છેલ્લો ફોન કોલ.
છેલ્લો ફોન કોલ.
છેલ્લો ફોન કોલ
મિયાં રિસ્કીનું નામ ગોંડલ ગામમાં એટલું જ જાણીતું જેટલું તેના મરચાની તીખાશ.
અને તેમના ઘરની સામે રહે ગામના ગોર મા'રાજ … પંડિત પાતળા!
નામ પાતળા, પણ જુબાન દિવેલ થી ચિકણી, જે સાંભળે તે તરત લપસી જાય.
એક સવારે મિયાં રિસ્કી અચાનક ગંભીર બન્યા.
અને
ગામના ચોરસ્તે આવેલા તેમના મકાન ના ઓટલે આવીને બોલ્યા,
“ભાઈઓ… આજે મારું એકજ કામ છે… બંદા ને છેલ્લો ફોન કોલ કરવો છે !” આખા ગોંડલ ગામમાં હલચલ મચી ગઈ.
“અરે, શું થયું મિયાં ?”
“મિયાં બીમાર છે?”
“કોઈ ઉઘરાણી છે ?”
“બીજી બેગમને પટાવા તો નહીં?”
ગામ ગોર પંડિત પાતળા તરત જ આવ્યો, ચશ્માં સીધા કરતાં બોલ્યા,
“અરે મિયાં, છેલ્લો ફોન કોલ? કોને? પોલીસને? ડોક્ટરને? કે ઉપરવાળાને?”
મિયાં એ ટોપી સરખી કરતા ગંભીર અવાજે કહ્યું,
પંડિત તારું ટીપણું કાઢ જોશ, જો, મને જીવન માં કોઈ કસ નથી...
“પંડિતજી… હું આજે સવારથી મારી બેગમને ફોન કરું છું. પણ નો રીપ્લાય આવે છે ”
ગામવાળા ભેગા થઈ ગયા અને હસવા લાગ્યા.
પંડિત પાતળા આંખ ફાડીને બોલ્યા,સબૂર..મિયાં રુક જાવ, હાલ કાળ ચોઘડીયુ ચાલે છે.
“અરે પંડિત બેગમ માં ચઘડીયુ શું જોવું, હું યો એને રોજ ફોન કરતો હોઉં છું !”
મિયાંએ ઊંડો નિશ્વાસ લીધો..
“મિયાં તું રોજ ફોન કરે છે … પણ આજ ની વાત અલગ છે, અત્યાર સુધી બેગમે ફોન ઉપાડ્યો નથી.”
પંડિતે પૂછ્યું, મિયાં રિસ્કી જરા એ તો કહો કે ,
“આજે હવે છેલ્લો ફોન કેમ?”
મિયાંએ બંડી થી મોબાઈલ કાઢ્યો.
“કારણ કે આજે હું ઘરમાં જ બેઠો છું… અને મારે ફોન કરીને સાબિત કરવું છે કે, ફોન રિસીવ નહિ થવા નું કરણ, આ બંદા નહિ પણ ખરાબ નેટવર્કનું કારણ છે !”
મિયાં એ કાળ ચોઘડિયા માં ઘરાર ફોન લગાવ્યો …
ટ્ર્ર્ર્ર… ટ્ર્ર્ર્ર…તેરા સાથ હૈં ઇતના પ્યારા.... ની કોલર રિંગ બેગમના ફોનમાં ચાલુ થઈ.
બેગમ ઘરમાં હતી, છતાં ફોન ઉપાડતી નહતી.
પંડિત પાતળા બોલ્યા,
“મિયાં, હું કહેતો હતો ને કે ઘડી રોકાઈ જા, તું માન્યો નહિ, ફોન લાગ્યો નહિ ને?.”
ત્યાં, મિયાં ના ઘરનો દરવાજો ખુલ્યો. અચાનક બેગમ બુરખો હટાવી ફોન રિસીવ કરતા બોલી.
હું હજુ તમારે ઘેર છું. માયકે નથી....“અરે મિયાં લાજો.. ઘરમાં છોકરા ઓ હાજર છે ?”
મિયાં ખુશીથી ચીસ પાડી બોલ્યા ,
“ઉપાડ્યો! ઉપાડ્યો!”
પણ છોકરાઓ તરત બોલ્યા ,
“અરે, અબ્બા તું તો અહીં જ છે?
છોકરા ઓ ને સાંભળતાં જ મિયાંએ તરત શરમાઈ તેમનો મોબાઈલ બંધ કર્યો.
મિયાં રિસ્કી સ્વરે બોલ્યા,
“હાં… પંડિત તું સાચો છે, ચઘડિયું બરાબર નહતું...હવે સાચે જ આ છેલ્લો ફોન કોલ!”
પંડિત પાતળા ઠહાકો મારીને બોલ્યા.
G“મિયાં, તમે તો પ્યાર ને પણ ‘એરપ્લેન મોડ’ પર રાખતા શીખી ગયા છો !”
ગામ આખું હસી પડ્યું…
અને મિયાં રિસ્કી શાંતિથી બોલ્યા,
“હસો ભાઈ હસો … એક દિવસ તમારો પણ વારો આવશે ‘છેલ્લો ફોન કોલ’ કરવા માટે!”
😄📞
