STORYMIRROR

નૈઋતિ ઠાકર "નેહ"

Romance Fantasy Thriller

4  

નૈઋતિ ઠાકર "નેહ"

Romance Fantasy Thriller

તું મને હંમેશા ગમતો રહીશ

તું મને હંમેશા ગમતો રહીશ

8 mins
404

"વાહ ખુબ જ સ્વાદિષ્ટ ચા છે, વધુ મળી શકશે ?" પોતાના જીવનનાં એકમાત્ર ગોલ સુધી પહોંચ્યા પછી નવ્યા પોતાની પહેલી લેહ-લદાખ ટ્રીપ માટે ખુબ જ ઉત્સાહિત હોય છે. પણ તેણી આ વાતથી અજાણ હોય છે કે આ એક ટ્રીપ તેણીનું પૂરું જીવનપરિવર્તન કરવાની હોય છે.

"હા, આ ચા આપણા જ ગ્રુપમાંથી કોઈએ બનાવી છે, ત્યાં પહેલી સીટ પર જે છોકરો બેઠો છે એ પોતાની સાથે થરમોસમાં જ ચા લાવેલો છે આપણા બધા માટે, તું એને પૂછી જો.." નવ્યાની એકમાત્ર બેસ્ટ ફ્રેન્ડ દીક્ષા જવાબ આપે છે.

"હમમમ... ખબર બધી હોય તને નહીં !" દીક્ષાનાં ગાલ પર ચીટલો ભરી નવ્યા ચા માટે એ છોકરા પાસે જાય છે.

"એક્સક્યુઝ મી, તમારી ચા મને બહુ ભાવી.. થોડી વધુ મળશે" નવ્યા પૂછે છે.

"હા, શું કામ નહીં" પહેલી સીટ પર બેઠેલ છોકરો પાછળ ફરી આ અજાણ્યા અવાજને જવાબ આપે છે અને નવ્યાનો ચહેરો જોતા જ સ્તબ્ધ રહી જાય છે.

"ગર્વ..!!!" નવ્યા મનમાં બોલે છે અને બસ ગર્વને જોતી રહી જાય છે. એ જ હસમુખો ચહેરો, છતાં આંખોમાં દર્દ, ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા, એ જ ઘનઘોર કાળી દાઢી, કંકુનો ચાંદલો અને કદાચ પાંચ વર્ષ પહેલા ન કહી શકાયેલ લાગણીનો ભાર !

પાંચ વર્ષ પછી આમ અચાનક ગર્વને જોઈને નવ્યાની આંખો ભીની થઈ જાય છે, તેણી ગર્વને હગ આપવા આગળ વધે છે ત્યાં જ પાંચ વર્ષ પહેલા ગર્વ દ્વારા ચેટથી નકારાયેલ આલિંગન તેણીને યાદ આવે છે અને નવ્યા ત્યાં જ અટકી જાય છે.

"તું અહીં...! ?" પોતાની લાગણીને ફરીથી છૂપાવી નવ્યા એકદમ ઔપચારિકતાથી પૂછે છે.

"હા, એક્ચ્યુલી ઉનાળા વેકેશન છે અને કાજલ પણ એના ઘરે ગઈ છે તો હું ટ્રીપ પર આવી ગયો. ઘણા સમયથી જવું હતું... છેક હવે મેળ પડ્યો." ગર્વ ભીના સ્વરે કહે છે.

"ઓકે, તો ચા મળશે કે..?" નવ્યા બધું જ જૂનું ભૂલી ફ્રેન્ડલી વાત કરવા પ્રયત્ન કરે છે.

"અરે હા, આપ કપ" ગર્વ ચા રેડે છે અને નવ્યાને આપે છે.

"થેન્ક યુ" કહી નવ્યા ફરીથી પોતાના મિત્રો પાસે જવા પગ ઉપાડે છે.

"અરે ઊભી રહે... હું બીજી ચા આપું, આ તારા માટે નથી" પોતાની બેગમાંથી ચાનું બીજું થરમોસ બહાર કાઢી ગર્વ નવ્યાને રોકે છે.

"કેમ આ ચા મારા માટે નથી એટલે ?" નવ્યા કુતુંહલપૂર્વક પૂછે છે.

 "અરે કંઈ નહીં તુ લે આ ચા પી" ગર્વ ચાનાં કપની અદલા-બદલી કરે છે.

નવ્યા આ બીજો ચાનો કપ લઈને પોતાના મિત્રો પાસે રવાના થાય છે અને ચાની ચુસ્કી લેતાની સાથે મલકાય છે.

"ગર્વને હજુ યાદ છે કે મને ફુદીનાવાળી ચા બહુ ભાવે છે." નવ્યા મનમાં હસતાં હસતાં બોલે છે.

