નેહ - ઉપનામનો પ્રથમ વિચાર
નેહ - ઉપનામનો પ્રથમ વિચાર
"આઇ લાઇક યુ" આ ત્રણ શબ્દો સમજતા ગૌરીને પુરા ૩ વર્ષ લાગી ગયા. હિંમત કરી ખુલાસો કરવામાં એટલું મોડું થઈ ગયું હતું કે ગૌરીની "નેહ" પર વિશ્વાસ કરવો ગર્વ માટે અશક્ય બની ગયું હતું. જાણ્યે-અજાણ્યે ગૌરીથી હર્ટ થયેલ એ વ્યક્તિ ગર્વ એક વર્ષ પહેલા જ છૂપા પગલે ગૌરીના જીવનમાંથી જઈ ચૂક્યો હતો.
ગર્વને પાછા લાવવાના કેટલાય નિષ્ફળ પ્રયત્નો પછી ગૌરીને અહેસાસ થયો કે તેણીએ ગર્વને એટલી હદે ખોવી નાખ્યો હતો કે એ પૂરેપૂરો બદલાઈ ગયો હતો. છતાંય ગર્વને શોધતા -શોધતા અને બદલો લેવા જાણી જોઈને એની પાસેથી મળેલી પીડાથી ગૌરી ખુદ એટલી બદલાઈ ગઈ કે આબેહૂબ ગર્વ જેવી જ પથ્થર દિલ બની ગઈ.
પરિણામ રૂપે હવે બંનેની મનોસ્થિતિ એકદમ સરખી છે, જો કાંઈ અલગ છે તો એ, કે હવે ગર્વને ગૌરીની "નેહ" પર ભરોસો છે અને ગૌરીને, હવે એ "નેહ" જ નથી અને આ અસ્ત-વ્યસ્ત નામ વગરનાં સંબંધ છતાં એ બંને ખુબ જ પ્રેમ કરે છે ચા ને.

