NIMISHA LUMBHANI

Horror Children

4  

NIMISHA LUMBHANI

Horror Children

ટૂંકી વાર્તા

ટૂંકી વાર્તા

2 mins
311


ભવન બારમું ધોરણ પાસ કરીને નજીકનાં શહેરની કૉલેજમાં ગ્રેજ્યુએટ થવા ગયો. છાત્રાલયમાં તે પોતાને ગોઠવવાનો પ્રયત્ન કરતો હતો. બીજા છોકરાઓ ગૃહપતિની નજર ચૂકવીને રાત્રે બહાર નીકળી જતાં. ભવન ડરનાં કારણે તેમની સાથે બહાર જતો નહીં.

એક દિવસ રૂપેશે તેનાં ડરનું કારણ જાણી જ લીધું. પછીનાં શનિ અને રવિની રજામાં બીજા બે મિત્રોને સાથે લઈને ભવનનાં ઘરે ગામડે ગયો. સાંજે વાળું પતાવી ગામનું અને પાદરનું ચક્કર લગાવ્યું. ઘરે પાછાં આવીને ફળિયામાં ખાટલા ઢાળીને વાતોએ ચડયાં. ભવનનાં બાપુજી ખેતરે ચાલ્યાં ગયાં.

અલકમલકની વાતો કરતાં સાડા અગિયાર થયાં. ભવનને ખેંચીને તેનાં મિત્રો તેને બહાર લઈ ગયાં. પીપળાનાં વૃક્ષથી થોડે દૂર ઉભા રહ્યાં. શિયાળની લારીઓ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ હતી. બરાબર બારને ટકોરે એક ભૂતે વૃક્ષ પર હવામાં  લહેરાવવાનું ચાલુ કર્યું. તેની ફકત આંખો દેખાતી હતી. રૂપેશ દોડીને વૃક્ષ પાસે ગયો અને તેનાં પર ઝડપથી ચડી ગયો. તેને જતો જોઈને ભવન ધ્રુજવા લાગ્યો.

ત્રણ જ મીનીટમાં રૂપેશ ભૂતને અને તેને હલાવનારને પકડી લાવ્યો. ભૂતને રૂપેશનાં હાથમાં જોઈને ભવને 'ભૂત ભૂત'ની બૂમો પાડવાનું ચાલુ કર્યું. રૂપેશે તેનાં માથે જ ભૂત નાંખી દીધું. એટલે બીજા મિત્રોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરી. પોતાનાં પર પડેલું કાળું કપડું દૂર કરતાં તેમાં બે આંખો દેખાણી. તેને આશ્ચર્ય થયું પણ હજુ ધ્રુજવાનું ચાલુ જ હતું.

તેનાં હાથમાંથી એક મિત્રએ ભૂતનો પહેરવેશ લઈ લીધો. બીજા મિત્રએ તેને પાણી પાયું. થોડીવારે કળ વળતાં રૂપેશની બાજુમાં હરેશને જોયો. 'હરિયા તું ?'

હરેશે તેની માફી માંગી, 'તને ડરાવવાનો મારો કોઈ ઈરાદો નહોતો.'

'તો પછી આ બધું શું છે?'

એમાં એવું છે ને કે તું પહેલેથી જ ભોળો, એટલે તને જે કહેવામાં આવે તે તું સાચું માની લે. પીપળાનું વૃક્ષ કે કોઈપણ વૃક્ષ રાત્રે કાર્બન ડાયોક્સાઈડ છોડતાં હોય એટલે તેની નજીક ન જવાય. આપણા સમાજમાં પિતૃકાર્યમાં પીપળાની પૂજા કરવામાં આવે છે. આપણા વડવાઓએ આપણને વૈજ્ઞાનિક કારણ ન આપતાં કાયમ આપણને ડરાવીને પીપળ વૃક્ષથી દૂર રાખવાનું કામ કર્યું. તેનો ફાયદો ગેરકાનૂની કામ કરનારાઓએ ઉઠાવ્યો. અમને આ બધી બાબતોની ખબર હતી. નાનાં હતાં ત્યારે તારો સ્વભાવ જોઈને હું અને કાનજી તારી મસ્તી કરવા માટે જ તને ડરાવતાં. અમને ન્હોતી ખબર તું મોટો થયા પછી પણ આટલો બધો ડરીશ !

'આ ભૂતનો પહેરવેશ અમે જ લઈ આવ્યાં હતાં.' રૂપેશે કહ્યું.

'તારા ડરપોક સ્વભાવની મને અને તારી બાને ખૂબ ચિંતા થતી હતી. એટલે અમે પણ તારાં નવા ભાઈબંધોને સાથ આપવાની હા પાડી.' બાપુજીએ કહ્યું.

છાત્રાલય પર પાછાં ફર્યાં ત્યારે ગૃહપતીએ કડક શબ્દોમાં સૂચના આપી, 'છાત્રાલયમાં સી સી ટીવી કેમેરા લાગી ગયાં છે, એટલે રાત્રે ચોરીછૂપીથી બહાર જવાની બદલે ફકત શનિવારે મારી રજા સાથે બે જ કલાક બહાર જવાની છૂટ મળશે.' 

સૌએ ગૃહપતીની માફી માંગી. રૂપેશે રોજ હનુમાન ચાલીસાનું પઠન શરૂ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Horror