"અચ્છા ચલો અહીં જ બધા પોતાનો ટેન્ટ બાંધી લો, આપણે પૂરો દિવસ આસ-પાસની જગ્યાઓની મુલાકાત લઈશું અને રાત્રે અહીં જ મળીશું" ધવલ બધાને સૂચના આપતાં કહે છે.

"ઓકે સર" પૂરજોશમાં બધા બોલી ઊઠે છે.

પૂરો દિવસ ફર્યા પછી બધા તાપણાની આસપાસ બેસી વાતો કરતા હોય છે... એટલામાં બધાનું ધ્યાન ધવલની વાતો પર કેન્દ્રિત થાય છે.

"તમને બધાને ખબર છે, અહીંથી 5-6 કિલોમીટર દૂર એક જગ્યા છે. એવુ કહેવાય છે કે ત્યાં તમે તમારા મૃત પ્રેમી-પ્રેમિકાને મળી શકો છો, એમને જોઈ શકો છો... પરંતુ કહેવાય છે કે ત્યાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી" ધવલ કુતુહલમાં વધારો કરતા કહે છે.

"અરે સર, પણ અમારે ત્યાં જવાની શું જરૂર? અમારે તો કોઈ પ્રેમી જ નથી. એ પણ મૃત તો બિલકુલ નહીં" દીક્ષા ફરી હસતા હસતા કહે છે.

(નવ્યા ગર્વની સામે જુએ છે, ગર્વ પહેલેથી જ નવ્યા સામે જોઈ રહ્યો હોય છે.)

હસી-મજાકમાં 7 દિવસો માંથી ટ્રીપનાં 4 દિવસો ક્યાં જતા રહે છે, કોઈને ખબર નથી રહેતી. નવ્યા અને ગર્વ લગભગ દરરોજ એકબીજા પાસે બેસી ઘણી વાતો કરે છે. પરંતુ એકાંતમાં વાત થઈ શકે એવો એક પણ મોકો હજુ સુધી નથી મળ્યો. ત્યાં જ એક સવારે કંઈક એવુ બને છે કે બધાનાં હોશ ઊડી જાય છે.

"અરે ક્યાંય નથી મે બધે જોઈ લીધું, પ્લીઝ બધા પોતાની આસપાસની જગ્યાએ જુઓ અને મને જાણ કરો" ગાઈડ ધવલનાં અફડા-તફાડી વાળા અવાજથી નવ્યાની ઊંઘ અચાનક ખુલી જાય છે, અને દોડીને બહાર આવે છે.

"શું થયું કેમ બધા દોડાદોડી કરો છો મને કોઈ કહેશો શું થયું છે ?" નવ્યા ચિંતાતુર થઈ બોલી ઊઠે છે.

"ગર્વ સર ક્યાંય મળતા નથી, ક્યારના બધા શોધે છે" દીક્ષા પોતાની સખીને ઉત્તર આપે છે.

"નક્કી ગર્વ ત્યાં જ ગયો હશે, જેની વાત કાલે ધવલ સર એ કરી હતી. પોતાની પ્રેમિકા સાક્ષીને મળવા માટે" નવ્યા દીક્ષાને કહે છે.

"ઓહ નો, આ ઘણા માઠા ન્યુઝ છે" ગાઈડ ધવલ ફોન પર વાત કરતા બોલે છે.

"શું થયું સર" નવ્યા બેબાકળી થઈ પૂછે છે.

"ખબર મળી છે કે ઉપર પહાડોમાં બરફનું તોફાન શરૂ થયું છે અને આજ તરફ આવે છે, બધા પોતાનો સમાન પેક કરો આપણે અત્યારે જ અહીંથી રવાના થવું પડશે, ગર્વ માટે હું સેફટી ટીમને જાણ કરું છું" ધવલ ગભરાઈને બોલે છે.

ટેન્ટમાં આવી નવ્યા દીક્ષાને ભેટી ચોધાર આંસુ એ રડી પડે છે.

"શું થયું તને કેમ આટલી રડે છે ?" નવ્યાના આશ્ચર્યનો પાર રહેતો નથી.

"ગર્વ.... " આટલુ બોલી નવ્યા ફરી રડે છે.

"ગર્વ સર મળી જશે, એમના માટે તું આટલી કેમ રડે છે ?" દીક્ષા આશ્વાસન આપતા બોલે છે.

"જો ગર્વને કઈ થઈ ગયું તો... નહીં જીવનની આ ઘટમાળમાં હું એને ફરીથી ખોવા નથી માંગતી" નવ્યા રડતા રડતા કહે છે

"ફરીથી ખોવા નથી માંગતી, તું શું બોલે છે આ બધું ?" દીક્ષાને અસમંજસ સાથે પૂછે છે.

