ટર્કી બઝાર્ડ ~ Turkey Buzzard
ટર્કી બઝાર્ડ ~ Turkey Buzzard
ટર્કી બઝાર્ડ ~ Turkey Buzzard
અમેરિકાનું એક યુગનું ખમતીધર રાજ્ય કોલોરાડો. અહીંના રેતાળ પ્રદેશમાં, અલ કમીનો રીઅલે સ્થપેલા ફ્રેન્ચ ચર્ચનો ઘંટ ધીમે ધીમે ટકોરા વગાડી રહ્યો હતો.પણ આં ટકોરા આજે જુદા લય મા ગુંજી રહ્યા હતા.
આજે ઘંટ ડેવિડ વગાડી રહયો હતો.રવિવાર ની સવારના સૂર્યકિરણો રંગીન કાચમાંથી ચાળાઈ પ્રેયર હોલમા બેઠેલા લોકોના ચહેરા પર પડતા હતા.
આજે આખો હોલ સફેદ ગુલાબોથી સજાયેલ હતો.હોલમાં જેન તેના સફેદ સાર્ટિન ના લગ્ન જોડા મા અને સ્મિથ બ્લુ બ્લેક સૂટ પહેરી જેન નો હાથ, તેના હાથમા પકડી ફાધર સામે ઊભા હતો
હોલી વોટરના છંટકાવથી શરુ થયેલી લગ્ન વિધિ જેનની આંગળીમા સ્મિથે રિંગ સરકાવી ત્યારે સૌ લોકો તાળીઓ પાડવા લાગ્યાં.
ચર્ચના ખૂણે નવ દંપતીને જોઈ હરખનાઆંસુ રેલાવતો, ઘંટનું દોરડુ પકડી ડેવિડ ઊભો હતો. તેના વૃદ્ધ, શાંત ચહેરા પર આજે કોઈ અજીબ અને અદભુત શાંતિ ડોકાતી હતી .
હોલમા સેરેમની પતતા જેન અને સ્મિથ સીધા ડેવિડની તરફ તેના આશીર્વાદ લેવા વળ્યા…
પણ ત્યાં હવે ખાલીપો હતો.માત્ર શાંત ઘંટ અને તેનું જુલતું દોરાડું. ઘડીક પહેલા અહીં ઉભેલો ડેવિડ ગયાવ હતો.
ઝુલતા દોરડાની સાથે. લટકાવેલ એક ગુલાબી બટવો હતો, જેમાં એક બ્રેસલેટ અને બાજુ ફક્ત એક શેરીફ ના સ્ટેમ્પ વાળો સરકારી કાગળ હતો :
જેન દીકરા મારું “પુસ્તકોનું ઘર હવે તમારું છે. મેઈ ખાત્રી છે મારી મેરી તમારી હવેની જીવન યાત્રામા શબ્દ બની સદા જીવશે.”
ગિફ્ટ ડીડ જોઈ,જેન. અને. સ્મિથ વિષાદથી ઘેરાઈ ગયા. હજુ તો ગયા શનિવારની રાતે તો ડેવિડ સાથે પહેલી મુલાકાત થયેલી અને. તેની મોટેલમા તે સ્મિથ સાથે. રોકાયેલી હતી.
(ફ્લેશબેક)
સોના ની ખાણ શોધવા, કોલોરોડો ના રેતાળ પ્રદેશમાં ઘોડેસવારી કરતા જેન અને સ્મિથ એક ભૂલાયેલા રસ્તા પર ચડ્યા. દૂર કાળા ખાડા, તૂટેલા લાકડાના પુલ અને ઝાંખા ટ્રેક. આં બધું જૂના ગોલ્ડ માઈનના અવશેષ હતાં. જ્યાં ક્યારેક સોનાની ચમકથી માનવી સપના ગૂંથતો હોઈ શકે. પાન અત્યારે અહીં હવે ફક્ત સુકો પવન ઊડતી ધૂળ સાથે સૂર બાંધતો હતો .
તેઓને અહીં ની જગ્યા મા દમ લાગ્યો.સાંજ પડતા, તેઓ એક લાકડાના મકાન આગળ પહોંચ્યા.
દિવસ આખાની રઝળપાટ પછી આરામ માટે કોઈ જગ્યા શોધતા તેઓ ડેવિડની મોટલે આવ્યા હતાં.
તેઓની આંખ સમક્ષ ડેવિડ નું કેપકોડ સ્ટાઇલ મકાન થાકેલું લાગતું, છતાં અંદર ફાનસની ઝાંખી રોશની ઝળહળી રહી હતી. દરવાજે ટકોરો મારતા જ દરવાજો ખૂલ્યો, સામે ડેવિડ મળ્યો.
“મુસાફરો માટે આ મકાન હંમેશાં તૈયાર છે,” તે બોલ્યો.
બીજે દિવસે સવારે
જેન તેના રૂમના એટીકમાં ચડી.છતની કડકાટ વચ્ચે સામેની દીવાલ પર એક પાંખ ફેલાવતો Turkey Buzzard ( ગીધ ) જે પુનઃનિર્માણ અને શુદ્ધતાના રૂપમાં પેઇન્ટિંગ જોવા મળ્યું .
સાઈડમા હાર બંધ ગોઠવાયેલા હસ્તલિખિત પુસ્તકોના અનેક પીળાં પાનાં, સુકઈ ચૂકેલા ગુલાબનાં પાંખડાં. બંધ છતાંય અહીં તેને કોઈ અધૂરા પ્રેમની સુગંધ વર્તાતી હતી જાણે કોઈ અહીં કોઈ નિયમિત અવરજવર કરતુ હોય તેમ અને ફ્રેશ.
એટીકમા થતાં પગરવે દોડી આવેલ .
ડેવિડે કોઈ ઠપકો આપ્યા વગર, તેણે જેન ને ધીમા અવાજે કહ્યું.:
“આ બધું મારી દિકરીની સૌગાથ છે, ખેર,
"ગુજરા જમાના, આતા નહિ દોબારા,"
આં બધુજ મારી દીકરી મેરીએ લખ્યું છે. તે
પરંતુ તે પોતાના પ્રેમને કદી પામી શકી નહીં…
તેનો પ્રેમ શુદ્ધ હતો, આં પુસ્તકો મા લખેલા એના શબ્દો એના અધૂરા સ્વપ્નોની કસમ છે.”
ડેવિડ તેને ચ્હા અને ટોસ્ટ આપી નીકળી જાય છે.
....જેન એક પુસ્તક ખોલે છે, ઉઘડતા પાના ઉપર લખેલું:
“જેને પ્રેમ મળ્યો નથી, એનો પ્રેમ કદી મરતો નથી.”
એના હૃદયમાં કંપન સતત જીવન કાળ સુધી ફેલાય છે.
જેને,સ્મિથને બોલાવ્યો , જે પહેલાં ખજાનાની નકશાની શોધની ફિરાક મા હતો, હવે એની બાજુમાં બેસી ગયો.
બન્ને એ મેરી ના લખેલા અગણિત પ્રેમ પત્રોના પાનાંઓ વાંચતાં જ સમજી ચુક્યા હતાં, કે સાચો ખજાનો જમીન નીચે નહીં, પણ શબ્દોમાં છુપાયેલો છે.
સવાર થતાં, ડેવિડે ઘોડના તબેલા સુધી એમને બહાર સુધી વાળાવા આવ્યો . પવનમાં એની છેલ્લી વાણી વહેતી ગઈ:
પૈસા ની ભૂખ કદી કોઈની મીટી નથી અને. મિટશે નહિ. માનવ જીવનમા. ક્ષણે. ક્ષણે. તેનું મોત તેની. નજદીક. આવતું હોય છે."
માટે.....
દીકરાઓ જુવાની માણો, અને આભાસી સોના પાછળની દોટને વિરામ આપો.
અને જેને અને સ્મિથ રોકાઈ ગયા. પાંચ દિવસ ડેવિડની છત્ર છાયા મા રહેતા, તેઓની વચ્ચે જે પાંચ વર્ષ મા ના થયું તે આ પાંચ દહડામા બની ચક્યું હતું.
જેને અને સ્મિથ હવે લગ્ન કરવા માંગતા હતાં અને ડેવિડને પહેલી ખુશ ખબરી શનિવારે પાઠવી.
ડેવિડ આં સાંભળી, ભાવ વિભોર થઈ ગયો.
વાત જો આમ હોય તો...
“આ મકાન, આ પુસ્તકો હવે તમારાં છે.મારી મેરીના સપના તમારાં હાથમાં જીવશે… હાશ મને યોગ્ય વ્યક્તિ મળી ગઈ.જે મેરી નું પુસ્તક ઘર સાચવશે.
આં હવે તમે સંભાળજો, મારે તો, બાકીની જિંદગી માણવા હવે આગળ જવું છે.”
(વર્તમાનમાં પાછાં)
ચર્ચની ઘંટડી શાંત થઈ ગઈ હતી.
જેન અને સ્મિથ રિંગ પહેરાવી ચૂક્યાં હતા. પરંતુ ચર્ચના પિયાનો પર કોઈ લગ્ન ગીત ગાઈ રહેલું હતું.
જેને અને સ્મિથના ચહેરા પર આનંદ સાથે કંઈક શોધવાની તરસ હતી.
લગ્ન ગીત ના શોર મા,દૂર આકાશ તરફ જોયુ તો એક ગીધ (Turkey Buzzard) તેની વિશાળ પાંખ ફેલાવી ડેવિડના શબ્દોને પંખો ફાફડાવી યાદ કરાવતો આવ્યું :
“ખાણો સોના ની કે હીરાની હોય, પાન એક સમયે તે જરૂર ખાલી થાયજ ,
પણ શબ્દોની ખાણ કદી ખાલી થતી નથી.
સાચો ખજાનો એ જ છે — જે દિલથી જીવે.”
ચર્ચની બહાર, પવન ફરી એકવાર ઊભરાયો.
> સફેદ ગુલાબની પાંખડીઓ હવા સાથે ઊડી રહી હતી—જેમ કે મેરીના શબ્દો, હવે જેનના હૃદયમાં વસેલા.
ડેવિડ તો ગયો, પણ એની શાંતિ, એની વારસો, અને એની દિકરીના સપનાઓ હવે જીવંત હતાં.
અને દૂર, ઊંચા આકાશમાં, Turkey Buzzard ફરી એકવાર ચક્કર મારી રહ્યો હતો—
જાણે કહેતો હોય:
‘શબ્દો કદી મરે નહીં. પ્રેમ કદી ખાલી ન થાય.’”

જેન અને. સ્મિથ લગ્ન ના. જોડાસાથે બધું ભૂલી ડેવિડના પુસ્તકના કેપ કોડ મકાનના રસ્તે જાય છે. આસમાનમા છેલ્લો ચકરવો લઇ, ગીધ પણ ડેવિડની જેમજ અલોપ થઈ ચૂક્યું હતું.
---
ટાઇટલ પરિચય:~Turkey Buzzard એટલે એક વિશિષ્ટ પ્રકારનો scavenger bird—જેને સામાન્ય રીતે Turkey Vulture તરીકે ઓળખવામાં આવે છે. એ નામ “turkey” તેના લાલ, નિર્વસ્ત્ર માથાના કારણે પડ્યું છે, જે wild turkey સાથે મળતું આવે છે.
અર્થ અને પ્રતીકાત્મકતા .
- પ્રાકૃતિક રીતે:
Turkey Buzzard એ મૃત પ્રાણીઓનું માંસ ખાય છે, એટલે કે એ ecosystem માટે સફાઈકર્મી તરીકે કામ કરે છે.
- આધ્યાત્મિક રીતે:
ઘણા સંસ્કૃતિઓમાં એ bird મૃત્યુ અને પુનર્જન્મનું પ્રતીક છે.
- એ bird બતાવે છે કે અંત એ નવી શરૂઆત માટે જગ્યા બનાવે છે .
- એ birdનું ઊંચું ઉડાન અને તીવ્ર દ્રષ્ટિ એ અંતરદૃષ્ટિ અને પરિવર્તનનું સંકેત છે
- Native American પરંપરામાં, turkey buzzard એ spiritual messenger તરીકે માનવામાં આવે છે
શબ્દ પરિચય:-
એટીક.:- માળિયું.
કેપ કોડ મકાન :-

How is it Sir, Please react with your comments.. 🙏🏻

