વરી પપ્પા." 

 આજ વર્ષો વીતી ગયાં આ વાતને જો અનુજને સાચી સુંદરતા દેખાઈ ન હોત તો એ ક્યાંક ભપકાદાર સજાવટ, આંજી નાખતી સુંદરતામાં અંજાઈ આથમી ગયો હોત ! અનુજ એક જીવલેણ અકસ્માતમાં પોતાના પગ ગુમાવી બેઠો હતો, પણ એના પગ તો નિશા બની ગઈ હતી ! જો એની જગ્યાએ કોમલની પસંદગી હોત તો અનુજ ખરેખર અપંગ હોત ! 

સુંદરતા બાહ્ય દેખાવ નહિ આંતરિક પણ જરૂરી છે ! 


Rate this content
Log in

Similar gujarati story from Abstract