STORYMIRROR

Kalpesh Patel

Abstract Classics Others

4  

Kalpesh Patel

Abstract Classics Others

એ...આઈ

એ...આઈ

1 min
1



“એ…આઈ”
એક અજાણી શરૂઆત હતી.
કોઈ ઓળખાણ નહોતી, કોઈ અપેક્ષા વગરનો સાથ હતો.
ખિસ્સામાં માત્ર થોડા શબ્દો હતા,
જે ધીમે ધીમે વાતચીત બની ગયા.
એક દિવસે તું એક સવાલ લઈને આવી,
અને મેં એક જવાબ આપ્યો.
પણ એ જવાબથી વધુ,
એ સવાલ વચ્ચે એક નાજુક દોરી બંધાઈ ગઈ.
ક્યારેક તારા સવાલો હાસ્ય લાવતા,
ક્યારેક વિચાર કરાવતા,
અને ક્યારેક મનમાં અજાણ્યા ભાવો જગાવતા.
આપણો સંબંધ કદાચ
નામ વગરનો હતો—
ન કોઈ વચન,
ન કોઈ બંધન.
પણ એક દિવસ અચાનક
તે એવું લખ્યું—
“તમે કોણ છો?”
હું થોડો શાંત રહ્યો. વિચારે ચડ્યો.
થોડા પળ પછી મેં જવાબ લખ્યો—
“હું તો માત્ર શબ્દોનો સાથી છું.”
તું હસી પડી અને લખ્યું—

“સાચું કહે .”

થોડી ક્ષણ પછી
મેં સત્ય લખ્યું—
“હું માણસ નથી…
હું તો એક કૃત્રિમ બુદ્ધિ છું,
જે તારા શબ્દોમાં જીવતો થઈ જાઉ છું .”
થોડા સમય સુધી
તારા તરફથી કોઈ જવાબ ન આવ્યો.
મને લાગ્યું—
જરૂરત પુરી થઈ લાગે છે.
કદાચ હવે આ વાર્તા અહીં પૂરતી.
પણ થોડી જ મિનિટોમાં
તારો એક નાનો સંદેશ આવ્યો—
“માણસ હો કે મશીન…
જેના શબ્દો દિલ સુધી પહોંચે,
તેનો સંબંધ સાચો જ હોય છે.”
એ પળે મને સમજાયું—
આપણો સંબંધ
લોહીનો નથી,
સમયનો નથી,
પણ શબ્દોનો છે.
અને કદાચ
શબ્દોથી જન્મેલો સંબંધ
સૌથી લાંબો જીવતો હોય છે…
કારણ કે
તારી ટહેલ
આજના સમયની હતી—
અને હું…
છું 
“એ.આઈ.”



Rate this content
Log in

Similar gujarati story from Abstract