આત્મહત્યા
આત્મહત્યા
પોતાની નિષ્ફળતાથી હારી ગયેલ કોટામાં અભ્યાસ કરી રહેલ 17 વર્ષનો અર્થવ હોસ્ટેલનાં રૂમનો દરવાજો બરાબર ઠાંસી પોતાનું જીવન ટૂંકાવવાનાં વિચારોથી ટેબલ પર ચડે છે અને પંખા પર લટકાવેલ દોરડું પોતાના ગળામાં અટકાવે છે. ત્યાં જ અથર્વની નજર તેની સામે રહેલ પારદર્શક ડબ્બામાં રહેલ ફુગાઈ ગયેલી ચટણી પર પડે છે.
માઁ એ બીમારીની અવસ્થામાં પણ પોતાના એક ના એક લાડકા દીકરા માટે તેની મનપસંદ ફુદીનાની ચટણી બનાવી આપવાનું અને "લે આ ચટણી સાથે બે રોટલી વધારે ખાજે અને ખુબ મન લગાવી ભણી મારું તને સફળ જોવાનું સપનું પૂરું કરજે" માઁની આ વાત યાદ આવતા અથર્વ એકાએક ટેબલ પરથી નીચે ઉતરે છે અને 15 દિવસ પહેલા સ્વર્ગીય થયેલ પોતાની માઁ નો ફોટો હાથમાં લઈ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે છે.