"હું અને ગર્વ આજથી પાંચ વર્ષ પહેલા એક ટ્યુશન કલાસ પર મળેલા. ગર્વ કદાચ મનોમન મને પસંદ કરતો પરંતુ હું ત્યારે કોઈ બીજાને પ્રેમ કરવા લાગી હતી. એના પ્રેમમાં હું સાવ આંધળી હતી એટલી, કે ઘણીવાર મે ગર્વને એક યા બીજી રીતે વારંવાર હર્ટ કર્યો હતો. એક વર્ષ પછી હું જેને પ્રેમ કરતી એણે દગો આપ્યો, મે એને છોડી દીધો અને આઘાતમાં સરી ગર્વની મદદ માંગી, એ જ સમયે બદલો લેવા એણે પણ મારો સાથ ના આપ્યો. હું તદ્દન એકલી હતી, રડી, પડી, આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો. પણ જીવી ગઈ અને સમય જતા ગર્વનું દર્દ મને ફીલ થવા લાગ્યું. પરંતુ સોરી કહેવાનો પણ સમય વીતી ગયો હતો, ગર્વ કદાચ એ સમયે મને જોવા પણ માંગતો ન હતો. થોડા સમયમાં એના લગ્ન થઈ ગયા. એ મારી સાથે પહેલા બધું જ શેર કરતો, એના પહેલા પ્રેમ સાક્ષીના મૃત્યુ પછી એ એક છોકરીને ગમતો, એ છોકરી એટલે કાજલ. કાજલનો પ્રેમ અધૂરો ન રહે માટે તે કાજલ સાથે પરણી ગયો. પહેલા અમે બંને સારા મિત્રો હતા, પરંતુ સમય અને સંજોગો એ બધુ ખરાબ કરી નાખ્યું. એ ધીમે ધીમે મને ગમવા લાગ્યો, હા હું આ લાગણીને પ્રેમ ક્યારેય પણ નહીં કહું. કે પ્રેમ છે પણ નહીં... બસ એ ગમે છે. આ વાત મે એકવાર એને કહી પણ હતી, પરંતુ એને મારી વાત પર વિશ્વાસ ન કર્યો. હું શોધતી રહી મારા એ ગર્વને પણ ક્યાંય મળ્યો નહીં, શોધતા શોધતા જયારે થાકી ગઈ ત્યારે એ શહેર છોડી હંમેશા માટે અમદાવાદ શિફ્ટ થઈ ગઈ. ઘરે રહીને પણ જેટલી વાર બારીની બહાર નજર પડતી હું ફક્ત એને શોધતી, હું મારા જ ઘરે રહીને મને મળી ન શકતી. આટલુ અઘરું ક્યારેય મને મારા પ્રેમને ભૂલવું પણ લાગ્યું ન હતું... આટલા સમય પછી ગર્વનું આમ અચાનક મળવું. મને હતું હું આ 7 દિવસમાં એને મારા દિલની દરેક ફીલિંગ્સ કહી દઈશ પણ એ ફરીથી... નહીં હું એને ન ખોવી શકું દીક્ષા" નવ્યા દીક્ષાને ધક્કો મારી ગર્વને શોધવા ઉપર પહાડો તરફ દોટ મૂકે છે.

ગર્વને શોધતા શોધતા બપોર થઈ જાય છે. નવ્યા ગર્વના નામની બૂમો પડતા પડતા આગળ વધતી હોય છે, ત્યાં જ એની બૂમનો વળતો જવાબ મળે છે "નવ્યા..." નવ્યા પાછળ ફરીને જુએ છે.

"ગર્વ..." રડતા રડતા તેણી ગર્વ તરફ દોટ મૂકે છે. આ વખતે તેણી પોતાને ગર્વને હગ કરતા રોકી નથી શકતી. "તું ક્યાં હતો ? આમ કહ્યા વગર અહીં કેમ આવી ગયો ? તને કોઈની ચિંતા નથી ને ? તને જો કઈ થઈ જાત તો હું..." આટલુ કહી ગર્વ સામે ભીની આંખોથી જોઈ નવ્યા અટકી પડે છે.

"જો કઈ થઈ જાત મને, તો તું શું ? બોલ નવ્યા" ગર્વ ગુસ્સાથી પૂછે છે.

"કઈ નહીં, અહીં ઠંડી વધે છે. તું જલ્દીથી નીચે ચાલ બધા આપણા માટે હેરાન થતા હશે" નવ્યા ગર્વને કહે છે એને તેનો હાથ પકડી નીચે તરફ ચાલે છે.

"હજી પણ ભાગીશ ? હજીયે નહીં બોલ ?" નવ્યા જવાબ આપ

"તું વધુ નહીં પૂછ અત્યારે બસ નીચે ચાલ" નવ્યા પોતાના કદમ રોકતી નથી.

"આજે હું જાણ્યા વગર અહીંથી નહીં હલુ, નહીં તો તને જવા દઉં" ગર્વ નવ્યાને પોતાની તરફ ખેંચી પોતાની નજીક લાવી પૂછે છે.

