STORYMIRROR

નૈઋતિ ઠાકર "નેહ"

Abstract

1  

નૈઋતિ ઠાકર "નેહ"

Abstract

અંતે ત્રિરંગો આઝાદ થયો

અંતે ત્રિરંગો આઝાદ થયો

1 min
42

14 જુલાઈ 1947 ના રોજ, આપણા વર્તમાન ભારતના ત્રિરંગાને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યો હતો. પરંતુ ધ્વજ ફરકાવવાનો ઈજારો સામાન્ય નાગરિકને બાદ કરતા માત્ર શાસકો અને સરકારી અધિકારીઓ માટે જ અનામત હતો. તેઓ માત્ર સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર જ ધ્વજ ફરકાવી શકે છે.

આ દરમિયાન વર્ષ 1992માં નવીન જિંદાલ નામનો એક ભારતીય યુવક યુ.એસ.એ.ની ટેક્સસ યુનિવર્સિટીમાં MBA નો અભ્યાસ કરી રહ્યો હતો. તેમના સતત પ્રયત્નો અને આ મુદ્દા માટે લાંબા સમય સુધી પ્રતિબદ્ધતા, તેમણે લાંબી કાનૂની લડાઈ લડી અને છેવટે વર્ષ 2002માં સંસદે કાયદામાં સુધારો કર્યો અને દેશના સામાન્ય નાગરિકને 365 દિવસ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર આપ્યો. આમ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયેલો ભારતનો રાષ્ટ્રધ્વજ 54 વર્ષ પછી ખરેખર સ્વતંત્ર બન્યો.

આ 75માં સ્વતંત્રતા દિવસ પર, ચાલો આ વ્યક્તિને તેમના મહાન યોગદાન માટે આભાર માનીએ જેમના કારણે આજે આપણે બધા આપણા ઘરોમાં પણ રાષ્ટ્રધ્વજ લહેરાવી શકીએ છીએ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract