ભાવના
ભાવના
“ભાવના"
અમરગઢનાં સમીર નામનો એક ચિંતક રહેતો હતો. તેની પાસે, તેના ગુરૂએ આપેલી એક જૂની પેન્સિલ હતી. ગામનાં લોકો તેને જાદુઈ માનતા, પરંતુ હકીકતમાં તેમાં કોઈ જાદુ ન હતું, સામાન્ય દેખાતી આ પેન્સિલમા ના, હીરા, નાં સોનું, ના તો કોઈ રૂપેરી ચમક જોવા મળે.
પરંતુ જયાંરે સમીર તેનાથી લોકો માટે લખતો, ત્યાંરે તેના શબ્દો વાંચતા લોકોના હૃદયમાં આશા ની જ્યોત બનીને ઉત્સાહ જગાવતા.
લોકોની દુખી આંખો વાંચે તો તેઓનું દુઃખ હળવું થઈ જાય,નિરાશ મન વાંચે તો ઘોર અંધકારમાં પણ રસ્તો દેખાઈ જાય.
લોકોને ઉકેલ મળતા તેઓ કહેતા,
“સમીરબાબુ, આ તમારી આ ગુરુદેની આપેલી પેન્સિલમાંતો ભારે જાદુ છે!”
સમીર મૃદુ હસતો અને કહેતો: ભાઈઓ
“જાદુ કોઈ પેન્સિલમાં નથી…હોતો
અસલી જાદુ તો માનવીના મનમાં છુપાયેલો છે.ગુરુદેવે સુજાડેલી મારા મનની સારી ભાવના જ ચમત્કાર કરે છે.
મારી લખાવટ લોકોને નિરાશામાંથી બહાર લાવે છે.એ જ મારી આ પેન્સિલનો અસલી જાદુ.”
કાળ ક્રમે સમીર હવે અમરગઢમાં હયાત નથી. લોકો દ્વારા તેની સાચવેલી પેન્સિલ આજે તો શાંત છે.
પરંતુ તેનાંથી સમીરે લખેલી અનેક રચનાઓ અમર છે!અને આજે પણ ઘણા લોકોનાં દુઃખના અંધકારમા આશાની રોશની જગાવી જાદુ જગાડે છે. 🌟
---
આ ચિંતન કેવું લાગ્યું સાહેબ, કોમેન્ટ કરશો તો ગમશે 🙏🏻