"છોડ, શું કરે છે આ ? મને દુખે છે. આટલી જોરથી નહીં પકડ" નવ્યા પોતાને ગર્વના બાહુપાશમાંથી છોડાવવાના પ્રયત્નો કરતા બોલે છે.

"ઓહ દુખે છે તને, અને મને આટલા સમયથી જે હૃદયમાં દુ:ખે છે એનું શું ?" ગર્વ ભીના સ્વરે બોલે છે.

"તું શું ઈચ્છે છે ? હું શું બોલું ? હું બોલીશ તું વિશ્વાસ કરીશ ? જો હા તો સાંભળ, તું મને બહુ જ ગમે છે. આ વાત મે તને પાંચ વર્ષ પહેલા કહી હતી ને... પણ આજે પાંચ વર્ષ પછી હું એમ કહીશ કે 'તું મને હંમેશા ગમતો રહીશ' તો કરીશ તું વિશ્વાસ ? હું તને 'આઈ લવ યુ ' નહીં કહી શકું. કારણકે આ કહ્યા પછી મારી આશાઓ તારી પાસેથી વધી જશે ગર્વ... હું તને કહીશ કે કાજલને છોડી દે મારા માટે છોડી શકીશ ? હું કહીશ તું કોઈ બીજી છોકરી સામે નજર પણ કર મને નહીં ગમે, તારા ફોનનો પાસવર્ડ, તારા એક એક શ્વાસની ખબર હું રાખીશ.. ગમશે તને ? થશે આ તારાથી ? તને ખબર છે મારો વાંધો શું છે? હું કોઈને સામાન્ય પ્રેમ કરી જ નથી શકતી. મને આવડતો જ નથી. તું મારા પ્રેમનો અતિરેક પચાવી શકીશ ? નહીં થાય તારાથી ગર્વ હું જાણું છું, માટે જ હું પ્રેમ નહીં ફક્ત લાગણી તરીકે જ રાખવા માંગુ છું. જ્યાં તને ચાહવા માટે કોઈ જ બંધન ન હોય, કોઈ શરત ના હોય. તું પણ મને ચાહે, એવી પણ નહીં !! હું તને ક્યારેય નહીં પૂછું કે શું તને પણ મારા માટે લાગણી છે ? કેમ કે જો તું ના કહીશ તો એ દુઃખમાં પૂરું જીવન વિતાવવું અઘરું થઈ જશે, અને જો હા કહીશ તો લાગણી હોવા છતાં તું મારો ના થયો એ ગમ રહી જશે. માટે હું નથી જાણવા માંગતી કે પૂછીશ પણ નહીં... બસ 'તું હંમેશા આમ જ અતિશય ગમતો રહીશ' બસ એક પ્રોમિસ કર કે તું મને મારો એ જૂનો મિત્ર પરત આપીશ, જે મારી સાથે હસતો, મને હસાવતો, આકારણ ફ્લર્ટ કરતો... આપીશ ને મારો મિત્ર પરત ? " નવ્યા પૂછે છે.

"હા..." ગર્વ નવ્યાના કપાળ પર વ્હાલથી ચુંબન કરે છે અને બંને નીચે તરફ આગળ વધે છે.

"ક્યાં હતા તમે બંને ? હેમખેમ મળી ગયા મને ખુશી છે" ગાઈડ ધવલ કહે છે.

ટ્રીપ અહીં પુરી થાય છે. એકબીજાને હગ કરી નવ્યા અને ગર્વ એકમેકના કોન્ટેક્ટમાં રહેવાનું વચન આપી અલગ પડે છે.

"આવી ગઈ તું, ચાલ કારમાં બેસ" રૂદ્ર નવ્યાને જોઈ ખુશ થતા બોલે છે.

"હા, આપણા લગ્નની કંકોત્રીમાં એક કાર્ડ વધુ છપાવાનું થશે. નામ લખજે ગર્વ" નવ્યા મલકાતા બોલે છે.

"અરે આ ગર્વ કોણ છે વળી" રૂદ્ર કાર ચલાવતા પૂછે છે.

"અચ્છા, તો આ વળી સૌંદર્યની રાણી રિયા કોણ છે ?" નવ્યા રૂદ્ર સામે શકની નજરથી જોઈ પૂછે છે.

બન્ને એકબીજા સામે જોઈ હસે છે. "સારુ બાબા હું તને ગર્વ વિશે, અને તું રિયા વિશે મને આજે રાત્રે બધું જ કહીશ બરાબર ?"

"ઓકે, માય સ્વીટ ફ્યુચર વાઈફી" રૂદ્ર નવ્યાના શરમથી લાલિમાપૂર્ણ ગાલ ખેંચી પ્રેમથી જવાબ આપે છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance